ટૉપ ન્યૂઝ

યુકેમાં 'ઓપરેશન ઇક્વલાઇઝ': ગેરકાયદે ભારતીય સહિત 171 એશિયન ઇમિગ્રન્ટ્સની ધરપકડ, ડિપોર્ટની કાર્યવાહી

6 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
યુકેમાં 'ઓપરેશન ઇક્વલાઇઝ': ગેરકાયદે ભારતીય સહિત 171 એશિયન ઇમિગ્રન્ટ્સની ધરપકડ, ડિપોર્ટની કાર્યવાહી

Illegal Indians in the UK: અમેરિકા બાદ હવે બ્રિટનમાં પણ ગેરકાયદે વસવાટ કરતી અને ગેરકાયદે કામ કરતી એશિયન ઇમિગ્રન્ટ્સ પર સરકારની કાર્યવાહી નોંધપાત્ર રીતે વધી છે. યુકે સરકારે 'ઓપરેશન ઇક્વલાઇઝ' નામની વિશાળ ઝૂંબેશ હાથ ધરી છે, જેમાં ફૂડ ડિલિવરી કંપનીઓ માટે રાઇડર તરીકે કામ કરતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઓળખીને તેમની ધરપકડ અને ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા 171 લોકોમાં ભારતીયો સહિત બાંગ્લાદેશી અને ચીની નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

ગેરકાયદે કામ કરનારાઓને તરત જ કસ્ટડીમાં
હોમ ઓફિસ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની ટીમે નવેમ્બર મહિના દરમ્યાન બ્રિટનના વિવિધ શહેરોમાં રાઇડર્સની ચકાસણી માટે વિશેષ રેઇડ્સ ચલાવ્યા હતા. રાઇડર્સને અટકાવી તેમના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી અને ગેરકાયદે કામ કરનારાઓને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લંડનના ઇસ્ટ વિસ્તારમાં આવેલા ન્યુહેમમાં 17 નવેમ્બરના રોજ ચાર રાઇડર્સની ધરપકડ કરવામાં આવી, જેમાં ભારતીયો અને બાંગ્લાદેશીઓ સામેલ હતા.

ઇમિગ્રેશન જામીન પર છોડવામાં આવ્યો
તે જ રીતે, 25 નવેમ્બરે ઇસ્ટર્ન લંડનના ન્યૂવીચ સિટી સેન્ટર વિસ્તારમાં ત્રણ ભારતીય રાઇડર્સ પકડાયા હતા. તેમાંથી બે સામે ડિપોર્ટ કરવાની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી, જ્યારે ત્રીજા વ્યક્તિને ઇમિગ્રેશન જામીન પર છોડવામાં આવ્યો હતો. યુકે બોર્ડર સિક્યુરિટી પ્રધાન એલેક્સ નોરિસે જણાવ્યું કે આ ઓપરેશન એશિયન ઇમિગ્રન્ટ્સને સ્પષ્ટ સંદેશ આપે છે કે ગેરકાયદે રીતે દેશમાં રહી કામ કરતા લોકો માટે હવે કોઈ છૂટ નહીં અપાય. તેમના જણાવ્યા મુજબ, "જો તમે ગેરકાયદે રીતે કામ કરતા જોવા મળશો તો તમારી ધરપકડ થશે અને તમને તમારા દેશમાં પરત મોકલી દેવામાં આવશે."

ગંભીર ગુનાઓને છુપાવવા માટે અંધારી દુકાનો
ગયા અઠવાડિયે યુકે સરકારે Deliveroo, Just Eat અને Uber Eats જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમની પ્લેટફોર્મ પર ગેરકાયદે કામ કરતા લોકોની ઓળખ અને તેઓને સિસ્ટમમાંથી દૂર કરવાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારનું માનવું છે કે ગેરકાયદે વસાહતીઓમાં કેટલાક લોકો ગંભીર ગુનાઓને છુપાવવા માટે અંધારી દુકાનોનો ઉપયોગ કરે છે જેમાં મની લોન્ડરિંગ, ગેરકાયદે ટ્રાન્ઝેક્શન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

એસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલને શાહી મંજૂરી
યુકે સરકારે દાવો કર્યો છે કે આવા ગુનેગારો પાસેથી ગયા વર્ષે જ 300 મિલિયન પાઉન્ડની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીઓને વધુ કડક બનાવવા માટે તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી, એસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલને શાહી મંજૂરી મળતા હવે તે કાયદા રૂપે અમલમાં આવશે. નવા કાયદામાં, જો કોઈ નોકરદાતા પૂરતી તપાસ કર્યા વગર ગેરકાયદે ઇમિગ્રન્ટને નોકરી આપે, તો તેને પાંચ વર્ષ સુધીની સજા તથા પ્રતિ કર્મચારી 60,000 પાઉન્ડનો દંડ કરવામાં આવશે. સાથે જ, સંડોવાયેલા બિઝનેસને બંધ કરવાની જોગવાઈ પણ છે.

50,000 લોકોને ડિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે
ગૃહમંત્રી શબાના મહેમૂદના નેતૃત્વમાં ચાલતી ગેરકાયદે ઇમિગ્રેશન સામેની ઝૂંબેશ અંતર્ગત જુલાઈ 2024 સુધીમાં 50,000 લોકોને ડિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે. હવે 'ઓપરેશન ઇક્વલાઇઝ' દ્વારા આ કાર્યવાહી વધુ ગતિ પકડી રહી છે અને યુકે સરકારે ગેરકાયદે વસવાટ અને ગેરકાયદે રોજગારી સામે શૂન્ય સહનશીલતાનો સંદેશ સ્પષ્ટ કર્યો છે.

Tags:
ટૉપ ન્યૂઝ (Top News)સમાચાર (Samachar)ભારતીય સમુદાય (Bharatiya Samuday)Immigration LawBritain
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026