Horoscope Today, 15 September 2026: ગુજરાતી પંચાંગ અનુસાર, 15 સપ્ટેમ્બર 2026, મંગળવારના રોજ ભાદરવા સુદ ચોથ અને પાંચમ છે. આજે ચંદ્ર રાશિ તુલા રહેશે. રાહુકાળ બપોરે 3:37થી 5:08 વાગ્યા સુધી રહેશે. ચતુર્થી તિથિ સવારે 7:45 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ પંચમી તિથિ શરૂ થશે. આજે ઋષિ પંચમીનો તહેવાર પણ છે. ઇન્દ્ર યોગ બપોરે 12:20 વાગ્યા સુધી રહેશે અને સ્વાતિ નક્ષત્ર બપોરે 3:21 વાગ્યા સુધી પ્રબળ રહેશે. આ ઉપરાંત આજે વિનાયક ગણેશ ચતુર્થીનું વ્રત છે. ધાર્મિક દૃષ્ટિએ આજનો દિવસ વિશેષ માનવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિને કારણે કેટલીક રાશિઓ માટે નોકરી, વ્યવસાય અને આર્થિક ક્ષેત્રે લાભના યોગ બનશે, જ્યારે કેટલીક રાશિઓએ સ્વાસ્થ્ય અને ખર્ચ અંગે સાવધાની રાખવી પડશે. આવો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે 15 સપ્ટેમ્બરનો દિવસ કેવો રહેશે.
મેષ રાશિ :
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વ્યવસાયમાં સારો નફો મળવાથી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખુશીઓથી ભરેલો રહેશે અને તેઓ પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકે છે. અન્ય લોકો શું કહે છે તેના પર પણ ધ્યાન આપીને તેમની વાત સમજવાનો પ્રયાસ કરશો તો ફાયદો થશે. આજે ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો. કાનૂની બાબતોમાં પણ રાહત મળી શકે છે અને કોઈ કેસમાં વિજય મળવાની શક્યતા છે.
શુભ રંગ - લીલો
શુભ અંક - 4
વૃષભ રાશિ :
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ભાગીદારીમાં નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો, જે ભવિષ્યમાં સારો નફો આપી શકે છે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થતાં નવા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જીવનસાથી સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન બની શકે છે. મહત્વપૂર્ણ કાર્યોમાં સકારાત્મક ફેરફાર થશે, જેનાથી તમને આનંદ મળશે. ઘર અથવા ઓફિસનું નવીનીકરણ કરવાનું વિચારી શકો છો અને તેમાં સફળતા મળી શકે છે.
શુભ રંગ - પીચ
શુભ અંક - 6
મિથુન રાશિ :
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે અને કોઈ સારી કંપની તરફથી ઓફર મળવાની શક્યતા છે. ઓફિસના કામમાં બિનજરૂરી સલાહ લેવાને બદલે કોઈ વિશ્વાસુ વ્યક્તિની મદદ લેવી વધુ ફાયદાકારક રહેશે. પરિવારના સંબંધોમાં મધુરતા વધશે અને બાળકો સાથે સમય પસાર કરવાની તક મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું જરૂરી રહેશે. યોગ્ય કાળજી રાખશો તો દિવસ સુખદ રહેશે.
શુભ રંગ - મરૂન
શુભ અંક - 3
કર્ક રાશિ :
આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાયિક વ્યવહારોમાં ઉતાવળ ન કરતા દરેક નિર્ણય સમજી-વિચારીને લેવો જરૂરી રહેશે. પોતાના કામ સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપશો. લગ્નજીવન સુખમય રહેશે અને બાળકો તરફથી ખુશી મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરી શકે છે અથવા ઇન્ટરવ્યૂમાં હાજરી આપી શકે છે. નાણાકીય સ્થિતિ અગાઉ કરતાં સારી રહેશે અને કોઈને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે.
શુભ રંગ - ચાંદી
શુભ અંક - 2
સિંહ રાશિ :
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જીવનસાથી માટે ભેટ ખરીદવાની સાથે ઘરની સજાવટ માટે ઘરગથ્થુ વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ રાશિની મહિલાઓ કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકે છે અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જોકે, બીજાના કામકાજમાં બિનજરૂરી દખલ કરવાનું ટાળવું, કારણ કે તેનાથી વિપરીત પરિણામ મળી શકે છે.
