ટૉપ ન્યૂઝ

આંધ્ર પ્રદેશ: ટાટાનગર–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, અકસ્માતમાં 1નું મોત અને અનેક ઘાયલ

29 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
આંધ્ર પ્રદેશ: ટાટાનગર–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, અકસ્માતમાં 1નું મોત અને અનેક ઘાયલ

Tatanagar Ernakulam Express fire: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક યલમંચિલીમાં ટાટાનગર–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ટ્રેનના બે ડબ્બા આગની ચપેટમાં આવી ગયા હતા, જેની જાણ મોડી રાતે 12:45 વાગ્યે મળી હતી.

ટ્રેનના બે ડબ્બાઓ આગની ચપેટમાં આવ્યા
ટાટાનગર–એર્નાકુલમ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટનાને કારણે આખી ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 66 કિલોમીટર દૂર આવેલા યલમંચિલીમાં બની હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનના બે ડબ્બાઓ આગની ચપેટમાં આવી ગયા હતા. રાત્રે લગભગ 12:45 વાગ્યે આગ લાગ્યાની જાણ મળી હતી.

એસી કોચમાં લાગી આગ
અધિકારીઓએ જણાવ્યું કે, "જ્યારે ટ્રેનમાં આગ લાગી ત્યારે એક કોચમાં 82 મુસાફરો અને બીજા કોચમાં 76 મુસાફરો સવાર હતા. આગ બાદ બી-1 કોચમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ ચંદ્રશેખર સુંદરમ તરીકે કરવામાં આવી છે." ટ્રેનમાં આગની જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અનેક કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ત્યારબાદ બંને નુકસાનગ્રસ્ત કોચોને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા છે.

મામલાની તપાસ ચાલુ
આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગની લપેટમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાની પણ માહિતી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Tags:
Railway Newsરેલવે સમાચારIndia Newsભારત ન્યૂઝFire Incident
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026