ટૉપ ન્યૂઝ

'સ્મિત મછાર, તમે દેશના અસલી હીરો છો'! ફ્લાયદુબઈના પાયલટની હિંમતને સલામ, PM મોદી સહિત દિગ્ગજોએ કર્યા વખાણ

1 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
'સ્મિત મછાર, તમે દેશના અસલી હીરો છો'! ફ્લાયદુબઈના પાયલટની હિંમતને સલામ, PM મોદી સહિત દિગ્ગજોએ કર્યા વખાણ

Flydubai Pilot Smit News: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હવામાં સર્જાયેલી ગંભીર કટોકટી વચ્ચે ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછારે અદભુત સાહસ અને સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે કટોકટીની સ્થિતિમાં સંયમ જાળવી રાખ્યો અને મોટી દુર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમની બહાદુરીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પ્રશંસા કરી છે.

PM મોદીએ કહ્યું- ભારતને કેપ્ટન મછાર પર ગર્વ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કેપ્ટન સ્મિત મછારની બહાદુરીને બિરદાવી હતી. PM મોદીએ જણાવ્યું હતું કે, અત્યંત ખતરનાક પરિસ્થિતિમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન મછારે અન્ય લોકોના જીવ બચાવવા માટે અપ્રતિમ હિંમત દર્શાવી. PM મોદીના જણાવ્યા મુજબ, તેમની સમયસૂચકતા અને બહાદુરીને કારણે મોટી દુર્ઘટના ટળી અને સેંકડો લોકો સુરક્ષિત બચી શક્યા. તેમણે કેપ્ટન મછાર ઝડપથી સ્વસ્થ થાય અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.

ટ્રમ્પે પણ ભારતીય પાયલટને ગણાવ્યા ‘હીરો’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેપ્ટન સ્મિત મછારના સાહસની પ્રશંસા કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ દરમિયાન કો-પાયલટે કથિત રીતે ભારતીય પાયલટ પર અચાનક હુમલો કર્યો હતો. ગંભીર ઈજા છતાં કેપ્ટન મછારે સંયમ જાળવી રાખ્યો અને કટોકટીની સ્થિતિમાં મદદ મેળવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ટ્રમ્પે તેમના આ વર્તનને અસાધારણ સાહસ ગણાવ્યું હતું અને તેમને ‘હીરો’ તરીકે સંબોધ્યા હતા.

નેતન્યાહૂએ કરી ‘સેલ્યુટ’
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કેપ્ટન મછારની બહાદુરીને સલામ કરી હતી. નેતન્યાહૂના જણાવ્યા મુજબ, છરીના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં કેપ્ટન મછારે પ્રતિકાર કર્યો અને કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને હુમલાખોર પર કાબૂ મેળવવામાં મદદ કરી. નેતન્યાહૂએ કહ્યું હતું કે કેપ્ટન મછારના આ સાહસના કારણે વિમાનમાં સવાર 174 મુસાફરોના જીવ બચાવવામાં મદદ મળી. તેમણે કેપ્ટન મછારને સાચા હીરો ગણાવી તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

Tags:
Dubai FlightAir SafetyPilot BraverySmit Machchharવખાણ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026