ટૉપ ન્યૂઝ

ગુજરાતમાં PM મોદી લાવશે ₹35,200 કરોડથી વધુની વિકાસ ભેટ, રેલવે-હાઇવેને મળશે મોટો વેગ

7 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાતમાં PM મોદી લાવશે ₹35,200 કરોડથી વધુની વિકાસ ભેટ, રેલવે-હાઇવેને મળશે મોટો વેગ

PM Modi to launch 35 cr projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના ભવ્ય કાર્યક્રમમાં તેઓ ₹35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે. આ પ્રોજેક્ટ્સમાં ₹32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના અને ₹2,597 કરોડથી વધુના ગુજરાત સરકારના કામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ત્રણ વિભાગોનું લોકાર્પણ કરવામાં આવશે
રેલવે ક્ષેત્રે ₹30,766 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને આ કાર્યક્રમમાં મહત્વ મળશે. ₹20,703 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ન્યૂ સાણંદ-ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT એમ ત્રણ વિભાગોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ ₹8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે 259 કિમીના ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકનું ખાતમુહૂર્ત થશે. વડોદરા-ટાંડા રોડ નવી પેસેન્જર ટ્રેન તેમજ WDFC પર નવી માલગાડીને પણ લીલી ઝંડી બતાવવામાં આવશે.

NH-53 પર વિવિધ ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું ખાતમુહૂર્ત થશે
રોડ કનેક્ટિવિટી માટે NHAIના ₹1,840 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. NH-48ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પર નવા પુલ, કામરેજ-ચલથાણમાં 6-માર્ગીય કેરેજવે અને NH-53 પર વિવિધ ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું ખાતમુહૂર્ત થશે. કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે તૈયાર થયેલા ₹59.90 કરોડના 6-લેન ફ્લાયઓવરનું પણ લોકાર્પણ કરાશે. વડોદરા માટે શહેરી વિકાસ વિભાગના ₹916.38 કરોડના 8 પ્રોજેક્ટ્સ હેઠળ રિંગ રોડના બીજા તબક્કા, VMCની નવી કચેરી, પાણી પુરવઠા, ડ્રેનેજ અને PMAY EWS આવાસના કામોને પણ આગળ ધપાવવામાં આવશે.

110 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે
આ ઉપરાંત મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ખાતે ₹489.20 કરોડના 110 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. PMAY-ગ્રામીણ હેઠળ ₹236.10 કરોડના ખર્ચે બનેલા 13,888 આવાસોનું લોકાર્પણ, મહીસાગર અને વાત્રક નદી પરના નવા પુલો, આણંદના નવા બસ સ્ટેન્ડ તથા સોનગઢની પાણી પુરવઠા યોજનાઓ સહિત અનેક કામોનું ઉદ્ઘાટન થશે. વડોદરાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નવસારી પહોંચશે, જ્યાં એરુ PHQ ખાતે વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓનું પણ લોકાર્પણ કરશે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#Investment#Housing#Highways
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026