ટૉપ ન્યૂઝ

ચીનના શિપયાર્ડમાં ભીષણ આગ, 25 કામદારો જીવતા ભૂંજાયા, 5 ગંભીર રીતે દાઝ્યા

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ચીનના શિપયાર્ડમાં ભીષણ આગ, 25 કામદારો જીવતા ભૂંજાયા, 5 ગંભીર રીતે દાઝ્યા

Horrific fire in Chinese shipyard: ચીનના એક શિપયાર્ડમાં સમારકામ માટે ઊભેલા માલવાહક જહાજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શિયાંગદાઓ બેઈહાઈ શિપયાર્ડમાં બનેલી આ ઘટનામાં 25 કામદારોના મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. જહાજ પર કુલ 42 કર્મચારીઓ હાજર હતા, જેમાંથી બચાવ દળે 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

સમગ્ર જહાજને પોતાની ઝપેટમાં લઈ લીધું
મળતી માહિતી મુજબ, સવારે આશરે 11:15 વાગ્યે જહાજના નીચેના ભાગમાંથી અચાનક કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર જહાજને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી ટીમોએ લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ બપોરે 2:30 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં 25 કામદારોના મોત થઈ ચૂક્યા હતા. ગંભીર રીતે દાઝેલા 5 લોકોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની ઊંડી તપાસના આદેશ આપ્યા
આ જીવલેણ દુર્ઘટના બાદ ચીન સરકાર પણ હરકતમાં આવી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ઘટનાની ઊંડી તપાસના આદેશ આપ્યા છે. તેમણે કામના સ્થળે સુરક્ષા નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને તમામ સરકારી વિભાગો તથા કંપનીઓને આવી ઘટનાઓમાંથી બોધપાઠ લેવાની સૂચના આપી છે.

સમારકામ દરમિયાન એક જહાજમાં ભીષણ આગ લાગી
ચીનના શિપયાર્ડમાં એક મહિનાની અંદર બનેલી આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલાં 13 ઓગસ્ટે ફુજિયાન પ્રાંતના સેન્ચુરી હુઆહાઈ શિપયાર્ડમાં સમારકામ દરમિયાન એક જહાજમાં ભીષણ આગ લાગી હતી અને ત્યારબાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક ફાયરફાઈટરનું મોત થયું હતું. હવે ફરી શિપયાર્ડમાં સર્જાયેલી આ દુર્ઘટનાએ કામદારોની સુરક્ષા અને શિપયાર્ડમાં સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandanસુરક્ષા ભંગ#FireAccident#GujaratSamachar
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026