ટૉપ ન્યૂઝ

આસામના કોકરાઝારમાં હિંસાનો તાંડવ... યુવાનની હત્યા બાદ પરિસ્થિતિ બેકાબૂ, બે લોકોના મોત

20 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
આસામના કોકરાઝારમાં હિંસાનો તાંડવ... યુવાનની હત્યા બાદ  પરિસ્થિતિ બેકાબૂ, બે લોકોના મોત

Kokrajhar violence Assam: પશ્ચિમ આસામના કોકરાઝાર જિલ્લામાં એક યુવાનની નિર્મમ હત્યા બાદ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. વિરોધ પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયું, જેમાં આગ, તોડફોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જામ થવાની ઘટનાઓ સામે આવી છે. અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ભારે પોલીસ દળ તૈનાત કરીને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ ચાલુ છે.

અત્યાર સુધી બે લોકોના મોત
પશ્ચિમ આસામના કોકરાઝાર જિલ્લામાં એક યુવાનની હત્યા બાદ હાલ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની રહી છે. આ ઘટનાને પગલે ભડકેલી હિંસામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે, જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. મૃતકોની ઓળખ સુનીલ મુર્મૂ અને સિખના જ્વહલાઓ બિસ્મિક તરીકે થઈ છે.

માર્ગ અકસ્માત બાદ બે જૂથો વચ્ચે વિવાદ
મળતી માહિતી મુજબ, સોમવાર 19 જાન્યુઆરીના રોજ ગૌર નગર વિસ્તારમાં એક માર્ગ અકસ્માત બાદ બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો, જે હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આરોપ છે કે, ઉગ્ર ભીડે સીખના જ્વહ્વલાઓ બિસ્મિતને માર મારીને હત્યા કરી હતી. આ સ્થળ કરીગાંવ પોલીસ ચોકીથી માત્ર 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલું છે. સીખના સ્થાનિક ઠેકેદાર બરોનડા બસુમતારીના જમાઈ હતા, જે વિસ્તારમાં માર્ગ નિર્માણ કાર્ય સાથે જોડાયેલા છે. આ ઘટનાના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન સુનીલ મુર્મૂ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું હાલ મોત થયું છે. ત્યારબાદ લોકોનો રોષ વધુ ભડકી ઉઠ્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ કરીગાંવ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જામ લગાવ્યો, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો.

હિંસા અને દુકાનોમાં તોડફોડ
હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓ પર બે અસ્થાયી બિરસા કમાન્ડો ફોર્સના કેમ્પોને આગ લાગાવવાનો આરોપ છે. આ ઉપરાંત સિદુ કાન્હૂ ભવનમાં તોડફોડ કરવામાં આવી અને અનેક દુકાનોને પણ આગ લગાવવામાં આવી. ઘટનાસ્થળે એક સ્કોર્પિયો વાહનને પણ સળગાવી દેવામાં આવ્યું. આ હિંસામાં યુગીરાજ બ્રહ્મા અને પ્રભાત બ્રહ્મા સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

પોલીસે 29 લોકોની અટકાયત કરી
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં ભારે સંખ્યામાં પોલીસ દળ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પોલીસ દ્વારા અત્યાર સુધી હત્યા અને હિંસાના મામલાઓમાં 29 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

ન્યાય નહીં મળે તો BTC બંધ કરવાની ચેતવણી
આ દરમિયાન ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયને ચેતવણી આપી છે કે, જો પીડિત પરિવારને વહેલી તકે ન્યાય નહીં મળે તો મંગળવારે BTC બંધ લાગુ કરવામાં આવશે. પ્રશાસન માટે સૌથી મોટો પડકાર હવે પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવાનો છે.

Tags:
Deaths and Violenceમોત અને હિંસાLocal Unrestસ્થાનિક અશાંતિIndia Current Affairs
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026