ટૉપ ન્યૂઝ

ઇસ્કોન-સાણંદ બ્રિજનું કામ પૂર્ણ થયા વગર જ ઉદ્ઘાટન! 15 દિવસમાં તિરાડો દેખાતા અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

28 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ઇસ્કોન-સાણંદ બ્રિજનું કામ પૂર્ણ થયા વગર જ ઉદ્ઘાટન! 15 દિવસમાં તિરાડો દેખાતા અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Iskcon to Sanand bridge inaugurated despite pending work: અમદાવાદમાં 9 નવેમ્બરે અમિત શાહ દ્વારા ઇસ્કોનથી સાણંદને જોડતા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, આ બ્રિજનું ઉદ્ઘાટન થયું તેના 15 દિવસની અંદર જ બ્રિજના નીચેના ભાગમાં તિરાડો જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ વિશે ચર્ચા તેજ થતા ગુજરાત વંદન ગ્રાઉન્ડ ઝીરો પર આ વિશે તપાસ કરવા પહોંચ્યું ત્યારે તેને લઈને ચોંકાવનારી હકીકતો સામે આવી છે. સત્તાવાર અધિકારીએ આ વિશે જણાવ્યું હતું કે, બ્રિજનું કામ તો પૂરૂ જ નથી થયું. કામગીરી શરૂ છે અને કમ્પ્લિશન સર્ટિફિકેટ પણ નથી અપાયું.

શું હતી આખી ઘટના?
9 નવેમ્બર, 2026ના દિવસે ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદથી સાણંદને જોડતા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે, અમદાવાદથી ગાંધીનગરને 'નો સિગ્નલ કોરિડોર' બનાવવા માટે આ બ્રિજ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, આ બ્રિજ વધુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે આ બ્રિજના નીચેના ભાગમાં તિરાડો હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ. આ ચર્ચાના ભાગ રૂપે ગુજરાત વંદનની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી અને હકીકતમાં વાસ્તિવિકતા શું છે, તેના વિશે તપાસ કરવામાં આવી.

ગ્રાઉન્ડ ઝીરો પર શું મળ્યું?
ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે ગુજરાત વંદનની ટીમ પહોંચી ત્યારે બ્રિજના એક્સપાન્સન જોઇન્ટના નીચેના ભાગે છેક સુધી તિરાડો જોવા મળી હતી. આ સિવાય બ્રિજના નીચેના ભાગમાં ફિનિશિંગ પણ નહતું. જ્યારે આ વિશે ટીમ અહેવાલ બનાવી રહી હતી, ત્યારે પોતાને બ્રિજ સાથે જોડાયેલા એન્જિનિયર્સ ગણાવતા અમુક લોકો આવ્યા અને આ તિરાડો ખૂબ જ સામાન્ય છે અને તે કોઈ નુકસાનકારક નથી તેવો તેમનો દાવો હતો. જ્યારે આ કહેવાતા એન્જિનિયર્સને તેમનું નામ પૂછવામાં આવ્યું તો તેમણે પોતાનું નામ પણ ન જણાવ્યું અને સત્તાવાર રીતે કોઈપણ વાત કરવાની ના પાડી હતી.

તિરાડો પાછળનું શું છે કારણ?
આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત વંદને સત્તાવાર અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. સૌથી પહેલાં ગુજરાત વંદન NHAI (ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (National Highways Authority of India) ની ઓફિસે પહોંચ્યું અને ત્યાં આ જ મુદ્દે પ્રશ્ન કર્યો કે, આ તિરાડો શું ખરેખર જોખમી છે કે કેમ? જોકે, NHAI દ્વારા એવું કહેવામાં આવ્યું કે, આ વિશે સત્તાવાર જવાબ R&B (રોડ એન્ડ બ્લિડિંગ ડિપાર્ટમેન્ટ) વિભાગ જ આપી શકશે તેવું જણાવાયું. બાદમાં ગુજરાત વંદનની ટીમ સચિવાલય ખાતે R&B વિભાગ પહોંચી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી. આર. મિસ્ત્રી સાથે વાત કરી.

ઇસ્કોન-સાણંદ બ્રિજની કામગીરી હજુ બાકી
સમગ્ર મામલે ડી. આર. મિસ્ત્રીએ જણાવ્યું કે, "આ કોઈ તિરાડ નથી ફક્ત એક્સપાન્સન જોઇન્ટનો ગેપ છે. લોકોએ આ વિશે ડરવાની જરૂર નથી. ખૂબ જ સારી ડિઝાઇનથી બનેલો બ્રિજ છે. આ જે ઇસ્કોન બ્રિજ લોકાર્પણ થયો છે, આ બ્રિજ હજુ પૂરો જ નથી થયો. પ્રોજેક્ટ હજુ અધૂરો છે. બ્રિજનો ઉપરનો ભાગ તૈયાર હતો અને નીચે સતત ટ્રાફિક જામ થતો હતો. એટલે બ્રિજની ઉપર જેટલા જરૂરી અને અગત્યના ટેસ્ટ હતા, જેમાં લોડ ટેસ્ટ, રોડ સેફ્ટીનો ટેસ્ટ (જેમાં વાહન મૂવમેન્ટ માટે જે જરૂરી પટ્ટા દોરવાના હોય) તે કરાવી લીધો હતો. ત્યારબાદ અમે પરવાનગી માંગી હતી કે, હવે આ બ્રિજ વાહનો માટે ખુલ્લો મૂકીએ જેથી કરીને ટ્રાફિક જામની સમસ્યા ઘટે."

હજુ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવાનું બાકી
વધુમાં તેમણે જણાવ્યું કે, "બ્રિજની નીચેની પરચૂરણ કામગીરી હજુ અમારી બાકી છે. બ્રિજના ઉપરથી વાહન પસાર થાય તેથી અમને નીચે સ્પેસ મળે અને અમે સરળતાથી કામ કરી શકીએ. હવે પહેલાંમાં પહેલી વાત તો એ છે કે, બ્રિજની કામગીરી પૂરી નથી થઈ. પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ છે, એ પતશે ત્યાં સુધી આવા નાના-મોટા જે પણ એરર આવશે એ અમે પૂરા કરીશું. બીજી અગત્યની બાબત એ છે કે, પ્રોજેક્ટ પૂરો થશે એ પછી પણ 10 વર્ષ સુધી આ એજન્સી બંધાયેલી છે, જે સ્વખર્ચે કંપનીએ કરવાની રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ જ એજન્સીને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવશે. એટલે બ્રિજ પર જવાની કોઈ ચિંતા નથી. પરંતુ, અર્બન સિટીમાં જે સ્પીડ લિમિટ છે તે મર્યાદામાં જ લોકોએ વાહન ચલાવવા જોઈએ."

કામગીરી બાકી છતાં કરાયું ઉદ્ઘાટન
મહત્ત્વનું છે કે, જે પ્રમાણે અધિકારીએ જણાવ્યું તે મુજબ, બ્રિજની કામગીરી પૂરી નથી થઈ. હજુ સુધી બ્રિજની કામગીરી શરૂ છે અને તેના પહેલાં જ તેનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. વાહનચાલકો બ્રિજ પરથી પસાર તો થઈ શકશે પરંતુ, બ્રિજની કામગીરી બાકી હોવાના કારણે આવા તમામ પ્રકારની નાની-મોટી એરર હજુ આવશે તો એ પૂરી કરવામાં આવશે.

Tags:
Gujarat local news Gujarati todayAhmedabad infrastructure and traffic news Gujarati todayAhmedabad Iskcon Sanand flyover inauguration controversy newsIskcon to Sanand bridge inaugurated despite pending work official clarification#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026