ટૉપ ન્યૂઝ

17,000 ફૂટ નીચે ખાબકતા પ્લેનને બચાવનાર 4 'રિયલ લાઈફ હીરો', ફ્લાયદુબઈ ફ્લાઈટની એ ખૌફનાક 55 મિનિટની ઈન્સાઈડ સ્ટોરી

1 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
17,000 ફૂટ નીચે ખાબકતા પ્લેનને બચાવનાર 4 'રિયલ લાઈફ હીરો', ફ્લાયદુબઈ ફ્લાઈટની એ ખૌફનાક 55 મિનિટની ઈન્સાઈડ સ્ટોરી

FlyDubai flight incident Pilot Smit Macchar: દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં બુધવારે હવામાં જે ખૂની ખેલ ખેલાયો, તેની ચર્ચા આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. જો ફ્લાઈટમાં હાજર કેટલાક લોકોએ સમયસર હિંમત ન બતાવી હોત તો 174 મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત અને એક મોટી એવિએશન દુર્ઘટના સર્જાઈ હોત. ભારતીય પાઇલટ અને અન્ય ત્રણ ઇઝરાયલી મુસાફરોની સમયસૂચકતાએ હવામાં મોતને માત આપી હતી.

જીવના જોખમે મુસાફરોને બચાવનાર 4 અસલી હીરો
હવામાં સર્જાયેલી આ કટોકટીને નિષ્ફળ બનાવવામાં માત્ર એક કે બે નહીં, પરંતુ પૂરા ચાર 'હીરો' સામેલ હતા. બેન ગુરિયન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરેલા મુસાફરોએ ટાઈમ્સ ઓફ ઈઝરાયલને આ તમામ હીરોની હિંમતભરી કહાની જણાવી હતી. આ ચાર હીરોમાં ભારતીય પાઇલટ સ્મિત મચ્છર, હુમલાખોરને કાબૂમાં લેનાર યાનીવ હાયુન, ઇમરજન્સી સારવાર આપનાર ડો. શોતા મુસાયેવ અને હુમલાખોર સામે બાથ ભીડનાર આસિફ રિઝવાનનો સમાવેશ થાય છે.

પહેલા હીરો: લોહીલુહાણ હાલતમાં પ્લેન કંટ્રોલ કરનાર પાઈલટ સ્મિત મચ્છર
ભારતીય પાઈલટ સ્મિત મચ્છરની બહાદુરીના આજે પીએમ નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ પણ કાયલ થઈ ગયા છે. જ્યારે કો-પાઈલટે સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો, ત્યારે તેમના માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આમ છતાં, તેમણે હિંમત હાર્યા વિના પ્લેન પર કંટ્રોલ જાળવી રાખ્યો અને પોતાની આખરી બચેલી તાકાત લગાવીને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો, જેથી મદદ અંદર આવી શકે.

બીજા હીરો: હુમલાખોર કો-પાઈલટને દબોચી લેનાર યાનીવ હાયુન
ફ્લાઈટમાં સવાર ઈઝરાયલી મુસાફર યાનીવ હાયુન સાચા અર્થમાં દેવદૂત બનીને આવ્યા. કોકપિટનો દરવાજો ખૂલતાં જ તેઓ અંદર ઘૂસી ગયા અને પાઇલટ પર હુમલો કરી રહેલા કો-પાઈલટને પકડીને બહાર ખેંચી લાવ્યા. આ ઝપાઝપીને કારણે પ્લેન માત્ર બે મિનિટથી ઓછા સમયમાં 17,000 ફૂટ નીચે ખાબકી ગયું હતું, જેને યાનીવના હસ્તક્ષેપથી સમયસર કંટ્રોલ કરી શકાયું. પીએમ નેતન્યાહૂએ યાનીવને મેડલના હકદાર અને 'હીરો' ગણાવ્યા છે.

ત્રીજા હીરો: 10 સેકન્ડમાં મદદે પહોંચેલા ડેન્ટિસ્ટ ડૉ. શોતા મુસાયેવ
હુમલામાં પાઇલટ સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના શરીરમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. આ સમયે ફ્લાઈટમાં હાજર એકમાત્ર ડૉક્ટર (ઈઝરાયલી ડેન્ટિસ્ટ) ડૉ. શોતા મુસાયેવે તેમની ઈમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ કરી. ડૉ. મુસાયેવે જણાવ્યું કે ચીસો સાંભળીને તેઓ માત્ર 10 સેકન્ડમાં કોકપિટમાં પહોંચી ગયા હતા. તેમણે તરત જ પાઇલટનું લોહી વહેતું અટકાવ્યું અને બ્લડ પ્રેશર નોર્મલ કર્યું, જેનાથી પાઇલટનો જીવ બચી શક્યો.

ચોથા હીરો: 55 મિનિટ સુધી હુમલાખોરને પકડી રાખનાર આસિફ રિઝવાન
ઈઝરાયલી મુસાફર આસિફ રિઝવાને પોતાની હિંમતથી અન્ય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે મળીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. તેમણે જણાવ્યું કે આ દ્રશ્યો કોઈ હોલીવુડ ફિલ્મના સીન જેવા હતા અને પરિસ્થિતિ 'કરો યા મરો' જેવી હતી. પ્લેન હવામાં ગોથા ખાઈ રહ્યું હતું ત્યારે રિઝવાને જીવના જોખમે હુમલાખોરને દબોચી લીધો. રિઝવાન અને અન્ય લોકોએ સતત 55 મિનિટ સુધી હુમલાખોરને દબાવી રાખ્યો, જ્યાં સુધી પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ ન થયું. આ ઝપાઝપીમાં રિઝવાનને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી.

ઉડ્ડયન સુરક્ષામાં મોટી ચૂક
આ હચમચાવી દેનારી ઘટનાએ આંતરરાષ્ટ્રીય એવિએશન સિક્યુરિટી અને કો-પાઇલટ્સના મેન્ટલ હેલ્થ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્લેન બેન ગુરિયન એરપોર્ટ પર લેન્ડ થતાં જ ઇઝરાયલી સુરક્ષા દળોએ હુમલાખોર કો-પાઈલટની ધરપકડ કરી લીધી હતી. હાલમાં આ હુમલા પાછળનો આતંકી એંગલ કે કોઈ અંગત અદાવત હતી તેની સઘન તપાસ ચાલી રહી છે. ફ્લાયદુબઈ કંપનીએ પણ આંતરિક સુરક્ષા માપદંડોની સમીક્ષા માટે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.

Tags:
Air Travel SafetyUntold Story55 Minutes Crisis#GujaratNews#AviationHeroes
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026