ટૉપ ન્યૂઝ

મુંબઈમાં મોંઘવારીનો ડબલ માર! દૂધ ₹9 મોંઘું, CNG અને રિક્ષા-ટેક્સીના ભાડાં વધ્યાં

1 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
મુંબઈમાં મોંઘવારીનો ડબલ માર! દૂધ ₹9 મોંઘું, CNG અને રિક્ષા-ટેક્સીના ભાડાં વધ્યાં

Mumbai Milk Price Hike: મુંબઈમાં તહેવારો શરૂ થાય તે પહેલાં જ મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. 1 સપ્ટેમ્બર 2026થી મુંબઈમાં તબેલાના દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹9નો વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ ₹93 પ્રતિ લિટર મળતું દૂધ હવે ₹102 પ્રતિ લિટર મળશે. આ નવી કિંમતો 1 સપ્ટેમ્બર 2026થી 28 ફેબ્રુઆરી 2027 સુધી અમલમાં રહેશે. તહેવારો દરમિયાન દૂધની માંગમાં વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં ભાવવધારાને કારણે રોજિંદા દૂધની ખરીદી કરતા પરિવારોના બજેટ પર વધારાનો બોજ પડશે.

પશુ આહાર અને ઘાસચારાના ભાવ વધતાં ખર્ચમાં વધારો
દૂધ ઉત્પાદકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી ડેરી વ્યવસાયમાં ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે. અનાજ, તવેર, ચણાની દાળ અને પશુ આહારના ભાવમાં 25 ટકા સુધીનો વધારો થયો છે. આ ઉપરાંત પશુઓની ખરીદી, ખલી અને અન્ય જરૂરી સામગ્રીના ખર્ચમાં પણ વધારો થયો છે. વધતા ઉત્પાદન ખર્ચને કારણે જૂના ભાવે દૂધ વેચવું મુશ્કેલ બનતાં દૂધના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

મહારાષ્ટ્રમાં 1.6 લાખ લિટરથી વધુ ભેળસેળવાળું દૂધ જપ્ત
બીજી તરફ, મહારાષ્ટ્રમાં દૂધની ભેળસેળ અને બનાવટી દૂધના નેટવર્ક સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, દૂધ કલેક્શન સેન્ટરો, ચિલિંગ પ્લાન્ટ્સ અને સ્થાનિક સપ્લાયર્સ સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં 1.6 લાખ લિટરથી વધુ ભેળસેળવાળું દૂધ અને આશરે ₹50 કરોડની કિંમતનો અસુરક્ષિત ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સિંથેટિક દૂધ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીઓ સામે કાર્યવાહી
તપાસ દરમિયાન કેટલીક ગેરકાયદેસર યુનિટ્સ પણ સામે આવી હતી. અહીં સ્કિમ્ડ મિલ્ક પાવડર, પાણી, ઇમલ્સિફાયર, કાસ્ટિક સોડા અને ઔદ્યોગિક કેમિકલ્સનો ઉપયોગ કરીને સિંથેટિક દૂધ બનાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે અનેક પ્રોડક્શન યુનિટ્સ સીલ કરવામાં આવી છે. આરોપીઓ સામે FIR નોંધવાની સાથે અટકાયતની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. દૂધના સપ્લાયમાં ગેરરીતિ અટકાવવા માટે FDA દ્વારા પુરવઠાની ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવાની દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે.

મુંબઈમાં CNG અને PNG પણ મોંઘા થયા
મુંબઈમાં 1 સપ્ટેમ્બરથી ગેસના ભાવમાં પણ વધારો થયો છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2 અને ઘરેલુ PNGના ભાવમાં પ્રતિ SCM ₹1નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ મુંબઈમાં CNGની કિંમત વધીને ₹88 પ્રતિ કિલો થઈ ગઈ છે. કંપનીના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ અને ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓટો-રિક્ષા અને ટેક્સીનું ભાડું પણ વધ્યું
CNGના ભાવમાં વધારા બાદ મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR)માં ઓટો રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ વધારો અમલી બન્યો છે. 1 સપ્ટેમ્બરથી ઓટો અને ટેક્સીના ન્યૂનતમ ભાડામાં વધારો થતાં રોજિંદી મુસાફરી કરતા લાખો મુસાફરોના ખર્ચમાં વધારો થશે. આમ, મુંબઈમાં એક તરફ દૂધના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ CNG અને જાહેર પરિવહનના ભાડામાં પણ વધારો થયો છે. તહેવારોની શરૂઆત પહેલાં જ સામાન્ય નાગરિકોના ઘરેલુ બજેટ પર મોંઘવારીનો વધારાનો બોજ પડ્યો

Tags:
સિન્થેટિક દૂધભેળસેળવાળું દૂધમહારાષ્ટ્ર FDAમુંબઈ રિક્ષા ભાડુંઓટો ટેક્સી ભાડું
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026