ટૉપ ન્યૂઝ

'મને શરમ આવે છે, હું ઉદ્ઘાટનમાં નહીં આવું!' મુંબઈ-ગોવા હાઈવેને લઈને નીતિન ગડકરીએ આવું કેમ કહ્યું?

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'મને શરમ આવે છે, હું ઉદ્ઘાટનમાં નહીં આવું!' મુંબઈ-ગોવા હાઈવેને લઈને નીતિન ગડકરીએ આવું કેમ કહ્યું?

Mumbai-Goa Highway: પણજીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવેના કામમાં થયેલા લાંબા વિલંબને લઈને નારાજગી વ્યક્ત કરી છે. ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ હવે આ હાઈવેના ઉદ્ઘાટન સમારોહમાં હાજર નહીં રહે. પ્રોજેક્ટ પૂર્ણ થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગ્યો હોવાથી તેમને શરમ અનુભવાય છે તેમ તેમણે જણાવ્યું હતું.

'વિલંબના કારણે મને શરમ આવે છે'
પણજીના ઉત્તરમાં બનેલા 5.15 કિલોમીટર લાંબા એલિવેટેડ રોડના ઉદ્ઘાટન દરમિયાન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવે અંગે પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે હવે તેમણે હાઈવેના ઉદ્ઘાટન માટે યોગ્ય સમયની રાહ જોવાનું છોડી દીધું છે. કામમાં થયેલા વિલંબને કારણે તેઓ તેના ઉદ્ઘાટન માટે નહીં આવે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. મુંબઈ-ગોવા હાઈવે મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેનો મહત્વનો રોડ પ્રોજેક્ટ છે. જમીન સંપાદન, ટેક્નિકલ પડકારો સહિતના વિવિધ કારણોસર પ્રોજેક્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ઘણું લાંબું ખેંચાયું છે. તેના કારણે સ્થાનિક લોકો અને મુસાફરોને લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓક્ટોબરમાં જાતે કારથી ગોવા આવવાની ગડકરીની વાત
જો, કે ગડકરીએ પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે તાજેતરની બેઠકમાં તેમને માહિતી આપવામાં આવી છે કે હાઈવેનું 93-94 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ કારથી ગોવા આવશે અને રસ્તામાં હાઈવેના કામની સ્થિતિનું નિરીક્ષણ કરશે.

15 વર્ષ પહેલાં શરૂ થયો હતો મુંબઈ-ગોવા હાઈવેનો પ્રોજેક્ટ
મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટ લગભગ 15 વર્ષ પહેલાં શરૂ થયો હતો. જૂના બે-લેન હાઈવેને ચાર-લેનમાં ફેરવવાનું કામ 2011માં શરૂ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ મુંબઈથી ગોવા સુધીની મુસાફરીનો સમય આશરે 12 કલાકથી ઘટાડીને 6 કલાક કરવાનો હતો. જોકે, હાઈવેના અનેક મહત્વના ભાગોમાં કામ લાંબા સમય સુધી અટકેલું રહ્યું હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર બાંધકામના ફોટા વાયરલ થયા બાદ કામની ગુણવત્તાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Tags:
#IndiaDevelopment#Infrastructure#RoadSafety#MumbaiGoaHighway#NitinGadkari
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026