ટૉપ ન્યૂઝ

'હોર્મુઝ પર અમારો કબજો'! ટ્રમ્પના નિવેદનથી ક્રૂડ ઓઈલ 96 ડૉલરને પાર

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'હોર્મુઝ પર અમારો કબજો'! ટ્રમ્પના નિવેદનથી ક્રૂડ ઓઈલ 96 ડૉલરને પાર

Donald Trump and Hormuz: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટને લઈને કરાયેલા એક મોટા દાવાથી વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે. ટ્રમ્પના નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ જાપાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગ સહિતના એશિયન શેરબજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.

ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે વ્યાપારિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે.

ઈરાન સાથે વાટાઘાટોની અફવાઓ ફગાવી
ટ્રમ્પે ઈરાન સાથે સમજૂતી અથવા વાટાઘાટો અંગેના મીડિયા અહેવાલોને પણ ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન સમજૂતી પર હસ્તાક્ષર કરે છે કે નહીં તેની તેમને પરવા નથી. ટ્રમ્પે પોતાના નિવેદનમાં ભારપૂર્વક કહ્યું હતું કે હાલની સ્થિતિ અમેરિકાની તરફેણમાં છે, કારણ કે હોર્મુઝ પર અમેરિકાનું નિયંત્રણ છે અને ઈરાનની આર્થિક સ્થિતિ અત્યંત નબળી બની ગઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો
હોર્મુઝ સ્ટ્રેટ અંગે ટ્રમ્પના દાવા બાદ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટમાં ભારે હલચલ જોવા મળી હતી. વિશ્વના તેલ પુરવઠાના મોટા હિસ્સા માટે મહત્વપૂર્ણ આ માર્ગને લઈને વધેલી ચિંતાના કારણે ભાવમાં તેજી આવી હતી.

  • Brent Crude: પ્રતિ બેરલ $96ની સપાટી પાર

  • WTI Crude: પ્રતિ બેરલ $92ની નજીક

  • Murban Crude: પ્રતિ બેરલ $104થી ઉપર

હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ પ્રકારનું લાંબું વિક્ષેપ વૈશ્વિક ઊર્જા બજાર માટે ગંભીર બની શકે છે, કારણ કે આ માર્ગ મારફતે મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ અને અન્ય ઊર્જા ઉત્પાદનોનું પરિવહન થાય છે.

એશિયન શેરબજારોમાં ભારે વેચવાલી
ક્રૂડ ઓઈલના વધતા ભાવ સાથે એશિયન શેરબજારોમાં પણ રોકાણકારોમાં ચિંતા વધી છે. જાપાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગના બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ લાંબો ચાલે તો ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી વૈશ્વિક મોંઘવારી પર ફરી દબાણ આવી શકે છે. સાથે જ ઈંધણ ખર્ચ વધવાથી વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિ પર અસર પડવાની આશંકા છે.

વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થઈ શકે?
હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધતો સૈન્ય તણાવ હવે માત્ર અમેરિકા અને ઈરાન પૂરતો સીમિત રહ્યો નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થાય તો તેની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ, પરિવહન ખર્ચ, મોંઘવારી અને શેરબજારો પર પડી શકે છે. આગામી દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ, અમેરિકા-ઈરાન વચ્ચેનો સૈન્ય તણાવ અને ક્રૂડ ઓઈલની સપ્લાય અંગેના સંકેતો વૈશ્વિક બજારો માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે.

Tags:
મિડલ ઈસ્ટ તણાવઈરાન અમેરિકા યુદ્ધબ્રેન્ટ ક્રૂડક્રૂડ ઓઈલના ભાવહોર્મુઝ પર કબજો
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026