ટૉપ ન્યૂઝ

પાટણમાં ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર! શ્રેય મોલ પાસે બુકાનીધારી શખસોએ 5થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
પાટણમાં ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર! શ્રેય મોલ પાસે બુકાનીધારી શખસોએ 5થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો

Broad Daylight Firing in Patan: પાટણ શહેરના સતત ધમધમતા રહેતા હાસાપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના રોટલીયા હનુમાન મંદિર નજીક આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય મોલ (શ્રેય ફિટનેસ) નીચે અજાણ્યા બુકાનીધારી શખસોએ અચાનક હવામાં અને આસપાસમાં અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અચાનક ગોળીઓ છૂટવાના ધડાકા સંભળાતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર, વેપારીઓમાં ફફડાટ
પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ફાયરિંગ કરનારા શખસોએ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર બુકાની બાંધી હતી. ઘટનાસ્થળે 5થી 6 રાઉન્ડ ધડાધડ ગોળીબાર કર્યા બાદ આ બુકાનીધારી હુમલાખોરો ગણતરીની મિનિટોમાં જ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના દુકાનદારો, વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ડર અને ફફડાટ વ્યાપી ગયો છે.

SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ થતા જ પાટણ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ વડા (SP) સહિત LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને બી-ડિવિઝન પોલીસનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે

CCTV ફૂટેજ અને પુરાવા એકત્ર કરવાની કામગીરી તેજ
બુકાનીધારી શખસોએ કયા કારણોસર અને કોને નિશાન બનાવીને આ ફાયરિંગ કર્યું છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી ફૂટેલા કારતૂસના ખોખા સહિતના મહત્વના પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, હુમલાખોરો કઈ દિશામાંથી આવ્યા હતા અને કયા રસ્તે ફરાર થયા છે તે જાણવા માટે આસપાસના વિસ્તારના તમામ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટભરી રીતે તપાસવામાં આવી રહ્યા છે.

વહેલી સવારે જીમ જતી વખતે દલપતસિંહ પરમારને નિશાન બનાવાયા
પાટણના હાસાપુર વિસ્તારમાં થયેલા ફાયરિંગની ઘટનામાં મોટી વિગતો સામે આવી છે. આ હુમલો કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના આરોપી અને 'શ્રેય ફિટનેસ' જીમના માલિક દલપતસિંહ પરમાર પર કરવામાં આવ્યો હતો. 17 નવેમ્બરની વહેલી સવારે દલપતસિંહ પરમાર પોતાની કાર પાર્ક કરીને શ્રેય મોલ સ્થિત પોતાના જીમ તરફ જઈ રહ્યા હતા, તે જ સમયે બાઇક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ જીવલેણ હુમલામાં દલપતસિંહનો આબાદ બચાવ થયો છે અને તેમને કોઈ ઈજા પહોંચી નથી.

"પહેલા ફટાકડા લાગ્યા, હુમલાથી હું ગભરાવાનો નથી": દલપતસિંહ પરમાર
ઘટના અંગે પ્રતિક્રિયા આપતા દલપતસિંહ પરમારે જણાવ્યું હતું કે, તેઓ રોજની જેમ ગાડી પાર્ક કરીને જીમ તરફ જતા હતા ત્યારે અચાનક ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. શરૂઆતમાં તેમને કોઈએ ફટાકડા ફોડ્યા હોય તેવું લાગ્યું હતું, પરંતુ ત્યારબાદ ચાલુ બાઇક પર સવાર શખસોએ વધુ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દલપતસિંહે ઉમેર્યું હતું કે, આ હુમલો કોણે કર્યો તેની તેમને કોઈ જાણ નથી, પરંતુ આવા હુમલાથી તેઓ ડરવાના નથી. પોલીસને જાણ કર્યા બાદ તેમણે રાબેતા મુજબ પોતાનું વર્કઆઉટ પણ ચાલુ રાખ્યું હતું.

CCTV ફૂટેજમાં 6:05 વાગ્યે થયેલો હુમલો કેદ, જમીન વિવાદની આશંકા
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાની સમગ્ર હકીકત સ્પષ્ટ દેખાઈ રહી છે. ફૂટેજ મુજબ, વહેલી સવારે 6:05 વાગ્યાના અરસામાં એક બાઇક પર સવાર બે બુકાનીધારી શખસો 'શ્રેય ફિટનેસ'ની બહાર આવે છે અને ઉપરાછાપરી 6 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે. પ્રાથમિક તબક્કે જમીન મામલે ચાલી રહેલા કોઈ જૂના વિવાદમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

6 ખાલી કારતૂસ કબજે, FSL અને DySP સહિતની ટીમો તપાસમાં જોતરાઈ
ઘટનાની ગંભીરતાને પગલે પાટણ SP, DySP પરેશ રેણુકા, LCB, SOG અને બી-ડિવિઝન પોલીસની સાથે હવે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને પણ તપાસ માટે ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ફૂટેલા 6 ખાલી કારતૂસ કબજે કર્યા છે. DySP પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે, પંચનામું કરીને હુમલામાં કયું હથિયાર વપરાયું હતું, આરોપીઓનો ઈરાદો શું હતો અને ભૂતકાળના કોઈ બનાવ સાથે આ ઘટના જોડાયેલી છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હાલ સમગ્ર જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Tags:
Patan Police InvestigationGujarat Firing NewsPatan Crime NewsPatan Hasapur NewsShrey Mall Firing
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026