ટૉપ ન્યૂઝ

નેપાળમાં ભીષણ પૂરથી તબાહી, 95 મોત અને સેંકડો લોકો લાપતા; 133 ભારતીય પ્રવાસીઓ પણ ગુમ

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
નેપાળમાં ભીષણ પૂરથી તબાહી, 95 મોત અને સેંકડો લોકો લાપતા; 133 ભારતીય પ્રવાસીઓ પણ ગુમ

Nepal flood indians missing: નેપાળના તિબેટ સરહદે આવેલા રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા અચાનક વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. પૂરના તેજ પ્રવાહે અનેક મકાનો, રસ્તાઓ, પુલો, વાહનો અને વીજળીના માળખાંને નુકસાન પહોંચાડ્યું છે. Reutersના અહેવાલ મુજબ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 95 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને સેંકડો લોકો હજુ લાપતા છે. બીજી તરફ, Nepal Tourism Boardના જણાવ્યા અનુસાર રસુવા પૂર બાદ 384 પ્રવાસીઓનો સંપર્ક થઈ રહ્યો નથી, જેમાં 291 વિદેશી અને 93 નેપાળી નાગરિકો સામેલ છે. તેમાં 105 ભારતીય પ્રવાસીઓ અને 37 NRIનો પણ સમાવેશ થાય છે.

કૈલાશ માનસરોવર જતા અનેક ભારતીયો પણ લાપતા
પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તિમુરે અને સ્યાફ્રુબેસીનો સમાવેશ થાય છે. અનેક ભારતીય પ્રવાસીઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે તિબેટ તરફ જઈ રહ્યા હતા અને પૂર બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. વિવિધ ટ્રાવેલ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે Nepal Tourism Board લાપતા પ્રવાસીઓની યાદી તૈયાર કરી રહ્યું છે. આ યાદીમાં ભારત ઉપરાંત અમેરિકા, મલેશિયા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જોકે, કેટલાક લોકોની નાગરિકતા અને સ્થિતિની હજુ પુષ્ટિ થઈ રહી છે.

વીજ પ્રોજેક્ટ, પુલ અને રસ્તાઓને ભારે નુકસાન
પૂરના પાણીના જોરે અનેક મહત્વપૂર્ણ માળખાંને નુકસાન પહોંચ્યું છે. અહેવાલો અનુસાર ઓછામાં ઓછા એક ડઝન જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અસરગ્રસ્ત થયા છે અને અનેક સ્થળોએ પુલ તથા રસ્તાઓ તૂટી ગયા છે. સુરક્ષા દળોના જવાનો પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. ખરાબ હવામાન અને રસ્તા-સંચાર વ્યવસ્થા ખોરવાઈ જવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. Nepal Army, Armed Police Force અને Nepal Police દ્વારા સંયુક્ત રીતે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેનાએ હેલિકોપ્ટરોની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.

ભારતે પણ મદદ માટે હેલ્પલાઇન જાહેર કરી
નેપાળમાં ભારતીય નાગરિકો લાપતા હોવાના અહેવાલો વચ્ચે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે અસરગ્રસ્ત ભારતીયો માટે ઇમરજન્સી સંપર્ક નંબર જાહેર કર્યા છે. મદદ અથવા માહિતી માટે +977 985 131 6807 અને +977 970 910 7500 પર સંપર્ક કરી શકાય છે. Nepal Tourism Boardની Tourist Police હેલ્પલાઇન 1144 પણ ઉપલબ્ધ છે, જ્યારે Tourist Policeનો નંબર +977-9851289445 છે.

બિહારમાં પણ ગંડક નદીને લઈને એલર્ટ
નેપાળમાં આવેલા વિનાશક પૂરની અસરને ધ્યાનમાં રાખીને ભારતના બિહાર રાજ્યમાં પણ સતર્કતા વધારવામાં આવી છે. ગંડક નદી સાથે જોડાયેલા વિસ્તારોમાં સંભવિત પાણીના વધારાને ધ્યાનમાં રાખીને પ્રશાસનને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારો, તટબંધો, પુલો અને અન્ય સંવેદનશીલ સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે. નેપાળમાં બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે અને લાપતા લોકોની સંખ્યા તથા મૃત્યુઆંક અંગે આગામી કલાકોમાં વધુ સ્પષ્ટ માહિતી સામે આવવાની શક્યતા છે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanUrgentTragedyભારત નેપાળ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026