Horoscope Today, 10 September 2026: ગુજરાતી પંચાંગ અનુસાર, 10 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ શ્રાવણ વદ ચૌદસ છે. આજે ચંદ્ર રાશિ સિંહ રહેશે. રાહુકાળ બપોરે 2:08થી 3:40 વાગ્યા સુધી રહેશે. ચતુર્દશી તિથિ સવારે 10:34 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ અમાવસ્યા તિથિ શરૂ થશે. સિદ્ધ યોગ સાંજે 7:18 વાગ્યા સુધી રહેશે અને માઘ નક્ષત્ર બપોરે 2:05 વાગ્યા સુધી રહેશે. આજે શ્રાદ્ધ અને અન્ય શુભ પ્રસંગો માટેની અમાવસ્યા છે. ગ્રહ-નક્ષત્રોની સ્થિતિને કારણે કેટલીક રાશિઓને વ્યવસાય, કારકિર્દી અને આર્થિક ક્ષેત્રમાં લાભ મળી શકે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે પરિવાર અને સંબંધોની દૃષ્ટિએ દિવસ સારો રહેશે. જો, કે કેટલીક રાશિઓએ આજે સાવધાનીપૂર્વક આગળ વધવાની જરૂર રહેશે. આવો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે 10 સપ્ટેમ્બરનો દિવસ કેવો રહેશે.
મેષ રાશિ :
આજનો દિવસ તમારા માટે ખાસ અને સુખદ રહેશે. વ્યવસાયમાં સારો નફો મળવાની શક્યતા છે અને ઘર-પરિવારમાં ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. નોકરીમાં વરિષ્ઠ અધિકારી સાથે ટ્રાન્સફર અથવા પ્રમોશન અંગે ચર્ચા કરી શકો છો અને તેમાં સફળતા મળવાની શક્યતા છે. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે નવી યોજના બનાવશો, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો અને તેમના આશીર્વાદથી તમને માનસિક સંતોષ મળશે.
શુભ રંગ - કાળો
શુભ અંક - 5
વૃષભ રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમે કોઈ ફેક્ટરીના કર્મચારીને ભેટ આપશો, જેના કારણે તેમને ખુશી મળશે અને તેઓ વધુ ઉત્સાહથી કામ કરશે. આજે તમારે બિનજરૂરી વાતચીતથી દૂર રહીને પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સારી નોકરીની શોધમાં રહેલા લોકોને કોઈ IT કંપની તરફથી ઓફર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી તક મળવાથી કારકિર્દીને નવી દિશા મળી શકે છે. જોકે, કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના દરેક પાસા પર સારી રીતે વિચાર કરવો જરૂરી રહેશે.
શુભ રંગ - લાલ
શુભ અંક - 3
મિથુન રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. રોજગારની નવી તકો મળી શકે છે અને કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાથી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. મિલકતમાં રોકાણ કરવાનો વિચાર કરી શકો છો અને કોઈ વેપારી પાસેથી સારો સોદો મળવાની શક્યતા છે. કામકાજના કારણે કોઈ પારિવારિક કાર્યક્રમમાં મોડા પહોંચતા પરિવારના સભ્યો તમારી ફરિયાદ કરી શકે છે. જોકે, અગાઉ કોઈને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે, જેનાથી આર્થિક રાહત મળશે. મળેલી રકમનો ઉપયોગ તમે તમારી વ્યક્તિગત જરૂરિયાતો માટે કરી શકશો.
શુભ રંગ - સફેદ
શુભ અંક - 6
કર્ક રાશિ :
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. તમે એવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો, જેનાથી અન્ય લોકોને રોજગારની તક મળી શકે છે. જીવનને જોવાનો તમારો દૃષ્ટિકોણ બદલાશે અને તમને નવી ઊર્જા તથા સકારાત્મકતા અનુભવાશે. આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા લોકો માટે દિવસ સારો રહેશે અને તેઓ પોતાના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી નવી બાબતો શીખી શકશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે અને પરિવારના સભ્યો માટે ભેટ ખરીદવાનો વિચાર કરી શકો છો. મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન પણ બની શકે છે.
શુભ રંગ - વાદળી
શુભ અંક - 8
સિંહ રાશિ :
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમે પોતાના કાર્યો સમયસર પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશો અને જીવનસાથીનો સહયોગ પણ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કોઈ વિષય સમજવામાં વરિષ્ઠોની મદદ મળશે. લગ્નજીવનમાં પ્રેમ અને સુમેળ જળવાઈ રહેશે અને જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. આજે બીજા પર આધાર રાખવાને બદલે પોતાના નિર્ણય અને ક્ષમતાઓ પર વિશ્વાસ રાખશો. આત્મનિર્ભર બનીને કરેલા પ્રયાસો તમને સારા પરિણામ આપી શકે છે.
