Ketu Gochar 2026: જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવનાર નવા વર્ષમાં કેતુ ખૂબ બળવાન થવાનો છે. તેનું કારણ એ છે કે તે પોતાના જ નક્ષત્રમાં ગોચર કરશે. 2026માં થવા જઈ રહેલું આ ગોચર ત્રણ રાશિના લોકોની જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જાણી લો કઈ છે ટે રાશિઓ?
નવા વર્ષે પાપી ગ્રહ કેતુ બની જશે બળવાન
નવા વર્ષે ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરશે, પરંતુ તેમાં કેતુનું ગોચર ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હકીકતમાં કેતુ એક જ વર્ષમાં ત્રણ વખત રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. 29 માર્ચે કેતુ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 5 ડિસેમ્બરે ફરીથી નક્ષત્ર પરિવર્તન સાથે પોતાની રાશિ પણ બદલી દેશે, પરંતુ 29 માર્ચનું કેતુનું નક્ષત્ર ગોચર ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે આ દિવસે કેતુ પોતાના જ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના કારણે તે બળવાન બની જશે અને 5 ડિસેમ્બર સુધી એટલે કે પૂરા 8 મહિના સુધી તે આ જ નક્ષત્રમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયગાળો ત્રણ રાશિના લોકોના જીવનમાં ભૂકંપ જેવો ફેરફાર લાવી શકે છે. જાણી લો કઈ છે તે રાશિઓ?
વૃષભ રાશિ
કેતુના નક્ષત્ર ગોચરના કારણે વૃષભ રાશિના લોકોના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. તમે ઘણો તણાવ અનુભવશો. આર્થિક બાબતોમાં ખૂબ સાવચેત રહેવું પડશે. આ સમય દરમિયાન કોઈ પણ કામમાં જોખમ લેવાનું ટાળો, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. એપ્રિલથી નવેમ્બર 2026 સુધી પૈસાની લેવડદેવડ બિલકુલ ન કરશો. પ્રેમ લગ્નની ઈચ્છા ધરાવતા લોકોને પણ આ સમય દરમિયાન ઘણી અડચણો આવી શકે છે.
સિંહ રાશિ
કેતુના પ્રભાવથી તમારી કારકિર્દીમાં અચાનક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વ્યવસાયમાં ભારે નુકસાન થવાની શક્યતા છે, તેથી સાવચેત રહો. પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરો, નહીં તો નુકસાન થઈ શકે છે. કેતુના કારણે મનગમતા પરિણામો મેળવામાં વિલંબ થઈ શકે છે. કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. ભાગીદારીના કામમાં છેતરપિંડી થવાની શક્યતા છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવચેત રહેવાની જરૂર છે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે એપ્રિલથી નવેમ્બર 2026 સુધીનો સમય ઘણો મુશ્કેલ રહી શકે છે. આ દરમિયાન લગભગ દરેક કામમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ કામમાં ઉતાવળ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ક્યાંકથી ખરાબ સમાચાર મળવાની શક્યતા છે. જો સાવચેત રહેશો તો મોટા નુકસાનથી બચી શકશો.








