Horoscope Today, 5 November 2026: આજે ગુરુવાર, કાર્તિક કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે, જે સવારે 10:36 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ દ્વાદશી તિથિ શરૂ થશે. આજે રમા એકાદશીનું વ્રત અને ગોવત્સ દ્વાદશી ઉજવવામાં આવશે. વૈધૃતિ યોગ આવતીકાલે સવારે 5:10 વાગ્યા સુધી રહેશે. જ્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સવારે 3:56 વાગ્યા સુધી રહેશે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે કેટલીક રાશિઓને કારકિર્દી અને વ્યવસાયમાં નવી તકો મળી શકે છે, તો કેટલીક રાશિઓએ નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર પડશે. આવો જાણીએ, તમામ 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે.
મેષ રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમારા મોટાભાગનાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જોકે, કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાયમાં પ્રગતિ માટે નવી તકો ઊભી થઈ શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો. આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે અને તમે જીવનની ખુશીઓનો ભરપૂર આનંદ માણી શકશો.
શુભ રંગ - લાલ
શુભ અંક - 8
મહત્વપૂર્ણ ટિપ- ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાને બદલે વડીલોની સલાહ લો.
ઉપાય- કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાનનું સ્મરણ કરો.
વૃષભ રાશિ :
આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. લાંબા સમયથી અટકેલાં કામ આજે સરળતાથી પૂર્ણ થઈ શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી પાર્ટીમાં મનપદ મળી શકે છે. મિત્રો સાથે મોજમસ્તીભરી સફરનું આયોજન પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને દિવસ આનંદમાં પસાર થશે. આજે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું શુભ રહેશે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહેશે.
શુભ રંગ - મેજેન્ટા
શુભ અંક - 4
મહત્વપૂર્ણ ટિપ- મળેલી તકોનો લાભ લો અને અધૂરાં કામ સમયસર પૂર્ણ કરો.
ઉપાય- જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો.
મિથુન રાશિ :
આજે તમારો દિવસ સારો રહેશે. તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થઈ શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધશે. આજે તમે નવી યોજનાઓ બનાવી શકો છો અને લાંબા સમયથી અટકેલાં કામ ફરી શરૂ કરવાની તક મળશે. તમારા વિચારોમાં સકારાત્મકતા રહેશે. દિવસની શરૂઆતમાં મધ ખાઈને બહાર નીકળવું તમારા માટે શુભ માનવામાં આવે છે.
શુભ રંગ - પીળો
શુભ અંક - 6
મહત્વપૂર્ણ ટિપ- નવી યોજનાઓ બનાવવાની સાથે અટકેલાં કામ પૂર્ણ કરવા પર ધ્યાન આપો.
ઉપાય- સવારે ભગવાનની પૂજા કરીને દિવસની શરૂઆત કરો.
કર્ક રાશિ :
આજનો દિવસ તમારા પરિવારમાં નવી ખુશીઓ લઈને આવી શકે છે. નાની-નાની બાબતોમાં સમય બગાડવાને બદલે મહત્ત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન આપો. વિદ્યાર્થીઓને આજે અપેક્ષા મુજબ સફળતા ન પણ મળે. જોકે, નવા વ્યવસાય કે સાહસ વિશે વિચારવાથી આર્થિક લાભની તકો ઊભી થઈ શકે છે. લોકો તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે સલાહ લઈ શકે છે. કેટલીક બાબતોમાં પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે મૂંઝવણ થઈ શકે છે. નોકરીની સારી ઓફર મળવાની પણ શક્યતા છે. જરૂર પડે ત્યાં સમાધાન કરવાની તૈયારી રાખવી પડશે.
શુભ રંગ - લીલો
શુભ અંક - 1
મહત્વપૂર્ણ ટિપ- નાની બાબતોમાં સમય બગાડ્યા વિના મહત્ત્વપૂર્ણ નિર્ણયો સમજી-વિચારીને લો.
