

ભરતીની વિગતો અને ખાલી જગ્યાઓ
GSSSB દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી મુખ્યત્વે બે વર્ગમાં વહેંચાયેલી છે:
વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-3): જાહેરાત ક્રમાંક 355/2025-26 હેઠળ સૌથી વધુ 336 જગ્યાઓ પર ભરતી થશે. આ નિમણૂકો માર્ગ અને મકાન વિભાગની વિવિધ વર્તુળ કચેરીઓ, અધિક્ષક ઈજનેરની કચેરી અને સંયુક્ત નિયામકની કચેરીઓ હસ્તક કરવામાં આવશે.
રેખનકાર (ડ્રાફ્ટસમેન) (વર્ગ-3): જાહેરાત ક્રમાંક 357/2025-26 હેઠળ કુલ 52 જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી કરવાની પ્રક્રિયા અને સમયગાળો
લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી પોતાની અરજી નોંધાવી શકશે. અરજી માટેની મહત્વની વિગતો નીચે મુજબ છે:
અરજી શરૂ થવાની તારીખ: 16 જાન્યુઆરી, 2026
અરજી કરવાની છેલ્લી તારીખ: 30 જાન્યુઆરી, 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
અરજી માટેની વેબસાઈટ: ઉમેદવારો સત્તાવાર પોર્ટલ ojas.gujarat.gov.in પર જઈને ફોર્મ ભરી શકશે.
શૈક્ષણિક લાયકાત અને અન્ય માપદંડો
રેખનકાર (ડ્રાફ્ટસમેન) પદ માટે ઉમેદવાર પાસે સરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માંથી સિવિલ ડ્રાફ્ટ્સમેનનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રમાણપત્ર કોર્સ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત, ઉમેદવારને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે. વર્ક આસિસ્ટન્ટ પદ માટેની વિસ્તૃત શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વિગતો મંડળની સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉમેદવારો માટે સૂચના
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે, ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીની વિગતવાર જાહેરાત, પરીક્ષા પદ્ધતિ, વયમર્યાદામાં છૂટછાટ અને કેટેગરી મુજબની જગ્યાઓની માહિતી ધ્યાનપૂર્વક વાંચી લેવી. લાંબા સમય બાદ માર્ગ અને મકાન વિભાગમાં આટલી મોટી સંખ્યામાં ટેકનિકલ ભરતી આવતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.








