ટૉપ ન્યૂઝ

કુલગામ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ લતીફ ભટ એનકાઉન્ટરમાં ઠાર, મસ્જિદમાં સંતાઇને કરતો હતો બચાવ

18 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
કુલગામ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ લતીફ ભટ એનકાઉન્ટરમાં ઠાર, મસ્જિદમાં સંતાઇને કરતો હતો બચાવ

Kulgam terror attack mastermind Latif Bhat killed: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાકર્મીઓએ લશ્કર-એ-તૈયબાના આતંકી લતીફ ભટને મોતને ઘાટ ઉતારી દીધો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, લતીફ એક મસ્જીદમાં સંતાયેલો હતો. તેને આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી પરંતુ, તેણે સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેને બહાર કાઢવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા અને મસ્જીદની બહાર નીકળતા જ તેને ગોળી મારવામાં આવી હતી.

મારી સાથે અલ્લાહ સિવાય કોઈ નથી...: લતીફ
કુલગામના SSP એનાયત અલીના જણાવ્યા મુજબ, તેમણે ખુદ લતીફ ભટ સાથે વીડિયો કૉલ પર લાંબી વાત કરી હતી અને હથિયાર મૂકીને આત્મસમર્પણ માટે સમજાવ્યો હતો. તેને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે, જો તે સરેન્ડર કરશે તો તેનો જીવ બચી જશે. પરંતુ, લતીફે આ રજૂઆતને નકારી દીધી અને આ ઓપરેશન દરમિયાન કથિત રીતે તેણે કહ્યું કે, 'મારી સાથે અલ્લાહ સિવાય કોઈ નથી.'

મસ્જિદને નુકસાનથી બચાવવાની સાવધાની
SSP ના જણાવ્યાનુસાર, લતીફે રાત્રે આશરે 2:45 વાગ્યે મસ્જિદમાં દાખલ થઈને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેને બહાર કાઢીને ટિયર ગેસના સેલ છોડ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ ધાર્મિક સ્થળને નુકસાનથી બચાવવાની સંપૂર્ણ સાવધાની રાખવામાં આવી હતી અને સુરક્ષાકર્મીઓએ મસ્જિદની અંદર કોઈ કાર્યવાહી નહતી કરી.

સરહદ પારથી મળતા નિર્દેશ
વધુમાં SSP એ જણાવ્યું કે, લતીફ ભટ 18 નવેમ્બર, 2025ના દિવસે લશ્કર-એ-તૈયબામાં સામેલ થયો હતો. તેણે કથિત રીતે જાતે જ કટ્ટરપંથી રસ્તો અપનાવ્યો હતો અને સરહદ પારથી તેને જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, પ્રવાસન અને અર્થવ્યવસ્થામાં અડચણ ઉભી કરવાના નિર્દેશ મળતા હતા.

કુલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ
નોંધનીય છે કે, લતીફ ભટ કુલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. હુમલાને અંજામ આપવાના ઠીક એક દિવસ પહેલા એટલે કે, 10 નવેમ્બર, 2026ના દિવસે લશ્કર કમાન્ડર લતીફ ભટ અને આતંકી ઉમર નિસાર ડારે કુલગામ જિલ્લાના અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. બંનેએ સુરક્ષાકર્મીઓને નિશાનો બનાવવાના હેતુથી મીર બજાર, અખરાન, હબલિશ અને કિલમ જેવા વિસ્તારોમાં રેકી કરી હતી. આતંકીનું આ આખુંય ષડયંત્ર ત્યાંના સ્થાનિક CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ચુકી હતી. રેકીના બીજા દિવસે એટલે કે, 11 નવેમ્બરે બંને આતંકીઓએ અખરાન વિસ્તાર સ્થિત CRPF ના નાકા પર અચાનક અંધાધૂંધ હુમલો કરવાનો શરૂ કરી દીધો હતો અને બાદમાં બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તપાસ બાદ સુરક્ષાકર્મીઓએ માસ્ટર માઇન્ડ લતીફ ભટને ઓળખી તેની સામે ઓપરેશન શરૂ કર્યું હતું.

Tags:
Indian security forces anti terror operationKashmir breaking news todayLatif Bhat Hizbul Mujahideen or LashkarIndian Army operation KulgamJammu and Kashmir encounter news
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026