ટૉપ ન્યૂઝ

વિદ્યાર્થીઓ બાદ હવે Gen Z વકીલોને સાધશે કોંગ્રેસ! રાહુલ ગાંધીની બેઠક, સિંધવીને ઇન્ચાર્જ

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
વિદ્યાર્થીઓ બાદ હવે Gen Z વકીલોને સાધશે કોંગ્રેસ! રાહુલ ગાંધીની બેઠક, સિંધવીને ઇન્ચાર્જ

Congress Gen Z Lawyers Plan: જનતામાં પોતાનો પ્રભાવ વધારવા અને ખાસ કરીને યુવા વર્ગ સાથે જોડાણ મજબૂત કરવા કોંગ્રેસ હવે Gen Z વકીલોને પાર્ટી સાથે જોડવાની દિશામાં આગળ વધી રહી છે. કોંગ્રેસ લીગલ સેલના વડા અને રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વ હેઠળ આ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને લઈને સિંઘવીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા કરી હતી.

10 યુવા વકીલોની પસંદગી, 10 સાંસદો સાથે કરશે કામ
સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસ લીગલ સેલે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટર્નશિપ માટે 10 યુવા વકીલોની પસંદગી કરી છે. આ યુવા વકીલોને કોંગ્રેસના 10 સાંસદો સાથે કામ કરવાની તક આપવામાં આવશે. જોકે, હાલ તેઓ કોંગ્રેસના સભ્યો નહીં હોય. આ યુવા વકીલો કોંગ્રેસના સાંસદોને કાનૂની મદદ પણ પૂરી પાડશે. જો ભવિષ્યમાં તેઓ કોંગ્રેસની વિચારધારા અને નીતિઓ સાથે સહમત થાય, તો તેમને પાર્ટીમાં સભ્ય તરીકે જોડાવાની તક આપવામાં આવી શકે છે. સફળતા મળ્યા બાદ આ મોડલને ભવિષ્યમાં કોંગ્રેસના અન્ય સાંસદો સુધી પણ વિસ્તારવામાં આવે તેવી શક્યતા છે.

15-20 મિનિટની બેઠક દોઢ કલાક સુધી ચાલી
અહેવાલ મુજબ, અભિષેક મનુ સિંઘવીએ આ પ્રોજેક્ટ અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા માટે શરૂઆતમાં માત્ર 15થી 20 મિનિટનો સમય માંગ્યો હતો. જો, કે ચર્ચા શરૂ થયા બાદ બેઠક લાંબી ચાલી અને લગભગ દોઢ કલાક સુધી વકીલો સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત થઈ.

રાહુલ ગાંધીએ યુવા વકીલોને શું કહ્યું?
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ યુવા વકીલો સાથેની વાતચીત દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં દરેક વ્યક્તિનો અવાજ સાંભળવામાં આવે છે અને પાર્ટીમાં ટીકા કરનારા વિચારોને પણ સ્થાન આપવામાં આવે છે. તેમણે રાજકારણને ગરીબો, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને અન્ય પીડિત વર્ગોની મદદ સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાહુલ ગાંધીએ યુવા વકીલોને અપીલ કરી કે જો તેઓ રાજકારણમાં આવવા માગતા હોય તો સમાજના જરૂરિયાતમંદ લોકો માટે કામ કરે.

'હમણાં કોઈ પાર્ટીમાં જોડાશો નહીં'
રાહુલ ગાંધીએ યુવા વકીલોને હાલ તરત કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની જરૂર નથી તેવી સલાહ પણ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે પહેલા મુદ્દાઓને સમજો, સમાજ માટે કામ કરો અને ભવિષ્યમાં રાજકારણમાં જોડાવું કે નહીં તેનો નિર્ણય લો. સાથે જ તેમણે યુવા વકીલોને અપીલ કરી કે તેઓ પોતાની વકીલાતનો થોડો સમય ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કાનૂની મદદ આપવામાં ફાળવે.

સિંઘવીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
અભિષેક મનુ સિંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બેઠક અંગે માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના કાયદા, માનવ અધિકાર તથા RTI વિભાગ સાથે કાનૂની સાથીઓની ઉત્સાહપૂર્ણ ચર્ચા થઈ હતી. સિંઘવીના જણાવ્યા મુજબ, યુવા વકીલોએ અનેક તીક્ષ્ણ અને મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા હતા, જેને તેમણે બંધારણ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ બાદ હવે વકીલો પર ફોકસ
કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી યુવાનો સાથે જોડાણ વધારવા માટે વિવિધ પહેલ કરી રહી છે. બેરોજગારી સહિતના યુવાનોના મુદ્દાઓ ઉઠાવ્યા બાદ હવે પાર્ટી Gen Z વકીલોને પોતાના કાનૂની અને સંગઠનાત્મક નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ રહે છે કે નહીં તેના આધારે કોંગ્રેસ આગામી સમયમાં તેનો વ્યાપ વધારી શકે છે.

Tags:
કોંગ્રેસની નવી રણનીતિકોંગ્રેસ લીગલ સેલઅભિષેક મનુ સિંઘવીકોંગ્રેસ ન્યૂઝગુજરાતવંદન સમાચાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026