ઉપાય- પરિવારના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો.
સિંહ રાશિ :
આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવશે. પરિવારની અપેક્ષાઓ પૂરી કરવા માટે સારો સમય છે. જોકે, આર્થિક બાબતોને લઈને થોડી ચિંતા થઈ શકે છે અને કામ કરવાની ઇચ્છામાં પણ ઘટાડો અનુભવાઈ શકે છે. જીવનસાથી સાથે ખરીદી કરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ અનુભવાય તો આરામને પ્રાથમિકતા આપો. ઘરની બહાર નીકળતાં પહેલાં થોડું દહીં ખાવું શુભ માનવામાં આવે છે.
શુભ રંગ - નારંગી
શુભ અંક - 5
મહત્વપૂર્ણ ટિપ- આર્થિક ચિંતામાં ઉતાવળિયા નિર્ણયો ન લો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ઉપાય- ભગવાન સૂર્યને જળ અર્પણ કરીને પ્રાર્થના કરો.
કન્યા રાશિ :
આજે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે. જીવનમાં આગળ વધવા માટે કેટલીક સારી તકો પ્રાપ્ત થશે. તમારા વિચારો સકારાત્મક રાખશો તો તેના સારા પરિણામો પણ જોવા મળશે. મિત્રો સાથે મનની વાતો અને વિચારો શેર કરવાથી હળવાશ અનુભવશો. તમારી ઇચ્છાઓ પૂર્ણ કરવાની તક મળી શકે છે. કોઈ નવી બાબત જાણવાની ઉત્સુકતા રહેશે. આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને દિવસ આનંદપૂર્વક પસાર થવાની શક્યતા છે.
શુભ રંગ - ગુલાબી
શુભ અંક - 2
મહત્વપૂર્ણ ટિપ- મળેલી નવી તકોનો લાભ લેવા માટે આત્મવિશ્વાસ જાળવી રાખો.
ઉપાય- જરૂરિયાતમંદ વ્યક્તિને શક્ય હોય તેટલી મદદ કરો.
તુલા રાશિ :
આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવભર્યો રહી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલી સમસ્યાઓ ઉકેલવા માટે કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળી શકે છે. આજે સક્રિય રહેવું ખૂબ જરૂરી છે. સમય બગાડ્યા વિના સૌથી પહેલાં મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરો, નહીં તો જરૂરી કામ અધૂરાં રહી શકે છે. વિવાહિત લોકો માટે દિવસ સામાન્ય રહેશે. સવારે ઊઠીને ધરતી માતાને સ્પર્શ કરી નમન કરવું શુભ માનવામાં આવે છે.
શુભ રંગ - જાંબલી
શુભ અંક - 7
મહત્વપૂર્ણ ટિપ- સમયનું યોગ્ય આયોજન કરો અને મહત્ત્વપૂર્ણ કામમાં વિલંબ ન કરો.
ઉપાય- સવારે ધરતી માતાને નમન કરીને દિવસની શરૂઆત કરો.
વૃશ્ચિક રાશિ :
આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈને આવ્યો છે. મનમાં કોઈ નવી યોજના હોય તો તેના પર કામ શરૂ કરવા માટે સારો સમય છે. મિત્રો તરફથી સહયોગ મળી શકે છે અને કેટલીક રસપ્રદ માહિતી પણ જાણવા મળશે. કાર્યસ્થળે પ્રોત્સાહન મળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કામ કરતી વખતે તમે આરામદાયક અનુભવશો. નજીકના સ્થળે મુસાફરી કરવાની શક્યતા છે. તમારી મહેનતનું પરિણામ મળવાથી દિવસભરનો થાક દૂર થશે. લોકો તમારી કાર્યનિષ્ઠાથી પ્રભાવિત થઈ શકે છે.\
શુભ રંગ - સમુદ્રી લીલો
શુભ અંક - 4
મહત્વપૂર્ણ ટિપ- નવી યોજનાઓ પર કામ શરૂ કરો, પરંતુ સમય અને શક્તિનું યોગ્ય આયોજન રાખો.
