ટૉપ ન્યૂઝ

Bihar Election Result 2025: બિહારમાં NDAના તોફાને લાલટેન બુઝાવી! PM મોદીએ કહ્યું, 'આ સુશાસન અને વિકાસનો વિજય છે'

14 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
Bihar Election Result 2025: બિહારમાં NDAના તોફાને લાલટેન બુઝાવી! PM મોદીએ કહ્યું, 'આ સુશાસન અને વિકાસનો વિજય છે'

Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની તસવીર હવે સ્પષ્ટ બની ગઈ છે. રાજ્યની 243માંથી 203 બેઠકો પર NDAએ મજબૂત લીડ સાથે રેકોર્ડ જીત તરફ પગલું વધાર્યું છે, જ્યારે મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર સીમિત દેખાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને આ પરિણામને “સુશાસનની જીત” ગણાવી છે.

NDAને 2020ની સરખામણીમાં 70થી વધુ બેઠકોનો મોટો ફાયદો
આ ચૂંટણીમાં NDAને 2020ની સરખામણીમાં 70થી વધુ બેઠકોનો મોટો ફાયદો થયો છે. બીજી તરફ મહાગઠબંધનને લગભગ એટલી જ બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું છે. NDAની મજબૂત સ્થિતિ વચ્ચે સમ્રાટ ચૌધરી અને લલન સિંહે નીતિશ કુમાર સાથે મુલાકાત કરીને આગામી રાજકીય સમીકરણો અંગે ચર્ચા કરી.

JDUની 80થી વધુ બેઠકો સાથે મજબૂત વાપસી
અગાઉ 43 બેઠકો પર અટકેલી JDU આ વખતે 80થી વધુ બેઠકો સાથે મજબૂત વાપસી કરી રહી છે. BJP કુલ 91 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે. મહત્ત્વના ઉમેદવારોની વાત કરીએ તો રાઘોપુરથી તેજસ્વી યાદવે લગભગ 12,000 મતોથી જીત નોંધાવી છે. જોકે, તેમના ભાઈ તેજપ્રતાપ યાદવ મહુઆ બેઠક પરથી હાર તરફ આગળ વધી રહ્યા છે. લોકોના ધ્યાનમાં રહેલી બીજી મોટી સીટ પર, લોકગાયક પવન સિંહની પત્ની જ્યોતિ સિંહ પણ સતત પાછળ છે.

મહાગઠબંધનમાં RJDને 27 અને કોંગ્રેસને 4 બેઠકો મળી
મહાગઠબંધનમાં RJDને 27 અને કોંગ્રેસને 4 બેઠકો મળી રહી છે. PKની જન સુરાજ પાર્ટી અને VIPને કોઈ બેઠક મેળવવામાં સફળતા મળી નથી. અપક્ષ સહિત બીજી 6 બેઠકો પર લીડ યથાવત છે.

ગૃહમંત્રી અમિત શાહે NDAને અભિનંદન પાઠવ્યા
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે 'X' પર NDAને અભિનંદન પાઠવ્યા અને આ પરિણામને “ઘૂસણખોરોને બચાવનારાઓ સામે જનતાનો જોરદાર જવાબ” ગણાવ્યો. PM મોદી હવે દિલ્હીના BJP કાર્યાલયની મુલાકાત લેશે.

10 updates

બિહાર ચૂંટણી પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા
બિહાર ચૂંટણી પરિણામો વિશે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "સુશાસનની જીત થઈ છે. વિકાસ જીત્યો છે. જન કલ્યાણની ભાવના જીતી છે. સામાજિક ન્યાય જીત્યો છે. હું બિહારમાં મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું જેમણે 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય સાથે આશીર્વાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ આપણને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે. હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે. તેઓ લોકોની વચ્ચે ગયા છે, અમારો વિકાસ એજન્ડા રજૂ કર્યો છે અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાને મજબૂત રીતે ઠપકો આપ્યો છે. હું તેમની ખૂબ પ્રશંસા કરું છું! આગામી સમયમાં, અમે બિહાર, તેના માળખાગત સુવિધાઓ વિકસાવવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે અથાક મહેનત કરીશું. અમે ખાતરી કરીશું કે તેના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે."

