ટૉપ ન્યૂઝ

'મોદીજી સ્માઈલ પ્લીઝ… મોટિવેશનલ મિલ જાયેગા!' વડોદરામાં Gen-Z PM મોદી પર ઓળઘોળ, મોબાઈલમાં મેસેજ લખી વ્યક્ત કર્યો પ્રેમ

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'મોદીજી સ્માઈલ પ્લીઝ… મોટિવેશનલ મિલ જાયેગા!' વડોદરામાં Gen-Z PM મોદી પર ઓળઘોળ, મોબાઈલમાં મેસેજ લખી વ્યક્ત કર્યો પ્રેમ

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. વડોદરામાં ₹35 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે તેઓ બપોરે પહોંચ્યા હતા. આ દરમિયાન વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં Gen-Zનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ Y-આકારના સ્ટેજ પર રેમ્પ વોક કરીને યુવાઓ સાથે ખાસ મુલાકાત કરી હતી.

યુવાઓએ મોદી પર ઓળઘોળ થઈ ગયા હતા.

‘મોદીજી સ્માઈલ પ્લીઝ...’થી ‘આપકા ઓરા હી અલગ હૈ’ સુધી
પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ વિવિધ પ્રકારના પોસ્ટર્સ લઈને પહોંચ્યા હતા. કેટલાક પોસ્ટર્સ પર ‘મોદીજી સ્માઈલ પ્લીઝ... મોટિવેશનલ મિલ જાયેગા...’ તો કેટલાક પર ‘આપકા ઓરા હી અલગ હૈ...’ જેવા સંદેશ લખવામાં આવ્યા હતા. યુવાનોમાં પીએમ મોદી પ્રત્યેનો ઉત્સાહ એટલો જોવા મળ્યો કે અનેક લોકોએ પોતાના મોબાઈલની સ્ક્રીન પર હાર્ટ સિમ્બોલ સાથે ‘મોદીજી’ લખીને ખાસ મેસેજ ડિસ્પ્લે કર્યા હતા. ઘણા લોકો પોતાના ફોનમાં MODI નામ દર્શાવતા પણ જોવા મળ્યા હતા.

ગુજરાતી એક્ટ્રેસ આરોહી પટેલ પણ પહોંચી
આ ખાસ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આરોહી પટેલ પણ હાજર રહી હતી. રેડ સાડીમાં પહોંચેલી આરોહી પટેલે કાર્યક્રમમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પીએમ મોદીના સ્વાગત માટે યુવાઓ સ્પેશિયલ ટી-શર્ટ પહેરીને પણ પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવતીઓ અને મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીને પોતાની આંખે જોવા માટે મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલ કાઢીને તેમની તસવીરો અને વીડિયો ક્લિક કર્યા હતા.

ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ આરોહી પટેલ પણ રેડ સાડીમાં આ કાર્યક્રમમાં હાજર હતી.

‘બડે સાહબ’ કહી Gen-Zએ કર્યું સ્વાગત
વડોદરાના કાર્યક્રમમાં Gen-Zના કેટલાક યુવાઓએ પીએમ મોદીને ‘બડે સાહબ’ કહીને સંબોધ્યા હતા. કોઈએ હાર્ટ ઈમોજી સાથે મોદીજી પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો તો કોઈએ પોસ્ટર્સ દ્વારા પોતાના મનની વાત કહી હતી. એક યુવતીએ પીએમ મોદીને ‘જય જગન્નાથ’ કહીને અભિવાદન કર્યું હતું. પીએમ મોદીને જોતા જ અનેક લોકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના યુવાઓ પણ કાર્યક્રમમાં પહોંચ્યા
આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીરના યુવાઓ પણ હાજર રહ્યા હતા. લોકોમાં પીએમ મોદીને નજીકથી જોવા અને તેમને સાંભળવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે જોડાયેલી ગતિ શક્તિ યોજનાને યાદ કરાવતા પોસ્ટર્સ પણ જોવા મળ્યા હતા.

ઉત્સાહની સાથે ગંભીરતા પણ જોવા મળી
કાર્યક્રમમાં એક તરફ યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ કેટલાક લોકો ગંભીર ચહેરા સાથે પીએમ મોદીને ધ્યાનપૂર્વક સાંભળતા પણ જોવા મળ્યા હતા. એક યુવતીએ પીએમ મોદીની હાજરી વચ્ચે સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓએ પીએમ મોદીને વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની શુભેચ્છા પાઠવી હતી. વડોદરાના આ કાર્યક્રમમાં પોસ્ટર્સ, મોબાઈલ સ્ક્રીન, હાર્ટ ઈમોજી અને નારા દ્વારા Gen-Zનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીના આગમનથી કાર્યક્રમ સ્થળે યુવાનોમાં ખાસ જોશ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Tags:
Narendra Modi VadodaraGen Z ModiModi Smile PleaseModi Vadodara PhotosPM Modi Gen Z
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026