ટૉપ ન્યૂઝ

ઇસ્લામાબાદની મોટી સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ! AC કોમ્પ્રેસર ફાટતાં 15 નવજાત શિશુઓનાં મોત

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
ઇસ્લામાબાદની મોટી સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ! AC કોમ્પ્રેસર ફાટતાં 15 નવજાત શિશુઓનાં મોત

Pakistan Hospital Fire: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. દેશની મોટી સરકારી હોસ્પિટલ પૈકીની એક પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS)ના ગાયનેકોલોજી વોર્ડની નર્સરીમાં બુધવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં 15 નવજાત શિશુઓના મોત થયા હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.

AC કોમ્પ્રેસર ફાટતાં નર્સરીમાં લાગી આગ
પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલના MCH વોર્ડના ત્રીજા માળે આવેલી નર્સરીમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, AC કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થયા બાદ આગ ભડકી હોવાની આશંકા છે. ઘટના સમયે નર્સરીમાં કુલ 16 નવજાત શિશુઓ દાખલ હતા. આગ અને ધુમાડો ઝડપથી સમગ્ર વોર્ડમાં ફેલાઈ ગયો હતો. આ દરમિયાન માત્ર એક બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયું, જ્યારે અન્ય 15 નવજાત શિશુઓના મોત થયા હતા.

14 બાળકોના મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયા
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે 14 નવજાત શિશુઓના મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પરિવારજનોમાં ભારે શોક ફેલાયો હતો.

છ ફાયર એન્જિન અને ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી માટે છ ફાયર એન્જિન અને ચાર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ આગ ફરી ન ભડકે તે માટે ઘટનાસ્થળે કૂલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

આગની તપાસ માટે કમિટી રચાઈ
આ હૃદયદ્રાવક ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે તપાસ સમિતિની રચના કરી છે. અધિક નાયબ કમિશનરની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિ આગનું વાસ્તવિક કારણ શોધશે. સાથે જ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે નહીં અને ઘટનામાં કોઈ પ્રકારની બેદરકારી થઈ હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

નવજાત શિશુઓના મોતથી પરિવારોમાં માતમ
એકસાથે 15 નવજાત શિશુઓના મોતના સમાચારથી હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘટનાએ હોસ્પિટલની ફાયર સેફ્ટી અને નવજાત શિશુઓ માટેની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Tags:
હોસ્પિટલ ફાયર સેફ્ટીપાકિસ્તાન બ્રેકિંગ ન્યૂઝઇસ્લામાબાદ સમાચારAC કોમ્પ્રેસર બ્લાસ્ટ15 નવજાતનાં મોત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026