ટૉપ ન્યૂઝ

ઉજ્જૈનમાં શાહી મસ્જિદ પર બુલડોઝર એક્શન પહેલા હોબાળો, પ્રદર્શકારીઓએ પોલીસ પર કર્યો પથ્થરમારો

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ઉજ્જૈનમાં શાહી મસ્જિદ પર બુલડોઝર એક્શન પહેલા હોબાળો, પ્રદર્શકારીઓએ પોલીસ પર કર્યો પથ્થરમારો

Ujjain Shahi Masjid Bulldozing: મધ્યપ્રદેશના ધાર્મિક નગર ઉજ્જૈનના અબ્દલાપુરા વિસ્તારમાં શાહી મસ્જિદના એક ભાગને હટાવવાની પ્રશાસનિક કાર્યવાહીને લઈને ભારે હોબાળો મચી ગયો છે. સ્થિતિ એટલી તણાવપૂર્ણ બની ગઈ છે કે ભારે વિરોધ વચ્ચે હવે ખુદ મુસ્લિમ સમાજની અંદર જ બે અલગ-અલગ પ્રકારના મત જોવા મળી રહ્યા છે. જ્યાં એક પક્ષ મસ્જિદના વિવાદિત ભાગને જાતે જ હટાવવા માટે તૈયાર છે, તો વળી બીજો પક્ષ આ કાર્યવાહીના વિરોધમાં ઉગ્ર બનીને અડગ ઊભો છે.

બે દિવસથી મસ્જિદની બહાર ચાલી રહ્યો છે ભારે વિરોધ
છેલ્લા બે દિવસથી શાહી મસ્જિદને તોડવામાં આવવાની અટકળો અને ખબરો વચ્ચે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદની બહાર એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. રવિવારે રાત્રે જ્યારે ભારે પોલીસ કાફલાની સાથે જેસીબી (JCB) અને પોક્લેન્ડ મશીનો ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

સમગ્ર વિસ્તારમાં 2000 જેટલા પોલીસ જવાનો તૈનાત
સ્થિતિ વણસતી અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે આશરે 2000 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મસ્જિદની આસપાસ 500 મીટરના ઘેરાવામાં બેરિકેડિંગ કરીને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓની હાજરી પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. પોલીસ અને વહીવટી અધિકારીઓની સમજાવટ બાદ રાત્રે ભીડ શાંત પડી હતી, પરંતુ આજે સવારથી ફરી માહોલ ગરમાયો હતો.

ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો
સોમવારે સવારે પણ વિસ્તારમાં ભારે હંગામો અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના જવાબમાં પોલીસે ભીડને ખદેડવા માટે ટીયરગેસના ગોળા છોડવા પડ્યા હતા. આગામી સિંહસ્થ મહાકુંભને ધ્યાનમાં રાખીને કંઠાલ ચોરાજાથી લઈને ગોપાલ મંદિર સુધીના અંદાજે 900 મીટર લાંબા માર્ગને 15 મીટર પહોળો કરવાનું આયોજન છે. આ રોડની હદમાં કુલ 7 ધાર્મિક સ્થળો આવી રહ્યા છે, જેમાંથી મોટાભાગના સ્થળોને પરસ્પર સહમતિથી હટાવી લેવામાં આવ્યા છે.

હાઈકોર્ટમાં આજે થશે સુનાવણી
જોકે, ખડે હનુમાન મંદિરથી લઈને ગોપાલ મંદિર સુધીના માર્ગ પર આવતી એક મજાર, ખડે હનુમાન મંદિર અને શાહી મસ્જિદને લઈને સ્થિતિ અત્યંત સંવેદનશીલ બનેલી છે. આ મામલે કાનૂની લડાઈ પણ ચાલી રહી છે. રોડ પહોળા કરવાની કામગીરીની ઝપેટમાં આવી રહેલી શાહી મસ્જિદને બચાવવા માટે મુસ્લિમ સમાજનો એક વર્ગ મધ્યપ્રદેશ હાઈકોર્ટના દરવાજે પહોંચ્યો છે, આજે આ મહત્વપૂર્ણ મામલે સુનાવણી હાથ ધરાશે.

Tags:
ધાર્મિક વિવાદCourt CaseLaw and OrderMadhya PradeshUjjain Latest
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026