ટૉપ ન્યૂઝ

દિલ્હી રમખાણ પર સુપ્રીમ કોર્ટનો આદેશ, શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની જામીન અરજી નામંજૂર

5 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
દિલ્હી રમખાણ પર સુપ્રીમ કોર્ટનો આદેશ, શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની જામીન અરજી નામંજૂર

Delhi riots Supreme Court bail rejection: દિલ્હી રમખાણો સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની જામીન અરજી નામંજૂર કરી છે. તેમના પર UAPA હેઠળ કેસ નોંધાયેલો છે. કોર્ટ અગાઉ પણ તેમની જામીન અરજીઓ નામંજૂર કરી ચૂકી છે. અન્ય આરોપીઓની સુનાવણી હજુ ચાલુ છે. 2020ના રમખાણોમાં 53 લોકોનાં મોત થયા હતા. તમામ આરોપીઓ પર દિલ્હીમાં રમખાણ ભડકાવવાનો આરોપ છે.

દિલ્હી રમખાણના સાત આરોપીએ જામીનની માંગ કરી
દિલ્હી રમખાણ સાથે જોડાયેલા કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સર્વોચ્ચ અદાલતે શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. દિલ્હી રમખાણના અન્ય આરોપીઓ અંગે હજુ સુનાવણી ચાલુ છે. દિલ્હી રમખાણના સાત આરોપી ગુલફિશા ફાતિમા, શરજીલ ઈમામ, મીરાન હૈદર, ઉમર ખાલિદ, શિફા-ઉર-રહમાન, મોહમ્મદ શકીલ ખાન અને શાદાબ અહમદે સુપ્રીમ કોર્ટમાં જામીનની માંગ કરી હતી, પરંતુ કોર્ટે બે આરોપીઓને જામીન આપવાની મનાઈ કરી છે.

UAPA હેઠળ નોંધાયો છે કેસ
2020માં દિલ્હીમાં રમખાણ ભડકાવવાના મામલે તમામ આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અગાઉ પણ તેમની જામીન અરજી નામંજૂર કરી ચૂકી છે. સર્વોચ્ચ અદાલતે 10 ડિસેમ્બર 2025ના રોજ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

પહેલાં પણ થયા છે જામીન નામંજૂર
આરોપીઓનું કહેવું છે કે, તેઓ છેલ્લા 5 વર્ષથી જેલમાં બંધ છે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં રમખાણ ભડકાવવાના કોઈ મજબૂત પુરાવા તેમની સામે રજૂ થયા નથી. તે પહેલાં 2 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ તમામ આરોપીઓને જામીન આપવાની મનાઈ કરી હતી.

દિલ્હી રમખાણ 2020
તમામ આરોપીઓ પર 2020માં નાગરિકતા સુધારા કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરના વિરોધ પ્રદર્શન દરમિયાન સાંપ્રદાયિક રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે, જેના કારણે દિલ્હીમાં રમખાણ ભડકી ઊઠ્યા હતા. દિલ્હી રમખાણમાં 15 હિંદુઓ સહિત કુલ 53 લોકોનાં મોત થયા હતા. ઉપરાંત, 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Tags:
Protestવિરોધ પ્રદર્શનJusticeન્યાય2020 Delhi Riots
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026