Deputy Mamlatdar Revenue Talati Transfer List: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટા ફેરફાર કરતા મહત્વના આદેશ જારી કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટી (વર્ગ-3) ની સ્વ-વિનંતીના આધારે જિલ્લાફેર બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી પડતર બદલીની અરજીઓ અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સામૂહિક હુકમ કરવામાં આવ્યા છે.
વ્યક્તિગત વિનંતીઓને આધારે કરાઈ રેવન્યૂ તલાટીઓની બદલી
સરકારી હુકમ મુજબ, નાયબ મામલતદારોની બદલી સંબંધિત કલેક્ટરોની ભલામણ અને અરજીઓને આધીન કરવામાં આવી છે, જ્યારે રેવન્યૂ તલાટીઓની બદલી તેમની વ્યક્તિગત વિનંતીઓને આધારે કરાઈ છે. મહેસૂલ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ તમામ કર્મચારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં નવા નિયત કરાયેલા જિલ્લાઓમાં ફરજ પર હાજર થવાનું રહેશે.
ફેરબદલીઓ વહીવટી પ્રક્રિયાનો ભાગ
વધુમાં, હુકમમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ફેરબદલીઓ વહીવટી પ્રક્રિયાનો ભાગ હોવાથી કોઈ પણ કર્મચારીની રજૂઆત કે અપીલ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. આ મોટા પાયે થયેલી બદલીઓથી જિલ્લા કક્ષાના મહેસૂલી વહીવટમાં નવી ઊર્જા અને ઝડપ આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
બદલી કરાયેલા નાયબ મામલતદારના નામની યાદી







બદલી કરાયેલા રેવન્યૂ તલાટી મંત્રીઓના નામની યાદી















