ટૉપ ન્યૂઝ

રાજસ્થાનમાં ભાજપનો દબદબો! 4 હજારથી વધુ વોર્ડમાં વિજય, દિગ્ગજોના ગઢમાં કોંગ્રેસે આપ્યો મોટો ઝટકો

14 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાજસ્થાનમાં ભાજપનો દબદબો! 4 હજારથી વધુ વોર્ડમાં વિજય, દિગ્ગજોના ગઢમાં કોંગ્રેસે આપ્યો મોટો ઝટકો

Rajasthan Election: રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે સમગ્ર રાજ્યમાં જોરદાર પ્રદર્શન કરીને અનેક વિસ્તારોમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. ભાજપે 4,000થી વધુ વોર્ડમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ 3,450થી વધુ અને અપક્ષ ઉમેદવારો 2,400થી વધુ વોર્ડમાં વિજયી રહ્યા છે. નાના શહેરો અને આદિવાસી વિસ્તારોમાં ભાજપને ખાસ સફળતા મળી છે, જ્યારે ખેડૂત પ્રભાવિત વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોએ પણ નોંધપાત્ર દેખાવ કર્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પરિણામને ઐતિહાસિક ગણાવી જનતા અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો છે.

10 નગર નિગમમાંથી ભાજપે 5માં સ્પષ્ટ બહુમતી નગર નિગમ, નગર પરિષદ અને નગરપાલિકાના પરિણામોમાં પણ ભાજપ આગળ રહ્યો છે. રાજ્યના 10 નગર નિગમમાંથી ભાજપે 5માં સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને એક નિગમમાં સફળતા મળી છે અને ચાર જગ્યાએ ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ છે. 252 નગરપાલિકાઓમાંથી ભાજપે 144, કોંગ્રેસે 92 અને અપક્ષોએ 16 પર કબજો કર્યો છે. જ્યારે 47 નગર પરિષદોમાં ભાજપે 21, કોંગ્રેસે 17 અને અપક્ષોએ 9 પર જીત મેળવી છે.

વસુંધરા રાજેના પ્રભાવવાળા ઝાલાવાડમાં ભાજપને પછડાટ જોકે, રાજ્યવ્યાપી સફળતા વચ્ચે ભાજપને કેટલાક દિગ્ગજ નેતાઓના ગઢમાં ઝટકો પણ લાગ્યો છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલના સંસદીય વિસ્તાર બીકાનેર અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પ્રભાવવાળા ઝાલાવાડમાં ભાજપને પછડાટ મળી છે. બીજી તરફ પરબતસર નગરપાલિકાના વોર્ડ નંબર 13નું પરિણામ પણ ચર્ચામાં રહ્યું, જ્યાં ભાજપના ઉમેદવાર કૈલાશ ચંદ્રને માત્ર એક મત મળ્યો હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં, અહેવાલ મુજબ તેઓ પોતાનો મત પણ મેળવી શક્યા નહોતા.

10 મતદાન કેન્દ્રો પર 16 સપ્ટેમ્બરે પુનઃમતદાન કરવાનો નિર્ણય ભાજપની સફળતા પાછળ ભજનલાલ સરકાર દ્વારા યુવાનો માટે સરકારી નોકરીઓ અને પેપરલીક સામે લેવાયેલા કડક પગલાંને મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસને સંગઠનની આંતરિક જૂથબંધી અને ભાજપ વિરોધી લહેર પર વધુ પડતી નિર્ભરતાનું નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન કેટલીક EVMમાં ટેકનિકલ ખામી સામે આવતા ચૂંટણી પંચે 10 મતદાન કેન્દ્રો પર 16 સપ્ટેમ્બરે પુનઃમતદાન કરવાનો નિર્ણય લીધો છે. તેમાં જયપુરના 5, કોટાના 3, જોધપુરના 1 અને સુકેત નગરપાલિકાના 1 કેન્દ્રનો સમાવેશ થાય છે. પંચે જણાવ્યું છે કે અસરગ્રસ્ત મતોની સંખ્યા જીત-હારના માર્જિન કરતાં વધુ હોવાથી પારદર્શિતા અને પરિણામોની વિશ્વસનીયતા જાળવવા આ નિર્ણય લેવાયો છે.

Tags:
#ચૂંટણીપરિણામ#CongressCrisis#BJPWin#RajasthanElectionsGovernment
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026