ટૉપ ન્યૂઝ

યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈરાનની હાઈલેવલ મીટિંગ! ન્યૂયોર્કમાં કુશનર-વિટફોકની 3 કલાક સુધી ચાલી મંત્રણા

23 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈરાનની હાઈલેવલ મીટિંગ! ન્યૂયોર્કમાં કુશનર-વિટફોકની 3 કલાક સુધી ચાલી મંત્રણા

UNGA US Iran Meeting: ન્યૂયોર્કમાં ચાલી રહેલી યુએન જનરલ એસેમ્બલી (UNGA) દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ રાજદ્વારી સંપર્ક થયો છે. અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનરે ઈરાની પ્રતિનિધિમંડળ સાથે લગભગ ત્રણ કલાક સુધી બેઠક કરી હતી. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ આ ચર્ચામાં સામેલ હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેઠકને “ખૂબ સારી” અને “ખૂબ જ પ્રોડક્ટિવ” ગણાવી હતી.

હોર્મુજ ખાડી ખોલવા ઈરાનની શરતો
ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, અરાઘચીએ હોર્મુજ ખાડી ફરીથી ખોલવા માટે કેટલીક શરતો રજૂ કરી હતી. તેમાં અમેરિકાની નૌસૈનિક નાકાબંધી તાત્કાલિક હટાવવી, ફ્રિઝ કરવામાં આવેલી ઈરાની સંપત્તિ અને ફંડ જારી કરવાં તથા તમામ મોરચે યુદ્ધનો અંત લાવવાનો સમાવેશ થાય છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ રોઇટર્સને પણ જણાવ્યું હતું કે અમેરિકી દબાણ અને નાકાબંધી હળવી કરવામાં આવે તો ઈરાન એક સપ્તાહમાં હોર્મુજ ખાડી ખોલી શકે છે.

ટ્રમ્પની ધમકી બાદ જ બેઠક
આ બેઠક એવા સમયે થઈ જ્યારે ટ્રમ્પે યુએન મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન ઈરાન સાથે સમજૂતી નહીં થાય તો ગંભીર સૈન્ય કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ થોડા જ સમયમાં ન્યૂયોર્કમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે લાંબી બેઠક થઈ. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ બેઠક બાદ આગળ પણ ટૂંક સમયમાં બીજી બેઠક યોજાઈ શકે છે.

ઈરાની પ્રતિનિધિમંડળે ટ્રમ્પના ભાષણનો કર્યો વિરોધ
ટ્રમ્પે પોતાના UNGA ભાષણમાં ઈરાન પર આકરા પ્રહાર કર્યા હતા અને સમજૂતી અથવા ગંભીર પરિણામોનો વિકલ્પ રજૂ કર્યો હતો. આ દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળના સભ્યો વિરોધરૂપે હોલમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, ત્યારબાદ બંને દેશો વચ્ચે ન્યૂયોર્કમાં રાજદ્વારી સંપર્ક આગળ વધ્યો છે. હાલ હોર્મુજ ખાડી ફરી ખોલવી, યુદ્ધનો અંત અને નાકાબંધી જેવા મુદ્દા ચર્ચાના કેન્દ્રમાં છે.

Tags:
#Diplomacy#WorldNews#UNGA2023#USIranTalksહોર્મુઝ સ્ટ્રેટ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026