શુભ રંગ - સોનેરી
શુભ અંક - 7
કન્યા રાશિ :
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. વ્યવસાયમાં સારો નાણાકીય લાભ મળી શકે છે અને વ્યાવસાયિક સંબંધો વધુ મજબૂત બનશે. કોઈ મહત્વપૂર્ણ બાબત સમજવામાં પિતાનો સહયોગ મળશે. સરકારી નોકરી કરતા લોકોને ટ્રાન્સફરના સમાચાર મળી શકે છે અને નવી જવાબદારીઓ પણ સોંપાઈ શકે છે. મિલકત સંબંધિત અટકેલા કામ આજે પૂર્ણ થવાની શક્યતા છે, જેના કારણે તમારો માનસિક બોજ હળવો થશે. દિવસના અંતે તમને સંતોષ અને રાહતનો અનુભવ થશે.
શુભ રંગ - લીલો
શુભ અંક - 6
તુલા રાશિ :
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પૂર્વજોના વ્યવસાયને સારી રીતે સંભાળવામાં સફળ થશો, જેના કારણે પિતા તમારા કામથી ખુશ થશે. બિનજરૂરી બાબતોને બાજુ પર રાખીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો, જેના કારણે તમારા કાર્યો સમયસર પૂર્ણ થશે. કોઈ સરળ અને સારા સ્વભાવની વ્યક્તિની મદદ કરશો, જે બદલામાં તમને સકારાત્મક પ્રતિસાદ આપશે. બાળકો સાથે આનંદભર્યો સમય પસાર કરવાથી પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા સ્નેહ અને સહયોગથી બાળકો પણ ખૂબ ખુશ થશે.
શુભ રંગ - ગુલાબી
શુભ અંક - 4
વૃશ્ચિક રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમારા કામથી બોસ ખુશ થઈ શકે છે અને તમને પ્રમોશન મળવાની શક્યતા પણ છે. તમારી વાતચીત કરવાની કળા અન્ય લોકોને પ્રભાવિત કરશે, જેનાથી કાર્યક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. જોકે, કોર્ટ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જરૂરી રહેશે અને જરૂર પડે તો અનુભવી વકીલની સલાહ લેવી ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે અને ઈન્ટરવ્યૂ અથવા વિવા હોય તો સફળતા મળવાની શક્યતા છે.
શુભ રંગ - મજેન્ટા
શુભ અંક - 2
ધનુ રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. વ્યવસાયમાં સારો નફો મળી શકે છે અને પરિવારની ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલું કોઈ સરકારી કામ અધિકારીની મદદથી પૂર્ણ થઈ શકે છે. રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેશે અને સારું પ્રદર્શન કરી શકે છે. આજે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે, જેના કારણે મનને શાંતિ મળશે. કોઈ કાર્યક્રમમાં હાજરી આપશો, જ્યાં તમારી હાજરીથી આસપાસના લોકો પણ ખુશ થશે.
શુભ રંગ - નારંગી
શુભ અંક - 3
મકર રાશિ :
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમારી મોટાભાગની આયોજિત યોજનાઓ પૂર્ણ થશે અને ત્યારબાદ નવી યોજનાઓ બનાવવાનું શરૂ કરશો. વ્યવસાય માટે નવા વિચારો આવશે અને કોઈ નિષ્ણાતની સલાહ લઈને તેને વધુ સારી રીતે અમલમાં મૂકી શકશો. સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓમાંથી રાહત મળવાથી તમે તંદુરસ્ત અનુભવશો. થોડો સમય એકલા વિતાવીને પોતાની શક્તિઓ અને નબળાઈઓ પર વિચાર કરશો. કૌટુંબિક જવાબદારીઓ પણ સારી રીતે પૂર્ણ કરી શકશો.
શુભ રંગ - મરૂન
શુભ અંક - 9
કુંભ રાશિ :
આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. લાંબા સમયથી જે વસ્તુ મેળવવા માટે મહેનત કરી રહ્યા હતા, તે આજે પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી સાથે મળીને કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો, જે ભવિષ્યમાં સારો નાણાકીય લાભ આપી શકે છે. નજીકની કોઈ વ્યક્તિ દ્વારા આર્થિક લાભ મળવાની શક્યતા છે અને સંબંધોમાં પણ મજબૂતી આવશે. આજે વાંચન અને લેખનમાં સમય પસાર કરવાથી મનને તાજગી મળશે. કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
શુભ રંગ - ભૂરો
શુભ અંક - 7
મીન રાશિ :
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરી શકો છો, જે ભવિષ્યમાં નોંધપાત્ર લાભ આપી શકે છે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણની યોજના બનાવશો. પડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમની સાથે મુલાકાત વધશે. તમે પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ પ્રમાણિકતા રાખશો, જેના કારણે સફળતા ઝડપથી મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને સારી તબિયતના કારણે તમે સામાન્ય કરતાં વધુ કાર્યક્ષમતા સાથે કામ કરી શકશો.
શુભ રંગ - રાખોડી
શુભ અંક - 1