ઉપાય- ભગવાન શિવની પૂજા કરીને સુખ-શાંતિની પ્રાર્થના કરો.
ધનુ રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે. તમારી મહેનતનું બમણું પરિણામ મળવાની શક્યતા છે. કાર્યસ્થળે કોઈ ખાસ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી આર્થિક લાભ પણ થઈ શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તનની તક મળી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. દિવસ વ્યસ્ત રહેશે, તેથી સમયનું મહત્ત્વ સમજીને તમારા કામ પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.
શુભ રંગ - આકાશી વાદળી
શુભ અંક - 3
મહત્વપૂર્ણ ટિપ- વ્યસ્તતા વચ્ચે સમયનું યોગ્ય આયોજન કરો અને કામમાં એકાગ્રતા જાળવો.
ઉપાય- ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરો.
મકર રાશિ :
આજનો દિવસ સામાન્ય રીતે સારો રહી શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓ રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે, જેનાથી સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ મળશે. જીવનસાથીની નાની ભૂલોને અવગણવી અને બિનજરૂરી દલીલોથી દૂર રહેવું તમારા માટે યોગ્ય રહેશે. આત્મવિશ્વાસ ઊંચો રહેશે, પરંતુ તેનો ખોટો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. બીજી તરફ, ખર્ચમાં વધારો થઈ શકે છે. સમય બગાડવાને બદલે પોતાને રચનાત્મક કામમાં વ્યસ્ત રાખો અને શક્ય હોય ત્યાં બીજાને મદદ કરો.
શુભ રંગ - પીચ
શુભ અંક - 6
મહત્વપૂર્ણ ટિપ- વધતા ખર્ચ પર નિયંત્રણ રાખો અને જીવનસાથી સાથે બિનજરૂરી દલીલો ટાળો.
ઉપાય- જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો અને વડીલોના આશીર્વાદ લો.
કુંભ રાશિ :
આજે તમને એક પછી એક સારા સમાચાર મળી શકે છે. નવા સ્ત્રોતોમાંથી અચાનક નાણાંકીય લાભ થવાની શક્યતા છે. ઘરમાં અને આસપાસ ખુશનુમા વાતાવરણ રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને પ્રગતિ માટે અનેક નવા વિકલ્પો મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક મૂંઝવણનો ઉકેલ મળવાથી ઘર અને કાર્યસ્થળે શાંતિ અનુભવશો. સમાજમાં માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે તમારા રોજિંદા આહારમાં મોસમી ફળોનો સમાવેશ કરો.
શુભ રંગ - જાંબલી
શુભ અંક - 4
મહત્વપૂર્ણ ટિપ- અચાનક મળેલા નાણાંનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ઉપાય- ભગવાનનું સ્મરણ કરીને જરૂરિયાતમંદને ફળનું દાન કરો.
મીન રાશિ :
આજે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી ખુશીમાં વધારો થશે. જીવનસાથીનો સહયોગ મળવાથી મહત્ત્વપૂર્ણ કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનવાની શક્યતા છે. કોઈ શુભ પ્રસંગે મુસાફરી કરવાનું આયોજન બની શકે છે. કાર્યસ્થળે કોઈ સહકર્મી સાથે સારી મિત્રતા થઈ શકે છે. પરિવારના સભ્યો એકબીજાના સહયોગથી ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે. એકંદરે પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે.
શુભ રંગ - કાળો
શુભ અંક - 9
મહત્વપૂર્ણ ટિપ- પરિવાર અને જીવનસાથી સાથે સંવાદ જાળવો તથા મળેલા સહયોગનો આદર કરો.
ઉપાય- પરિવાર સાથે સમય વિતાવો અને ભગવાનની પ્રાર્થના કરો.








