ટૉપ ન્યૂઝ

રાહુલ ગાંધી સાથેની ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર! કહ્યું- 'સરકારની કાર્યવાહી શરમજનક'

7 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
રાહુલ ગાંધી સાથેની ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર! કહ્યું- 'સરકારની કાર્યવાહી શરમજનક'

Shashi Tharoor: નવી દિલ્હીમાં ચૂંટણી પંચ સામે વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધનના વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાના દૃશ્યો સામે આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. હાલમાં થરૂર જર્મનીમાં અગાઉથી નક્કી કરાયેલી એક કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે, જેના કારણે તેઓ આ વિરોધ પ્રદર્શનમાં હાજર નહોતા.

ચૂંટણી પંચ તરફની કૂચ પોલીસે રોકી
મંગળવારે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી તરફ માર્ચ શરૂ કરી હતી. જોકે, દિલ્હી પોલીસે સંસદ માર્ગ પર નીતિ આયોગ અને આકાશવાણી ભવન નજીક તેમની કૂચ અટકાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા હતા. વિરોધ દરમિયાન સૂત્રોચ્ચાર અને હોબાળો પણ જોવા મળ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને ‘વોટ ચોરી’ના મુદ્દે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરવા માંગતા હતા, પરંતુ તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત
આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ સહિત અનેક નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. અહેવાલ મુજબ કુલ આશરે 260 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આશરે બે કલાક બાદ રાત્રે 10 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી સહિત અટકાયત કરાયેલા નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. અટકાયત બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે લોકશાહી અને મતદારોના અધિકારો સાથે જોડાયેલા મુદ્દે સરકાર સામે આકરા શબ્દોમાં સવાલ ઉઠાવ્યા હતા.

જર્મનીથી શશિ થરૂરે શું કહ્યું?
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન શશિ થરૂર જર્મનીમાં હતા. ચાર મહિના પહેલાં નક્કી થયેલી કોન્ફરન્સમાં ભાગ લેવાના કારણે તેઓ દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં હાજર રહી શક્યા નહોતા. જોકે, રાહુલ ગાંધી સાથે ઝપાઝપી અને તેમની અટકાયતના દૃશ્યો સામે આવ્યા બાદ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપી હતી. થરૂરે કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે હાથાપાઈ કરવા અને તેમને અટકાયતમાં લેવાની તસવીરો જોઈને તેઓ ખૂબ દુઃખી થયા છે. તેમણે વધુમાં કહ્યું કે મતદારોના અધિકારોના મુદ્દે વિરોધ કરવો એ દરેક નાગરિકના બંધારણીય અધિકારો માટે ઊભા રહેવા સમાન છે અને તેમના મતે સરકારની પ્રતિક્રિયા “અત્યંત શરમજનક” છે.

ચૂંટણી પંચ સામે વિપક્ષનો વિરોધ યથાવત
મતદાર યાદી અને SIRને લઈને વિપક્ષી પક્ષો અને ચૂંટણી પંચ વચ્ચે રાજકીય ટકરાવ સતત જોવા મળી રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગી રહ્યો છે, જ્યારે ચૂંટણી પંચે અગાઉ વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા છે. આ વિરોધ પ્રદર્શન બાદ પણ આ મુદ્દે રાજકીય ગરમાવો યથાવત રહેવાની શક્યતા છે.

Tags:
Viral NewsNational NewsDelhi ProtestDemocracy IndiaLatest Updates
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026