ટૉપ ન્યૂઝ

CA પરીક્ષાનું પરિણામ જાહેર: ICAIએ સમય પહેલાં જ રિઝલ્ટ આપી દીધું, અમદાવાદની ક્રિતિ શર્માનો CA ઇન્ટરમીડિયેટમાં બીજો રેન્ક!

3 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
CA પરીક્ષાનું પરિણામ જાહેર: ICAIએ સમય પહેલાં જ રિઝલ્ટ આપી દીધું, અમદાવાદની ક્રિતિ શર્માનો CA ઇન્ટરમીડિયેટમાં બીજો રેન્ક!

CA Exam Result Declared: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બર સત્રની ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના પરિણામો જાહેર કર્યા છે. ICAIએ સમયપત્રક પહેલાં જ પરિણામો જાહેર કર્યા છે. એલ. રાજલક્ષ્મીએ ફાઉન્ડેશન પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે, નેહા ખાનવાનીએ ઇન્ટરમીડિયેટમાં અને મુકુંદ અગીવાલે ફાઇનલ પરીક્ષામાં સ્થાન મેળવ્યું છે.

આ વેબસાઇટ પર જોઈ શકશે પરિણામ
પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icai.org, icai.nic.in અને caresults.icai.org પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે. પરિણામો તપાસવા માટે, તમારે તમારો 6-અંકનો રોલ નંબર દાખલ કરવો પડશે.

બંને ગ્રુપનું 16.23 ટકા પરિણામ
ફાઈનલ એક્ઝામિનેશનનાં બંને ગ્રુપનું 16.23 ટકા પરિણામ આવ્યું છે. 16,800માંથી 2,727 ઉમેદવાર પાસ થયા છે. ઇન્ટરમીડિયેટ એક્ઝામનાં બંને ગ્રુપનું 10.06 ટકા પરિણામ આવ્યું છે, જેમાં 36,398માંથી 3,663 ઉમેદવાર પાસ થયા છે. ફાઉન્ડેશન એક્ઝામનું 14.78 ટકા પરિણામ જાહેર કરાયું છે, જેમાં 98,827માંથી 14,609 ઉમેદવાર પાસ થયા છે. રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક આવ્યો છે.

અમદાવાદની ક્રિતિ શર્માનો CA ઇન્ટરમીડિયેટમાં ભારતમાં રેન્ક 2

અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ થયો છે. તેમજ CA ફાઈનલમાં ટોપ 50માં અમદાવાદના 5 ઉમેદવારનો સમાવેશ થયો છે. અમદાવાદની ક્રિતિ શર્માનો CA ઇન્ટરમીડિયેટમાં ભારતમાં રેન્ક 2 આવ્યો છે.

ICAIની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે
વિદ્યાર્થીઓ તેમના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને ICAIની વેબસાઇટ icai.nic.in પર પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાઓ 3 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પરિણામ જોવા માટે તેમનો 6-અંકનો રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે.

આગામી સત્ર માટેની જાહેરાત
ICAIએ પરિણામોની સાથે જ જાન્યુઆરી 2026 સત્ર માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયાની પણ જાહેરાત કરી દીધી છે. આગામી પરીક્ષાઓ 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ઇચ્છુક વિદ્યાર્થીઓ 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શને રાજ્યમાં CAના શિક્ષણની ગુણવત્તાને ફરી એકવાર દેશમાં ટોચ પર મૂકી છે.

Tags:
CA ResultCA પરિણામGujaratAhmedabadICAIResult
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026