ટૉપ ન્યૂઝ

નોટબંધી બાદ હવે 'વોટબંધી' ચાલી રહી છે, ચૂંટણી પંચના વિવાદ વચ્ચે કોંગ્રેસની CWC બેઠક, ખડગેએ રજૂ કરી પાંચ મોટી માંગણીઓ

29 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
નોટબંધી બાદ હવે 'વોટબંધી' ચાલી રહી છે, ચૂંટણી પંચના વિવાદ વચ્ચે કોંગ્રેસની CWC બેઠક, ખડગેએ રજૂ કરી પાંચ મોટી માંગણીઓ

Mallikarjun Kharge CWC meeting:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં ચૂંટણી પંચ અને કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ખડગેએ જણાવ્યું કે, દેશના લોકશાહી અને બંધારણની રક્ષા કરવાની જવાબદારી ફરી એકવાર કોંગ્રેસના શિરે આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, મોદી સરકાર છેલ્લા 12 વર્ષોમાં દેશના મજબૂત લોકતાંત્રિક પાયાને યોજનાબદ્ધ રીતે ખોખલો કરી રહી છે.

પ્લાન હેઠળ હટાવવામાં આવી રહ્યા છે લોકોના નામ
ખડગેએ આરોપ લગાવ્યો કે સુયોજિત કાવતરાના ભાગરૂપે મતદાર યાદીમાંથી લોકોના નામ હટાવાઈ રહ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) મોદી સરકારના 'કઠપૂતળી' બની ગયા છે. તેમણે કહ્યું કે, દરેક યોગ્ય નાગરિકનો મત સુરક્ષિત રાખવો અને દરેક મતની નિષ્પક્ષ ગણતરી સુનિશ્ચિત કરવી તે લોકશાહીની મૂળભૂત ભાવના છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે, ચૂંટણી પંચના અન્ય કમિશનરોએ પણ ખુદ CECની ગતિવિધિઓને 'મનમાની અને અનુચિત' ગણાવી છે. ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનરને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ 'નૈતિકતાના આધારે' રાજીનામાની માંગણી દોહરાવી.

'ફોર્મ-6ના નિયમોમાં ગેરકાયદેસર બદલાવ'
કોંગ્રેસ અધ્યક્ષે યુવાઓના મતાધિકારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે, ડિસેમ્બર 1988માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી હતી. તેની તુલનામાં તેમણે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદીએ યુવાનોને મતાધિકારથી વંચિત રાખવાના ષડયંત્ર હેઠળ ચૂપચાપ ફોર્મ-6ના નિયમોમાં ફેરફાર કરાવ્યા છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે, "સરકારે નોકરી તો આપી નથી, હવે મતનો અધિકાર પણ છીનવવા માંગે છે."

રાહુલ ગાંધીની મહેનત અને ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની 5 માંગણીઓ
બેઠકમાં રાહુલ ગાંધી દ્વારા મતદાર યાદી અંગે ઉઠાવવામાં આવેલા સવાલોની પ્રશંસા કરવામાં આવી. ખડગેએ કહ્યું કે, જો ચૂંટણી પંચે આ ગંભીર સવાલો પર ધ્યાન આપ્યું હોત તો આજે તેની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ન લાગત. આ સાથે કોંગ્રેસે ચૂંટણી પંચ સામે પાંચ મુખ્ય માંગણીઓ મૂકી છે:

  • મતદાર યાદીમાં થયેલા મોટા ફેરફારોનો પૂરો ડેટા સાર્વજનિક કરવામાં આવે.

  • હટાવવામાં આવેલા મતદાતાઓને તેની સૂચના મળે અને અપીલ કરવાનો યોગ્ય મોકો આપવામાં આવે.

  • રાજકીય પક્ષોને જરૂરી ચૂંટણીલક્ષી ડેટા સરળ ફોર્મેટમાં સમયસર પૂરો પાડવામાં આવે.

  • ગંભીર વિસંગતતાઓની સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસ હાથ ધરવામાં આવે.

  • ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટા અને નિર્ણયોમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે.

નોટબંધી બાદ હવે 'વોટબંધી'નો દૌર
મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા ખડગેએ નોટબંધીની તુલના કથિત 'વોટબંધી' સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે નોટબંધી વખતે ગરીબ માણસ લાઈનમાં ઊભો હતો, જ્યારે 'વોટબંધી'માં ગરીબને મતદાનની લાઈનમાંથી જ બહાર કરી દેવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં પાંચ રાજ્યોની ચૂંટણીઓ હોવાથી કોંગ્રેસે આ મુદ્દાને 'સડકથી સંસદ સુધી' આક્રમક રીતે લડવાનો સંકલ્પ લીધો છે.

Tags:
ખડગેની માંગણીઓSave Democracyલોકશાહી બચાવોECI AutonomyECI સ્વાયત્તતા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026