ટૉપ ન્યૂઝ

હિમાચલના ઉનામાં ભયાનક અકસ્માત! યાત્રાળુઓથી ભરેલું વાહન ખાડામાં ખાબક્યું, 50 લોકો ઘાયલ

25 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
હિમાચલના ઉનામાં ભયાનક અકસ્માત! યાત્રાળુઓથી ભરેલું વાહન ખાડામાં ખાબક્યું, 50 લોકો ઘાયલ

Una Accident News: હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં પીર નિગાહ મંદિર નજીક મંગળવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હરિયાણાના કરનાલ જિલ્લાના ઇન્દ્રીથી આવેલા શ્રદ્ધાળુઓને લઈ જતું 14 ટાયરનું માલવાહક વાહન કાબૂ ગુમાવી રસ્તાની બાજુના ખાડામાં ખાબક્યું હતું. અકસ્માતમાં આશરે 50 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

પીર નિગાહ મંદિરથી બે કિલોમીટર દૂર અકસ્માત
મળતી માહિતી મુજબ, હરિયાણાથી આવેલા શ્રદ્ધાળુઓ પીર નિગાહ મંદિરમાં દર્શન કર્યા બાદ માતા નૈના દેવી અને શ્રી આનંદપુર સાહિબ જવા માટે નીકળ્યા હતા. મંદિરથી આશરે બે કિલોમીટર દૂર ઉતરાણ દરમિયાન ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. વાહનમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સવાર હતા. અકસ્માત બાદ તમામ સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

રાહદારીઓએ શરૂ કરી બચાવ કામગીરી
અકસાનની જાણ થતાં જ આસપાસથી પસાર થતા લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ખાનગી વાહનો તેમજ 108 એમ્બ્યુલન્સની મદદથી ઉના પ્રાદેશિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. માહિતી મળતાં પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. ઘાયલોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.

યાત્રાળુઓ માલવાહક વાહનમાં કેમ?
પીર નિગાહ રૂટ પર માલવાહક વાહનોમાં યાત્રાળુઓની અવરજવર અંગે અગાઉ પણ સવાલો ઉઠ્યા છે. થોડા સમય પહેલાં પણ આવા વાહન સાથે અકસ્માતની ઘટના બની હતી. વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં માલવાહક વાહનોમાં શ્રદ્ધાળુઓની મુસાફરી અટકાવવામાં અસરકારક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટનાએ પોલીસ અને વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. હાલ ઘાયલ તમામ શ્રદ્ધાળુઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

Tags:
ઉના સમાચારયાત્રાળુઓની સુરક્ષામાલવાહક વાહન અકસ્માતપીર નિગાહ મંદિર50 લોકો ઘાયલ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026