ધર્મ

અમરનાથ ગુફાનું શિવલિંગ પીગળી રહ્યું છે, યાત્રાના માત્ર 5 દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહેવાની આશંકા

7 જુલાઈ, 2026•
GVGujaratvandan team
અમરનાથ ગુફાનું શિવલિંગ પીગળી રહ્યું છે, યાત્રાના માત્ર 5 દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહેવાની આશંકા

Amarnath Yatra Update: અમરનાથ યાત્રા દરમિયાન એક ચિંતાજનક માહિતી સામે આવી છે. બાબા બર્ફાની તરીકે ઓળખાતો પવિત્ર હિમ શિવલિંગ ઝડપથી પીગળી રહ્યો છે અને હવે તેની ઊંચાઈ માત્ર અંદાજે 1 ફૂટ જેટલી જ રહી હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે, કે જૂનના અંતમાં આ જ શિવલિંગની ઊંચાઈ લગભગ 7 ફૂટ જેટલી નોંધાઈ હતી. 57 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા વચ્ચે આ સમાચાર ભક્તોમાં ચિંતા વધારનારા બન્યા છે.

7 ફૂટથી ઘટીને માત્ર 1 ફૂટ રહ્યો હિમ શિવલિંગ
મળતી માહિતી મુજબ, અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનેલો હિમ શિવલિંગ સતત ઘટતો જઈ રહ્યો છે. 23 મેના રોજ તેની ઊંચાઈ આશરે 7 ફૂટ હતી, જે 29 જૂન સુધીમાં 5 ફૂટ સુધી આવી ગઈ હતી. હવે તાજેતરની તસવીરો અને અહેવાલો પ્રમાણે શિવલિંગની ઊંચાઈ ઘટીને માત્ર 1 ફૂટની આસપાસ રહી ગઈ છે. બાબા બર્ફાનીના આ ઝડપભર્યા ગલનને લઈને યાત્રાળુઓ અને સ્થાનિક તંત્ર બંને ચિંતિત બન્યા છે.

દર વર્ષે કુદરતી રીતે બને છે બાબા બર્ફાની
અમરનાથ ગુફામાં બનતો હિમ શિવલિંગ દર વર્ષે કુદરતી પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. ગુફાની છત પર રહેલા ચૂનાના પથ્થરો અને જિપ્સમની દરારોથી બરફ અથવા ગ્લેશિયર પીગળેલું પાણી ટપકતું રહે છે. આ પાણી જ્યારે ગુફાની જમીન પર પહોંચે છે ત્યારે નીચા તાપમાનના કારણે ધીમે ધીમે જામી જાય છે અને શિવલિંગનું સ્વરૂપ ધારણ કરે છે. જિયોલોજીમાં આવી રચનાને ‘સ્ટેલેગમાઈટ’ તરીકે ઓળખવામાં આવે છે.

યાત્રાળુઓનો ભારે ઉમટો, કડક સુરક્ષા વચ્ચે યાત્રા ચાલુ
એક તરફ બાબા બર્ફાની પીગળી રહ્યા છે તો બીજી, તરફ અમરનાથ યાત્રામાં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. યાત્રાના ત્રીજા દિવસે જ લગભગ 24 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા હતા અને ત્રણ દિવસમાં કુલ સંખ્યા 60 હજારની આસપાસ પહોંચી ગઈ હતી. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પમાંથી પણ હજારો યાત્રાળુઓનો નવો જથ્થો કડક સુરક્ષા વચ્ચે રવાના થયો હતો. આ વર્ષે યાત્રા માટે ડ્રોન, CCTV, RFID ટેગ અને QR કોડ આધારિત ઓળખપત્રો દ્વારા રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર યાત્રા સુરક્ષિત રીતે આગળ વધે.

Tags:
#અમરનાથશિવલિંગ#અમરનાથયાત્રા#AmarnathNews#BabaBarfani#ShivlingMelted
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026