Surya Nakshatra Gochar 2025: 3 ડિસેમ્બર 2025ના રોજ સૂર્ય અનુરાધા નક્ષત્રમાંથી બહાર આવીને જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી બુધ છે અને સૂર્ય–બુધની મિત્રતા આ પરિવર્તનને ખૂબ જ શુભ બનાવે છે. સૂર્યના આ ગોચરની અસરથી ઘણી રાશિઓ માટે કારકિર્દી, આર્થિક સ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ બનશે.
સૂર્ય નક્ષત્ર પરિવર્તન
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનું માનવામાં આવે છે, કારણ કે તેનો સીધો પ્રભાવ કારકિર્દી, આરોગ્ય, માન-સન્માન અને આર્થિક સ્થિતિ પર પડે છે. સૂર્ય 3 ડિસેમ્બર 2025ના રોજ જ્યેષ્ઠા નક્ષત્રમાં અને 16 ડિસેમ્બર 2025ના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યેષ્ઠા નક્ષત્રના સ્વામી બુધ સૂર્યના મિત્ર ગ્રહ છે, એટલે આ બદલાવ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ ફળદાયી સાબિત થશે. આ સમય દરમિયાન કેટલીક રાશિના જાતકોને પ્રમોશન, માન-સન્માન અને નવા અવસરોનો લાભ મળશે. જાણી લો કે, કઈ રાશિઓની ભાગ્ય આ ગોચરથી ચમકવાનું છે?
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે આ સમય મોટા ફેરફારો લઈને આવનાર છે. કારકિર્દી અને વ્યવસાયમાં તમારી મહેનતનું સ્પષ્ટ પરિણામ જોવા મળશે. વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળશે અને પ્રમોશન સાથે નવી જવાબદારીઓ મળી શકે છે. નવી બિઝનેસ ડીલ ફાઇનલ થવાની શક્યતાઓ છે. પિતા સાથે સંબંધો મજબૂત બનશે. પ્રેમ જીવન સામાન્ય રહેશે, પરંતુ સમજદારીપૂર્વક આગળ વધશો તો સંબંધ વધુ સારો બની શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ સમય ખુશીઓથી ભરેલો રહેશે. ઘરેથી કામના સ્થળ સુધી દરેક જગ્યાએ સહકાર મળશે. નાની કે લાંબા અંતરની મુસાફરીના યોગ બનશે. IT, લેખન અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં કામ કરનારાઓને પ્રમોશનની તક મળી શકે છે. તમારી પ્રતિષ્ઠા વધશે અને ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. ભાગીદારીમાં બિઝનેસ કરવાની ઈચ્છા રાખતા લોકો માટે નવો વ્યવસાય શરૂ કરવા આ સમય ઉત્તમ છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોનું ભાગ્ય આ સમયમાં તેજસ્વી રહેશે. સકારાત્મક વિચારશક્તિમાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સરકારી નોકરીમાં કાર્યરત લોકોને મનપસંદ ટ્રાન્સફર અથવા પ્રમોશન મળવાની સંભાવના છે. ધન વૃદ્ધિ શક્ય છે. પ્રેમ જીવનમાં નવા પ્રસ્તાવો મળી શકે છે. નેતૃત્વ ક્ષમતા વધશે અને તમે ટીમવર્ક દ્વારા મોટો ફાયદો મેળવશો.








