ટૉપ ન્યૂઝ

174 મુસાફરોના તારણહાર કેપ્ટન સ્મિત મચ્છરને મળશે ઈઝરાયલનો પ્રેસિડેન્શિયલ એવોર્ડ!

9 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
174 મુસાફરોના તારણહાર કેપ્ટન સ્મિત મચ્છરને મળશે ઈઝરાયલનો પ્રેસિડેન્શિયલ એવોર્ડ!

Captain Smit Machchhar: ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ગંભીર હુમલા દરમિયાન હિંમત અને સૂઝબૂઝ બતાવી 174 મુસાફરોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલના પ્રતિષ્ઠિત નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે તેમના સાહસની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, સ્મિત મચ્છર સ્વસ્થ થયા બાદ તેમને ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હિરોઇઝમ’ એનાયત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ હર્ઝોગે સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવી
યરૂશલેમમાં નાગરિક વીરતા પુરસ્કાર સાથે જોડાયેલા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ હર્ઝોગે ભારતીય પાયલટના સાહસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છરની હિંમત અને સૂઝબૂઝને કારણે મોટી દુર્ઘટના ટાળવામાં મદદ મળી. તેમની તબિયતમાં સુધારો થાય અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ બને ત્યાર બાદ તેમને ઇઝરાયલની જનતા વતી આ સન્માન આપવું તેમના માટે ગૌરવની વાત હશે. આ પુરસ્કાર 7 ઑક્ટોબર, 2023ના હુમલા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ બહાદુરી દર્શાવનારા નાગરિકોને આ સન્માન આપવામાં આવે છે.

ફ્લાઇટમાં કો-પાયલટે કર્યો હતો હુમલો
30 સપ્ટેમ્બર, 2026ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર, વિમાનના ઓમાની કો-પાયલટે કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર ઇમરજન્સી ક્રેશ એક્સથી હુમલો કર્યો હતો અને વિમાનનો કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 174 મુસાફરો સહિત ક્રૂ મેમ્બર્સ પણ સવાર હતા.

નેતન્યાહૂએ પણ કરી હતી વાતચીત
આ ઘટના બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાતચીત કરી હતી. તેમણે ભારતીય પાયલટની હિંમતની પ્રશંસા કરી અને તેમને ભારત, ઇઝરાયલ તથા સમગ્ર વિશ્વના હીરો ગણાવ્યા હતા. નેતન્યાહૂએ સ્મિત મચ્છરને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસના સમારોહમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ પણ આપ્યું હતું. કેપ્ટન સ્મિત મચ્છરના સાહસની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે. ગંભીર પરિસ્થિતિમાં તેમણે બતાવેલી હિંમત અને સમયસૂચકતાને કારણે અનેક લોકોના જીવ બચાવવામાં મદદ મળી હતી.

Tags:
#IndianHero#AviationHero#GujaratiPride#IsraelAward#CaptainSmitMachchhar
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026