ટૉપ ન્યૂઝ

નેપાળના પૂરમાં ભારતીયો ગુમ, ઓળખ માટે DNA ટેસ્ટ થશે, હેલ્પલાઇન નંબર જાહેર

7 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
નેપાળના પૂરમાં ભારતીયો ગુમ, ઓળખ માટે DNA ટેસ્ટ થશે, હેલ્પલાઇન નંબર જાહેર

Nepal flood DNA profiling: નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી કુદરતી આફત અને અચાનક આવેલા પૂરના કારણે અનેક ભારતીય નાગરિકો ગુમ થયા હોવાની આશંકા વચ્ચે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા ગુમ થયેલા ભારતીયોની ઓળખ ઝડપથી અને ચોકસાઈપૂર્વક સ્થાપિત કરવા DNA પ્રોફાઇલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે ગુમ થયેલા નાગરિકોના પ્રથમ-ડિગ્રીના જૈવિક સંબંધીઓ, જેમ કે માતા-પિતા, સંતાન અથવા સગા ભાઈ-બહેનના સેમ્પલ લેવામાં આવશે.

પરિવારજનો સાથે ચોક્કસ રીતે જોડવામાં મદદ મળશે
DNA તપાસની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે દેશની અગ્રણી ફોરેન્સિક સંસ્થાઓને આ કામગીરી સાથે જોડવામાં આવી છે. તેમાં કેન્દ્રીય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (CFSL), વિવિધ રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (SFSL) અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ની લેબોરેટરીઝનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા દ્વારા આપત્તિમાં મળી આવેલા મૃતદેહો અથવા અન્ય રીતે મળેલી વ્યક્તિઓની ઓળખ તેમના પરિવારજનો સાથે ચોક્કસ રીતે જોડવામાં મદદ મળશે.

ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાય
નેપાળમાં ગુમ થયેલા પરિવારજનો અંગે માહિતી મેળવવા અથવા DNA પ્રોફાઇલિંગની પ્રક્રિયા માટે માર્ગદર્શન મેળવવા માટે ભારતીય એમ્બેસી અને ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાય છે. કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીની ખાસ હેલ્પલાઇન +977 9841 6160 95 છે. જ્યારે ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમના ફોન નંબર 079 232 51900 અને મોબાઇલ નંબર 99784 05304 છે. આ ઉપરાંત revcontrol1@gujarat.gov.in પર ઈ-મેઇલ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.

હેલ્પલાઇન તથા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી
ગાંધીનગર જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારે નેપાળની આ કુદરતી આફતથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક હેલ્પલાઇન તથા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. સત્તાવાળાઓ દ્વારા જરૂરી માહિતી અને સેમ્પલ ઉપલબ્ધ કરાવવામાં આવે તો ગુમ થયેલા ભારતીયોની ઓળખની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે. પરિવારજનોને તપાસ અને ઓળખની સમગ્ર પ્રક્રિયામાં જરૂરી સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનInternational HelpFamily SupportDNA Profiling
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026