ટૉપ ન્યૂઝ

બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ: બે રાજકીય પક્ષ સામે CID ક્રાઇમમાં ફરિયાદ, કરોડોની ટેક્સચોરીનો આરોપ

26 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ: બે રાજકીય પક્ષ સામે CID ક્રાઇમમાં ફરિયાદ, કરોડોની ટેક્સચોરીનો આરોપ

Bogus Donation Scam: સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના 519 કરોડ અને ગરીબ કલ્યાણ પાર્ટીના 206 કરોડથી વધુના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગે તપાસ કરતા ડોનેશન આપનાર લોકોને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરવામાં આવતી હતી. આઇટી વિભાગે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં નરોડા ખાતે આવેલી રાજકીય પાર્ટી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત તેના હોદ્દેદારો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે રૂ.519 કરોડના બોગસ ડોનેશન અને રૂ.155 કરોડથી વધુની ટેક્સ ચોરી બદલ ફરિયાદ નોધાવી છે.

બોગસ ડોનેશન દર્શાવીને 62 કરોડથી વધુની ટેક્સ ચોરી
નાના ચિલોડા ખાતે આવેલી રાજકીય પાર્ટી ગરીબ કલ્યાણ પાર્ટીના બેંક ખાતાઓ દ્વારા બોગસ ડોનેશન દર્શાવીને 62 કરોડથી વધુની ટેક્સ ચોરી કરાવવાનું સામે આવતા પાર્ટીના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને 3 સીએ સહિત 9 સામે ગુનો નોંધાયો છે. આ મુદ્દે તપાસ કરવા ભાસ્કર રિપોર્ટર સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીની વેબસાઇટ પરથી એડ્રેસ લઈ પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં જઇને જોયુ તો કોઈ પાર્ટી કાર્યલાય નહોતું, પરંતુ ત્યાં એક કારખાનું ચાલતું હતું.

રાજકીય પક્ષનો હેતુ માત્ર કમિશન કમાવવાનો હતો
ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીનો હેતુ કોઈ ચૂંટણી લડવાનો કે રાજકીય પ્રવૃત્તિ કરવાનો નહોતો, પરંતુ માત્ર કમિશન કમાવવાનો હતો. દેશના મોટા કરદાતાઓ પાસેથી ચેક કે RTGS મારફતે દાન મેળવી તેમને આવકવેરા કાયદાની કલમ હેઠળ 100 ટકા ટેક્સ કપાત મેળવવા માટે બોગસ રસીદો અપાતી હતી. ત્યારબાદ આ નાણાં 'જય ટ્રેડિંગ કંપની' નામની બોગસ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી 8થી 9 ટકા કમિશન કાપીને બાકીના નાણાં કરદાતાઓને રોકડા પરત કરી દેવાતા હતા.

ચૂંટણી પંચ સમક્ષ દાનનો ખોટો અહેવાલ રજૂ કરાયો
​CA મયુરસિંહ રાઠોડ દ્વારા હિસાબોની કોઈ પણ ચકાસણી કર્યા વિના ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ તૈયાર કરી, ડિજિટલ સાઇન કરીને ખોટો ઓડિટ ટ્રેલ ઉભો કરી ઇન્કમટેક્સ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ સમક્ષ પણ દાન અંગેનો ખોટો અહેવાલ રજૂ કરાયો હતો. આ સમગ્ર કૌભાંડ દ્વારા કરદાતાઓને ટેક્સ મુક્તિ અપાવીને આશરે રૂ.155 કરોડની કરચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોચાડ્યું હતું. આટલું જ નહી જમા થયેલા રૂપિયા અન્ય કૌભાંડ સાથે પણ લિંક હોવાની શક્યતા છે.

ગરીબ કલ્યાણ પાર્ટી સામે પણ ફરિયાદ
ઈન્કમટેક્ષ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર યતીશ કાલેને ઈન્કમટેક્ષના ડેટા પર માહિતી મળી હતી કે ગરીબ કલ્યાણ પાર્ટી દ્વારા ખોટા ડોનેશન મેળવવામાં આવે છે. તેના આધારે ​તપાસ કરતા ગરીબ કલ્યાણ પાર્ટીનો હેતુ કોઈ રાજકીય પ્રવૃત્તિ કરવાનો કે ચૂંટણી લડવાનો હતો જ નહીં, પરંતુ માત્ર કમિશન કમાવવાનો હતો. દેશના મોટા કરદાતાઓ પાસેથી ચેક કે RTGS મારફતે દાન મેળવી તેમને આવકવેરા કાયદાની કલમ હેઠળ 100 ટકા ટેક્સ મુક્તિ મેળવવા માટે બોગસ રસીદો આપવામાં આવતી હતી.

5થી 7 ટકાનું કમિશન કાપીને બાકીની રકમ પરત કરતા
​ત્યારબાદ આ નાણા ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ જેવી શેલ (બોગસ) કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યાંથી 5થી 7 ટકા સુધીનું કમિશન કાપીને બાકીની રકમ કેશબેક સ્વરૂપે દાતાઓને પરત કરી દેવામાં આવતી હતી.

હિસાબ જોયા વગર ખોટો ઓડિટ રિપોર્ટ સાચો હોવાનું બતાવ્યું
સમગ્ર કૌભાંડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા હિસાબોની કોઈ પણ ચકાસણી કર્યા વિના ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. જેમાં ​CA કુલદીપદાન ટાપરિયા રૂ.50 હજાર રોકડા લઈ કોઈપણ હિસાબ જોયા વગર ખોટો ઓડિટ રિપોર્ટ સાચો હોવાનું બતાવ્યું હતું. તેમજ ​CA અશોકકુમાર શાહ અને CA પંકજ અગ્રવાલને શેલ કંપનીઓ હોવાની જાણ હોવા છતાં બેલેન્સ શીટ અને ટેક્સ ઓડિટ રિપોર્ટ ડિજિટલ સાઇન કરી સરકારી પોર્ટલ પર અપલોડ કર્યા હતા.

બોગસ કંપનીથી 1295 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા
તપાસમાં ​દાતાઓ દ્વારા રૂ.134 કરોડથી વધુ ખોટી ટેક્સ કપાત મેળવી હતી. જેથી ​સરકારી તિજોરીને રૂ. 62 કરોડનું નુકસાન થયું હતું. ઉપરાંત બોગસ કંપની દ્વારા 1295 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. તેમજ પ્રદીપસિંહ અભિષેકના નામે બોગસ જલારામ કંપની ઉભી કરી હતી. તેના બદલે તે 5 હજાર પગાર આપતો હતો.

Tags:
ગુજરાત વંદનGujarat VandanGovernment Scamગુપ્ત તપાસPolitical Corruption
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026