ટૉપ ન્યૂઝ

ભારત માટે ચિંતાજનક સમાચાર: કતાર પર હુમલાથી LNG સપ્લાય ખોરવાવાની ભીતિ વધી

20 માર્ચ, 2026•
GVGujaratvandan team
ભારત માટે ચિંતાજનક સમાચાર: કતાર પર હુમલાથી LNG સપ્લાય ખોરવાવાની ભીતિ વધી

Iran strikes Qatar LNG export: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઘર્ષણએ હવે વધુ ગંભીર અને ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાન, ઈઝરાયેલ અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચેનો સંઘર્ષ હવે માત્ર સૈન્ય મથકો સુધી મર્યાદિત રહ્યો નથી, પરંતુ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓઇલ-ગેસ સુવિધાઓને સીધું નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ પરિવર્તનને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. તાજેતરમાં ઈરાને રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી ખાતે આવેલ વિશ્વના સૌથી મોટા ગેસ હબ પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે તેની અસર તાત્કાલિક વૈશ્વિક ગેસ બજારમાં જોવા મળી. કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે આ હુમલાથી કતારની LNG એક્સપોર્ટ ક્ષમતાનો લગભગ 17 ટકા હિસ્સો અસરગ્રસ્ત થયો છે. અંદાજ મુજબ આથી દર વર્ષે લગભગ 20 અબજ ડોલર જેટલું આર્થિક નુકસાન થઈ શકે છે.

ગેસ સપ્લાયમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે
આ ઘટના માત્ર કતાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની અસર વિશ્વભરના દેશો પર પડી રહી છે. ખાસ કરીને ભારત, ચીન અને યુરોપિયન દેશો માટે ગેસ સપ્લાયમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. ભારત માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે, કારણ કે ભારત પોતાની LNG જરૂરિયાતનો આશરે 20 ટકા હિસ્સો કતાર પાસેથી ઈમ્પોર્ટ કરે છે. ઉત્પાદન પર પડેલા આ પ્રહારને કારણે ભારતમાં કુદરતી ગેસની અછત સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઈરાને અન્ય ગલ્ફ દેશોના ઊર્જા મથકોને પણ નિશાન બનાવ્યા છે. SAMREF Refinery (સાઉદી અરેબિયા) અને Mina Al-Ahmadi Refinery (કુવૈત) પર ડ્રોન હુમલાઓ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાઓને કારણે મધ્ય-પૂર્વમાં ઊર્જા પુરવઠા પર ગંભીર અસર થવાની ભીતિ વધી ગઈ છે, જે વૈશ્વિક બજારમાં અસ્થિરતા ઊભી કરી શકે છે.

ઈરાનની 11 સબમરીનને નષ્ટ કરવામાં આવી
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો કતારના ઊર્જા મથકો પર હુમલા ચાલુ રહેશે, તો અમેરિકા વળતો પ્રહાર કરીને દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્રને સંપૂર્ણપણે તબાહ કરી દેશે. આ સાથે જ અમેરિકાના સંરક્ષણ વિભાગ તરફથી એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ઈરાનની 11 સબમરીનને નષ્ટ કરવામાં આવી છે, જો કે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ હજુ થઈ નથી. આ સંઘર્ષ હવે સ્થાનિક મર્યાદાઓને પાર કરીને વૈશ્વિક અર્થતંત્ર માટે મોટું જોખમ બની રહ્યો છે. ઊર્જા પુરવઠામાં ખલેલ અને વધતી અનિશ્ચિતતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિ જો યથાવત્ રહે, તો આગામી સમયમાં વિશ્વવ્યાપી ઊર્જા સંકટ વધુ ઘેરું બની શકે છે.

Tags:
Global Marketવૈશ્વિક બજારSupply Disruptionપુરવઠામાં વિક્ષેપBreaking News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026