ટૉપ ન્યૂઝ

કેરલમમાં ગમખ્વાર અકસ્માત! ટ્રકમાં કાર ઘૂસી જતાં તમિલનાડુના 8 વિદ્યાર્થીઓનાં મોત

5 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
કેરલમમાં ગમખ્વાર અકસ્માત! ટ્રકમાં કાર ઘૂસી જતાં તમિલનાડુના 8 વિદ્યાર્થીઓનાં મોત

Keralam Accident News: કેરલમના ત્રિશૂર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં કારમાં સવાર તમિલનાડુના 8 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ બચાવ કામગીરી શરૂ કરવા છતાં કોઈ વિદ્યાર્થીનો જીવ બચાવી શકાયો નહોતો.

ઊભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી કાર
પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે ટ્રક રસ્તા પર ઊભી હતી. દરમિયાન ગુરુવાયુરથી કોડુંગલ્લુર તરફ જઈ રહેલી કાર સીધી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી, કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર તમામ 8 વિદ્યાર્થીઓના મોત થયા હતા. અકસ્મતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

તમામ મૃતકો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ 8 વિદ્યાર્થીઓ તમિલનાડુના ડિંડીગુલની એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ ગુરુવાયુરથી કોડુંગલ્લુર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. કારનું રજિસ્ટ્રેશન પણ તમિલનાડુના મદુરૈનું હોવાનું પોલીસે જણાવ્યું છે.

રાત્રે 11:40 વાગ્યે સર્જાયો અકસ્માત
પોલીસના જણાવ્યા મુજબ, શુક્રવારે રાત્રે આશરે 11:40 વાગ્યે કેપમંગલમ વિસ્તારમાં આવેલા પનમ્બિકુન્નુ નજીક અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં કાર ઊભેલી ટ્રક સાથે અથડાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, કાર ટ્રક સાથે કયા સંજોગોમાં અથડાઈ અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

અકસ્માતે સમગ્ર વિસ્તારમાં ફેલાવ્યો શોક
એકસાથે 8 વિદ્યાર્થીઓનાં મોત થતાં ત્રિશૂર સહિત કેરળ અને તમિલનાડુમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ સહિત અકસ્માતને લગતી વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

Tags:
કેરળ રોડ અકસ્માતએન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ8 વિદ્યાર્થીઓનાં મોતતમિલનાડુના વિદ્યાર્થીઓટ્રક-કાર અકસ્માત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026