ટૉપ ન્યૂઝ

બગદાણા હુમલા કેસમાં મોટો ધડાકો: લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની SIT દ્વારા ધરપકડ

24 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
બગદાણા હુમલા કેસમાં મોટો ધડાકો: લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની SIT દ્વારા ધરપકડ

Navnit Baladhiya Assault Case: બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા ઘાતકી હુમલાના કેસમાં આખરે સૌથી મોટો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા લાંબી પૂછપરછ અને પુરાવાઓની ચકાસણી બાદ મુખ્ય આરોપી તરીકે જેમના પર આંગળી ચિંધાઈ રહી હતી તેવા લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ સાથે જ સમગ્ર ગુજરાતમાં આ ચકચારી કેસે નવો વળાંક લીધો છે.

રેન્જ આઈજી કચેરીએ સતત બે કલાકની પૂછપરછ બાદ લેવાયો નિર્ણય
આજે બપોરે જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. આ પહેલા પણ તેની સાડા ત્રણ કલાક પૂછપરછ થઈ હતી, પરંતુ આજે SIT પાસે ટેકનિકલ પુરાવાઓનો ભંડાર હતો. કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સતત બે કલાક સુધી SIT ના અધિકારીઓએ જયરાજની ઉલટતપાસ કરી હતી. અંતે, હુમલામાં તેની સંડોવણીના પૂરતા પુરાવા મળતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી.

મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સ બન્યા મજબૂત પુરાવા
SIT ની તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરો હુમલા સમયે કોની સાથે સંપર્કમાં હતા અને તે સમયે જયરાજ આહીરનું લોકેશન શું હતું. SIT દ્વારા 20 દિવસના ટૂંકા ગાળામાં ટેકનિકલ એનાલિસિસ, સાક્ષીઓના નિવેદન અને ધરપકડ કરાયેલા અન્ય 8 આરોપીઓના રિમાન્ડ દરમિયાન મળેલી વિગતોના આધારે કડીઓ જોડવામાં આવી હતી. 19 જાન્યુઆરીના રોજ ફરિયાદી નવનીત બાલધિયાએ આપેલા વિશેષ નિવેદનમાં જયરાજ સામે મજબૂત આક્ષેપો કર્યા હતા, જેની સત્યતા તપાસતા પોલીસને ધરપકડ કરવા માટે પૂરતા આધાર મળ્યા હતા.

શું હતો સમગ્ર વિવાદ?
આ ઘટના પાછળનું કારણ બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામનો ઉલ્લેખ હોવાનું મનાય છે. મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરી જાણ કરી હતી કે બગદાણામાં અત્યારે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. આ બાબતે માયાભાઈએ માફી માગતો વીડિયો નવનીતને મોકલ્યો હતો, જે તેણે પોતાના મિત્રોને શેર કર્યો હતો. આ બાબત માયાભાઈના પુત્ર જયરાજને અપમાનજનક લાગી હતી અને તેણે નવનીત પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ નવનીતે કર્યો હતો. નવનીતનો દાવો હતો કે હુમલાખોરો જ્યારે તેને મારી રહ્યા હતા ત્યારે તેઓ વીડિયો કોલ દ્વારા કોઈને 'લાઈવ' દ્રશ્યો બતાવી રહ્યા હતા.

વધુ બે આરોપીઓ પણ ઝડપાયા
જયરાજ આહીરની સાથે આજે વધુ બે શખ્સો, ઉત્તમ ભરતભાઈ બાંભણીયા (રહે. રતનપર નવાગામ) અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલિયા (રહે. બગદાણા) ની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર સહિત અન્ય ઘણા શખ્સો ઝડપાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પીડિત પરિવારની ન્યાયની માંગ
નવનીત બાલધિયાએ અગાઉ ચીમકી ઉચ્ચારી હતી કે જો મુખ્ય સૂત્રધાર સામે કાર્યવાહી નહીં થાય તો કોળી સમાજનું મોટું સંમેલન બોલાવવામાં આવશે. તેમણે SIT ને 15 જેટલા પુરાવા આપ્યા હોવાનો પણ દાવો કર્યો હતો. જયરાજની ધરપકડ બાદ પીડિત પરિવારે ન્યાય મળવાની આશા વ્યક્ત કરી છે. જોકે, હજુ પણ આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે કે શું આ હુમલા પાછળ અન્ય કોઈના પણ ઈશારા હતા કે કેમ.

Tags:
Singer's Son Arrestગાયક પુત્રની ધરપકડBhavnagar Newsભાવનગર સમાચારLegal Update
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026