ટૉપ ન્યૂઝ

નાઇજીરિયામાં વાયુસેનાનું પ્લેન ક્રેશ! 32 લોકોના મોતથી દેશમાં શોકનો માહોલ

6 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
નાઇજીરિયામાં વાયુસેનાનું પ્લેન ક્રેશ! 32 લોકોના મોતથી દેશમાં શોકનો માહોલ

Nigerian Military Plane Crash: પશ્ચિમ આફ્રિકન દેશ નાઇજીરિયામાં સૈન્ય વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓંડો રાજ્યમાં નાઇજીરિયન વાયુસેનાનું ATR-42 વિમાન ક્રેશ થયું હતું. અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 32 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. મૃતકોમાં 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.

બેનિન સિટીથી લાગોસ જઈ રહ્યું હતું વિમાન
મળતી માહિતી પ્રમાણે નાઇજીરિયન વાયુસેનાનું ATR-42 વિમાન બેનિન સિટીથી લાગોસ તરફ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યા બાદ થોડા સમય પછી એર ટ્રાફિક કંટ્રોલ સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ વિમાન ઓંડો રાજ્યના ઇગ્બોકોડા વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનનો કાટમાળ કોસ્ટલ વિસ્તાર પાસે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ અને સર્ચ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

બોટની મદદથી સર્ચ ઓપરેશન
નાઇજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કીયામોએ જણાવ્યું હતું કે સોમવારે સવારે એર ટ્રાફિક કંટ્રોલનો વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ વિમાન ક્રેશ થયાની પુષ્ટિ થઈ હતી. કાટમાળ દરિયાકાંઠાના વિસ્તારમાં મળ્યા બાદ બચાવ ટુકડીઓએ બોટની મદદથી પાણી અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

રાષ્ટ્રપતિએ તપાસના આપ્યા આદેશ
નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબુએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી, હવામાન અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે.

નાઇજીરિયામાં અગાઉ પણ થઈ ચૂક્યા છે સૈન્ય વિમાન અકસ્માત
નાઇજીરિયામાં અગાઉ પણ સૈન્ય વિમાન દુર્ઘટનાઓ બની ચૂકી છે. મે 2021: વિમાન દુર્ઘટનામાં સેનાના સર્વોચ્ચ અધિકારી લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અત્તાહિરુ સહિત 11 ઉચ્ચ સૈન્ય અધિકારીઓનાં મોત થયા હતા. ઓગસ્ટ 2015: અન્ય એક સૈન્ય વિમાન ક્રેશ થતાં તેમાં સવાર 7 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.

Tags:
Global newsTragic incidentદુઃખદ ઘટનાSafety concernsAir Force planes
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026