ધર્મ

શું સાપ બીનની ધૂન પર નાચે છે? શેષનાગથી લઈને તક્ષક સુધી: જાણો પૌરાણિક કથાઓના 5 મહાન નાગ અને તેમનો રોચક ઇતિહાસ

1 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
શું સાપ બીનની ધૂન પર નાચે છે? શેષનાગથી લઈને તક્ષક સુધી: જાણો પૌરાણિક કથાઓના 5 મહાન નાગ અને તેમનો રોચક ઇતિહાસ

Nag Panchami 2026: શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પાંચમ એટલે કે પવિત્ર નાગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. 1 સપ્ટેમ્બર, 2026 ને મંગળવારે સવારે 07.42 વાગ્યાથી શરૂ થયેલી પાંચમની તિથિ 2 સપ્ટેમ્બર, બુધવાર સવારે 07.42 વાગ્યા સુધી રહેશે. નાગપંચમી એ માત્ર ધાર્મિક પર્વ નથી પરંતુ, કૃષિ પ્રધાન દેશ ભારતમાં ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતા ઉંદરોનો નાશ કરનાર 'ખેડૂતના મિત્ર' સાપ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક પર્યાવરણીય પર્વ પણ છે. એક સંશોધન મુજબ વિશ્વમાં સાપની 3600થી વધુ પ્રજાતિઓ છે, જેમાંથી આશરે 333 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. પુરાણો અને અગ્નિપુરાણમાં પણ 80 પ્રકારના નાગકુળનો ઉલ્લેખ છે. પૌરાણિક કથાઓમાં પંચ-નાગ તરીકે જાણીતા મુખ્ય સર્પોનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે.

શેષનાગ (અનંત):
ઋષિ કશ્યપ અને કદ્રુના સૌથી મોટા અને શક્તિશાળી પુત્ર શેષનાગને ભગવાન વિષ્ણુના સેવક માનવામાં આવે છે. તેમને હજાર મસ્તક હોવાથી અને તેમનો કોઈ અંત ન હોવાથી 'અનંત' પણ કહેવાય છે. કૌટુંબિક દ્વેષ છોડીને તેમણે ગંધમાદન પર્વત પર તપસ્યા કરી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું. તેમણે ત્રેતાયુગમાં લક્ષ્મણજી અને દ્વાપરયુગમાં બલરામજી તરીકે અવતાર લીધો હતો.

વાસુકિ:
સર્પોના બીજા રાજા અને ભગવાન શિવના ગળાનું આભૂષણ એટલે વાસુકિ. કૈલાસ પર્વતની આસપાસ તેમનો પ્રદેશ હતો. સમુદ્રમંથન સમયે મંદરાચલ પર્વત સાથે વાસુકિ નાગને નેતિ (દોરડા) તરીકે ઉપયોગમાં લેવાયા હતા. પોતાના નાગવંશની રક્ષા માટે તેમણે બહેન જરત્કરુના લગ્ન ઋષિ જરત્કરુ સાથે કરાવ્યા હતા, જેમના પુત્ર આસ્તિકે જન્મેજયના સર્પયજ્ઞમાંથી નાગજાતિને બચાવી હતી.

તક્ષક:
તક્ષશિલા પર શાસન કરનાર તક્ષક નાગ આઠ મુખ્ય સર્પોમાંના એક છે. શમિક મુનિના શ્રાપથી રાજા પરીક્ષિતને ડંખ મારનાર તક્ષક જ હતા, જેના બદલામાં પરીક્ષિતના પુત્ર જન્મેજયે મહાભયાનક સર્પયજ્ઞ કર્યો હતો.

કર્કોટક:
પંજાબની ઈરાવતી (રાવી) નદી આસપાસ જેમનું શાસન હતું તે કર્કોટક નાગ શિવજીના ગણ હતા. મહાભારતના 'નલોપાખ્યાન' મુજબ રાજા નળે કર્કોટકને દાવાનળમાંથી બચાવ્યા હતા. શ્રાપમુક્તિના ભાગરૂપે કર્કોટકે નળને ડંખ મારીને કળિયુગના પ્રભાવથી બચાવ્યા હતા. ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતાના પ્રાંગણમાં આજે પણ કર્કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર સ્થિત છે.

પદ્મ:
ગોમતી નદી કિનારે નેમિશ ક્ષેત્રમાં અને ત્યારબાદ મણિપુરમાં સ્થાયી થયેલા પદ્મ સર્પો આસામના નાગવંશીઓના પૂર્વજ માનવામાં આવે છે.

સાપ સાથે જોડાયેલી માન્યતાઓ અને વૈજ્ઞાનિક સત્ય
ફિલ્મો અને લોકવાયકાઓને કારણે સાપ વિશે અનેક ભ્રામક ખ્યાલો ફેલાયેલા છે, જેનું વૈજ્ઞાનિક કારણ જાણવું જરૂરી છે.

શું સાપ દૂધ પીવે છે?
સત્ય: ના, સાપ સરીસૃપ (Reptile) છે અને તે માંસાહારી પ્રાણી છે. સાપ દૂધ પચાવી શકતા નથી. નાગપંચમી પહેલાં મદારીઓ સાપને દિવસો સુધી ભૂખ્યા-તરસ્યા રાખે છે, જેથી નિર્જલીકરણ (Dehydration) ને લીધે સાપ લાચારીમાં દૂધ પી લે છે, જે પાછળથી તેના ફેફસાં અને આંતરડામાં ચેપ લગાડીને તેનું મૃત્યુ નીપજાવે છે.

શું સાપ બીનની ધૂન પર નાચે છે?
સત્ય: સાપને બાહ્ય કાન હોતા નથી, તેથી તે કોઈ સંગીત કે ધૂન સાંભળી શકતો નથી. મદારી જ્યારે બીન હલાવે છે ત્યારે સાપ તેની ગતિ અને પોતાની સુરક્ષાના આભાસને કારણે બીનની દિશામાં પોતાની ફેણ હલાવે છે, જે લોકોને નાચતો હોય તેવો ભાસ થાય છે.

શું નાગ-નાગણ બદલો લે છે?
સત્ય: સાપનું મગજ એટલું વિકસિત નથી હોતું કે તે કોઈનો ચહેરો યાદ રાખી શકે કે યાદગાર ઘટનાઓ સ્ટોર કરી શકે. તેથી 'બદલો લેવો' એ માત્ર ફિલ્મી કાલ્પનિક વાર્તા છે.

શું ઇચ્છાધારી નાગ અને મણિ હોય છે?
સત્ય: વિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્ર મુજબ 'ઇચ્છાધારી નાગ' કે 'નાગમણિ' જેવી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી. કેટલાક જૂના સાપના માથા પર કેલ્શિયમ કે ઇજાના કારણે ગાંઠ કે ચમકતો માસનો ટુકડો થાય છે, જેને લોકો ભૂલથી મણિ સમજી લે છે.

Tags:
પ્રાણીશાસ્ત્રઆધ્યાત્મિકતારોચકઇતિહાસસત્યઅંધશ્રદ્ધા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026