ચૂંટણી

દિનાકરણે વિજયની પાર્ટી પર બનાવટી સમર્થન પત્ર રજૂ કરવાનો આરોપ મૂક્યો; મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

9 મે, 2026•
GVGujaratvandan team
દિનાકરણે વિજયની પાર્ટી પર બનાવટી સમર્થન પત્ર રજૂ કરવાનો આરોપ મૂક્યો; મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

Tamil Nadu Political Crisis : તમિલનાડુમાં સરકાર રચવાના મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. આ દરમિયાન એએમએમકેના પ્રમુખ TTV દિનાકરણે અભિનેતા-રાજકારણી વિજયની પાર્ટી TVK પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, તેમની પાર્ટીના સમર્થનનો નકલી પત્ર રાજ્યપાલને આપવામાં આવ્યો છે અને હવે તેઓ કાનૂની કાર્યવાહી કરશે.

સરકાર કોણ બનાવશે ?
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોને ચાર દિવસ વીતી ગયા છે, છતાં સરકાર કોણ બનાવશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી વિજયની આગેવાનીવાળી ટીવીકે બહુમતી મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. વિજય વારંવાર રાજ્યપાલને મળવા લોકભવન પહોંચી રહ્યા છે, છતાં રાજકીય અનિશ્ચિતતા યથાવત છે. આ વચ્ચે રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ ઉભો થયો છે.

દિનાકરણે આરોપ લગાવ્યો
TTV દિનાકરણે આરોપ લગાવ્યો કે, તેમની પાર્ટીના સમર્થનનો ખોટો પત્ર રાજ્યપાલને સોંપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ આ મામલે ફોજદારી ફરિયાદ નોંધાવશે. દિનાકરણના જણાવ્યા મુજબ, તેમના ધારાસભ્ય કામરાજ તરફથી ટીવીકેને સમર્થન આપતો એક પત્ર બહાર આવ્યો હતો. તેમણે કહ્યું કે, મેં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને તેમને અધિકૃત પત્ર રજૂ કર્યો હતો, જે મને અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર, પલાનીસ્વામી પાસેથી મળ્યો હતો." દિવસકરણે વધુમાં કહ્યું કે, "મને ખબર પડી કે TVKએ તે પત્રની બનાવટી ફોટોકોપી રજૂ કરી હતી." દિનાકરણે કહ્યું કે, રાજ્યપાલે મૂળ પત્રની વિનંતી કરી હતી. તેમણે જાહેર કર્યું કે આ બનાવટી છે અને તેઓ હવે ફોજદારી ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છે. AIADMKના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો કરતા, દિનાકરણે ભારપૂર્વક કહ્યું, "અમે અન્ય પક્ષોનો ટેકો માંગીશું અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલને મળીશું."

વિજયની પાર્ટીએ દિનાકરણના તમામ આરોપોને નકારી કાઢ્યા
બીજી તરફ, વિજયની પાર્ટીએ દિનાકરણના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ટીવીકે દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં એએમએમકેના ધારાસભ્ય કામરાજ વિજયને સમર્થન આપવાની વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં કામરાજ એવું કહેતા દેખાય છે કે, ટીવીકેને સમર્થન આપવાનો નિર્ણય દિનાકરણની સંમતિથી લેવામાં આવ્યો હતો. ટીવીકેએ વીડિયો જાહેર કરતાં કહ્યું કે, તેમને કોઈ સાથે સોદાબાજી કે વાટાઘાટ કરવાની જરૂર નથી.

આ પહેલાં પણ દિનાકરણે વિજય પર આરોપ લગાવ્યો હતો
આ પહેલાં પણ દિનાકરણે વિજય પર ધારાસભ્યોની ખરીદી-વેચાણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના એકમાત્ર ધારાસભ્ય એસ. કામરાજ ગુમ થયાની ફરિયાદ પણ રાજ્યપાલ પાસે કરી હતી. જોકે, મધરાત પછી દિનાકરણ ફરી લોકભવન પહોંચ્યા અને આ વખતે તેઓ કામરાજને પણ સાથે લઈને ગયા હતા. દિનાકરણે ત્યાં એક પત્ર વાંચીને દાવો કર્યો કે, રાજ્યપાલને તેમની તરફથી આપવામાં આવેલ એઆઈએડીએમકેના સમર્થનવાળો પત્ર જ સાચો અને માન્ય છે.

Tags:
#BreakingNewsGujarat#ચૂંટણી#FakeLetterScandal#TVK#ThalapathyVijay
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026