Nanda Devi LPG tanker India: સોમવારે LPG ટેન્કર 'શિવાલિક' ગુજરાતના મુન્દ્રા બંદરે 46,000 મેટ્રિક ટનથી વધુ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લઈને પહોંચ્યું હતું. આજે આવેલું બીજું જહાજ ભારતની કુલ LPG આયાતની જરૂરિયાતનો લગભગ એક દિવસનો હિસ્સો પૂરું કરશે.
'શિવાલિક' પછી 'નંદા દેવી' પણ ભારત પહોંચી ગયું
હોર્મુઝ જળસંધિમાંથી 'શિવાલિક' પછી હવે બીજું LPG ટેન્કર 'નંદા દેવી' પણ ભારત પહોંચી ગયું છે. 'નંદા દેવી' હોર્મુઝ જળસંધિ પાર કરીને વડીનાર બંદર પર પહોંચી ગયું છે. આ જહાજ પોતાના સાથે 47 હજાર મેટ્રિક ટનથી વધુ LPG લઈને આવ્યું છે. તે ગુજરાતના વડીનાર બંદર પર સફળતાપૂર્વક પહોંચી ગયું છે. મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતું આ બીજું જહાજ છે.
'શિવાલિક' નામનું બીજું LPG ટેન્કર ગુજરાતના મુન્દ્રા બંદર પર LPG લઈને આવ્યું
એક દિવસ પહેલાં 'શિવાલિક' નામનું બીજું LPG ટેન્કર ગુજરાતના મુન્દ્રા બંદર પર 46,000 મેટ્રિક ટનથી વધુ LPG લઈને આવ્યું હતું. તેમાં એટલી LPG હતી કે જે ભારતના ઘરોમાં ઉપયોગ થતા 14.2 કિલોગ્રામના આશરે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર જેટલી હતી. અધિકારીઓના અંદાજ મુજબ આ એક જહાજ ભારતની કુલ LPG આયાતની જરૂરિયાતનો લગભગ એક દિવસનો ભાગ પૂરો કરી શકે છે.
મંત્રાલયે શું જણાવ્યું હતું?
શનિવારે શિપિંગ મંત્રાલયનાના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, 'શિવાલિક' અને 'નંદા દેવી' ક્રમે 16 અને 17 માર્ચે પહોંચવાની અપેક્ષા હતી. તેમણે કહ્યું હતું કે, "ફારસી ખાડી વિસ્તારમાં રહેલા બધા ભારતીય નાવિક સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. ફારસી ખાડીમાં 24 ભારતીય ધ્વજવાળા જહાજો હાજર હતા. જેમાંથી બે જહાજ, 'શિવાલિક' અને 'નંદા દેવી' સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે અને હવે ભારત તરફ આવી રહ્યા છે."
24 હજાર મેટ્રિક ટન LPG તમિલનાડુ મોકલવામાં આવશે
બંને જહાજોના આગમનથી ભારતની LPG સપ્લાય સ્થિર રહેવાની આશા છે, જેથી ગેસની અછત અંગે ફેલાયેલા ભયને ઘટાડવામાં મદદ મળશે. હાલમાં ઘણા શહેરોમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે. જ્યારે નાના વ્યવસાયિકો જેમ કે, હોટેલ, રેસ્ટોરન્ટ અને રસ્તા પરના વેપારીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો ગેસની અછત રહેશે તો તેમને પોતાનો વ્યવસાય બંધ કરવો પડી શકે છે.