શુભ રંગ - લાલ
શુભ અંક - 9
કન્યા રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. કોઈ નજીકના વ્યક્તિની મદદથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરી શકશો. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. મિત્રો સાથે સમય પસાર કરવાનો અને કોઈ મિત્રની જન્મદિવસની પાર્ટીનો આનંદ માણવાનો મોકો મળશે. પિતરાઈ ભાઈ સાથે પૈતૃક સંપત્તિ અંગે ચર્ચા થઈ શકે છે અને તેની સલાહ તમારા માટે ઉપયોગી રહેશે. આજે સાહિત્ય વાંચવા અને લખવામાં રસ વધશે અને કોઈ પાસેથી સાહિત્યિક પુસ્તક પણ મળી શકે છે.
શુભ રંગ - લાલ
શુભ અંક - 8
તુલા રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. વ્યવસાયમાં નોંધપાત્ર નાણાકીય લાભ મળવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં સફળતા મળવાની શક્યતા છે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અનુભવ કરશો. લાંબા સમયથી નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આજે તે ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. ઘરની સફાઈ દરમિયાન ખોવાયેલી કોઈ વસ્તુ મળી શકે છે. સાંજે મિત્રો સાથે સમય પસાર કરીને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરશો.
શુભ રંગ - વાદળી
શુભ અંક - 5
વૃશ્ચિક રાશિ :
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. મહેનત અને સમર્પણથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં સફળતા મળશે, જેના કારણે માતા-પિતાને તમારા પર ગર્વ થશે. નજીકના કોઈ વ્યક્તિ તરફથી સારા સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આશીર્વાદ અને માનસિક સંતોષ મળશે. ઓફિસમાં કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમારી મહેનત પ્રમાણે સફળતા મળશે અને આર્થિક સ્થિતિ પણ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે.
શુભ રંગ - આકાશી વાદળી
શુભ અંક - 1
ધનુ રાશિ :
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ટ્રાન્સફર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે, જેનાથી કામકાજ સરળ બનશે. નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો આજનો દિવસ અનુકૂળ છે. જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે તથા સાથે ધાર્મિક સ્થળની મુલાકાતનું આયોજન થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત શોધવામાં સફળતા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. હોટેલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો આજે નવી વાનગીઓ બનાવવાનો પ્રયાસ કરશે.
શુભ રંગ - કાળો
શુભ અંક - 7
મકર રાશિ :
આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. લાંબા સમયથી અટકેલું કોઈ કામ પૂર્ણ થતાં તમને ખુશી મળશે. વ્યવસાયમાં જરૂરી ફેરફારો અંગે ચર્ચા કરી શકો છો અને કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા વધુ સારી બનશે. પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે દિવસ સારો રહેશે અને જીવનસાથી અથવા પ્રિય વ્યક્તિ સાથે ફિલ્મ જોવાનો પ્લાન બની શકે છે. નસીબનો સાથ મળવાથી યોજનાઓ સફળ થશે. જો, કે બદલાતા હવામાનમાં સ્વાસ્થ્ય અને ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવું.
શુભ રંગ - સોનેરી
શુભ અંક - 9
કુંભ રાશિ :
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કાર્યસ્થળે થોડી વધુ મહેનત કરવી પડશે, પરંતુ સહકર્મીનો સહયોગ મળવાથી કામ સરળ બની જશે. વિદેશી કંપની તરફથી નોકરીની ઓફર મળવાની શક્યતા છે, જે કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સર્જનાત્મક કાર્યોમાં રસ વધશે અને બાળકોને ચિત્રકામ શીખવવાનો મોકો મળશે. તમારા કામથી આસપાસના લોકો પ્રભાવિત થશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે અને કોઈ સંસ્થા સાથે જોડાવાની તક પણ મળી શકે છે.
શુભ રંગ - નારંગી
શુભ અંક - 8
મીન રાશિ :
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. નવી બાબતો તરફ તમારું ધ્યાન ખેંચાશે અને કંઈક મોટું કરવાની પ્રેરણા મળશે. લાંબા સમય પછી બાળકો સાથે સમય પસાર કરવાની તક મળી શકે છે. બજારમાં અટવાયેલા પૈસા પરત મળવાથી તમારા કામને આગળ વધારવામાં મદદ મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ રહેશે અને શિક્ષકો તરફથી પ્રશંસા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ યોજના બનાવવામાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે સફળતા મેળવવી સરળ બનશે.
શુભ રંગ - જાંબલી
શુભ અંક - 4








