ટૉપ ન્યૂઝ

પટણામાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ! ગાંધી મેદાનથી CM આવાસ તરફ કૂચ, પોલીસે લાઠીચાર્જ કરી અનેકની અટકાયત

25 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
પટણામાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ! ગાંધી મેદાનથી CM આવાસ તરફ કૂચ, પોલીસે લાઠીચાર્જ કરી અનેકની અટકાયત

Patna Student Protest: બિહારની રાજધાની પટણામાં વિવિધ પડતર માંગણીઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ગાંધી મેદાનથી મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓને જેપી ગોલંબર પાસે પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્થિતિ વણસતાં પોલીસે દેખાવકારો સામે લાઠીચાર્જ કર્યો હતો અને અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

CM આવાસ તરફ કૂચ, જેપી ગોલંબર પર પોલીસનો બંદોબસ્ત
વિદ્યાર્થી નેતા સૌરભ સિંહે વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યા સુધી ગાંધી મેદાનના ગેટ નંબર 10 પાસે એકઠા થવાની અપીલ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓનું મોટું ટોળું મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરવા નીકળ્યું હતું. માર્ચ જેપી ગોલંબર પાસે પહોંચતા જ પોલીસે મોટી સંખ્યામાં બેરિકેડિંગ કરી વિદ્યાર્થીઓને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક પ્રદર્શનકારીઓ બેરિકેડ પર ચડીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.

લાઠીચાર્જ બાદ અનેક વિદ્યાર્થીઓની અટકાયત
વિદ્યાર્થીઓ દ્વારા ડાક બંગલા ચોક તરફ આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ અને દેખાવકારો વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યારબાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા અનેક વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

70મી BPSC સહિતની માંગણીઓને લઈને વિરોધ
વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓમાં 70મી BPSC પરીક્ષા રદ કરવી, નેગેટિવ માર્કિંગ દૂર કરવું અને સિંગલ પરીક્ષા પદ્ધતિ લાગુ કરવી સામેલ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે, કે સરકાર સાથે કેટલીક માંગણીઓ અંગે ચર્ચા થઈ હોવા છતાં તેમની મુખ્ય માંગણીઓનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. તેથી તેમણે મુખ્યમંત્રી આવાસના ઘેરાવનો કાર્યક્રમ યથાવત રાખ્યો હતો.

શિક્ષણ વિભાગ સાથે બેઠક છતાં આંદોલન યથાવત
સોમવારે વિદ્યાર્થી નેતાઓ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આશરે બે કલાક સુધી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ વિદ્યાર્થી નેતા સૌરભ સિંહે જણાવ્યું હતું કે વિભાગે કેટલીક માંગણીઓ સ્વીકારીને આશ્વાસન આપ્યું છે, પરંતુ મુખ્ય મુદ્દાઓ હજુ પડતર છે. વિદ્યાર્થી નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તમામ માંગણીઓનો સંપૂર્ણ ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Tags:
વિદ્યાર્થીઓની અટકાયતJP ગોલંબરસિંગલ પરીક્ષાની માંગનેગેટિવ માર્કિંગનો વિરોધBPSC પરીક્ષા રદ કરવાની માંગ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026