Twitter Embed
14 નવે 01:06 PM

AIMIMના અખ્તરુલ ઈમાને 38,928 મતોથી જીત મેળવી
અમોરથી AIMIMના અખ્તરુલ ઈમાને 38,928 મતોથી જીત મેળવી જ્યારે અલાઉલીથી જેડીયુના રામચંદ્ર સાડાએ 35,732 મતોથી વિજય કર્યો. બખ્તિયારપુરમાં LJPના અરુણ કુમારે 956 મતોથી જીત હાંસલ કરી, અને બનિયાપુરથી ભાજપના કેદાર નાથે 15,436 મતોથી વિજય મેળવ્યો. બેલાગંજમાં જેડીયુની મનોરમા દેવીએ 2,882 મતોથી જીત મેળવી, જ્યારે બરુરાજથી ભાજપના અરુણ કુમાર સિંહે 29,052 મતોથી જીત મેળવી. બાઘાથી ભાજપના રામ સિંહે 6,473 મતોથી વિજય મેળવ્યો. બિસ્ફીમાં આરજેડીના આસિફ અહેમદે 13,339 મતોથી જીત મેળવી, અને બોધગયામાં આરજેડીના કુમાર સાર્વજીતે 881 મતોથી વિજય નોંધાવ્યો.

14 નવે 01:02 PM

જેડીયુના પ્રથમ ઉમેદવારની જીત
જેલમાં કેદ જેડીયુના નેતા અનંત સિંહે મોકામાની બેઠક જીતી લીધી છે. તેઓ 91416 વોટથી અને 28206 વોટના અંતરથી વિજેતા બન્યા છે. આંકડા અનુસાર તેમના નજીકના હરિફ આરજેડી નેતા વીણા દેવીને 63210 વોટ અને જન સુરાજ પાર્ટીના પ્રિયદર્શી પીયૂષને 19365 વોટ મળ્યા છે.

કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાય
બિહારમાં 209 બેઠકો પર એનડીએ તો મહાગઠબંધન 27 બેઠક પર લીડ કરી રહ્યું છે. આ વચ્ચે શરમજનક વાત એ છે કે કોંગ્રેસ ફક્ત 1 જ બેઠક પર લીડ રહી ગઈ છે, આરજેડી 23 બેઠકો પર અને મહાગઠબંધનમાં સામેલ અન્ય પક્ષો પાસે 3 બેઠકો જેટલી લીડ રહી છે.

14 નવે 11:42 AM

તેજસ્વી મુશ્કેલીમાં
તેજસ્વી યાદવ બેવડી મુશ્કેલીમાં મૂકાયા છે. બિહારમાં 24થી ઓછી બેઠકો પર લીડ રહી ગઈ છે જે પાર્ટીને વિપક્ષનો દરજ્જો પણ નહીં અપાવી શકે. જ્યારે કોંગ્રેસના ખાતામાં ફક્ત બે જ સીટ પર લીડ રહી ગઇ છે. તેજસ્વી યાદવ પોતાની રાઘોપુર બેઠક પર હાર તરફ આગળ વધતાં દેખાઈ રહ્યા છે. 14 રાઉન્ડની ગણતરી બાદ પણ તેજસ્વી યાદવ 7400થી વધુ વોટથી પાછળ છે.

14 નવે 11:17 AM

કોંગ્રેસને AIMIM કરતાં પણ ઓછી લીડ
કોંગ્રેસને AIMIM કરતાં પણ ઓછી ફક્ત 4 બેઠક પર લીડ રહી ગઈ છે. જ્યારે AIMIM 5 બેઠક પર લીડ ધરાવે છે. એનડીએ 200 જેટલી બેઠક જીત્યું છે.

14 નવે 09:55 AM

જેડીયુની પોસ્ટ કેમ ચર્ચા બની?
બિહારમાં ફરી એકવાર રસપ્રદ સ્થિતિ જોવા મળી છે. ભાજપ એનડીએમાં સૌથી વધુ સીટ મેળવી રહ્યું છે, તે મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકે તેવી સ્થિતિ છે. ચૂંટણીના ફાઈનલ પરિણામ પહેલા નીતિશ કુમારની જેડીયુએ એક એવી પોસ્ટ કરી કે જેના લીધે વિવાદ સર્જાયો છે. જેડીયુએ હાલ આ પોસ્ટ ડીલિટ કરી છે. તેમાં લખ્યું હતું કે, "ન ભૂતો ન ભવિષ્યતિ, નીતિશ કુમાર બિહાર કે મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે."

14 નવે 09:50 AM

NDA ડબલ સેન્ચુરી નજીક
મહાગઠબંધન માટે હાર સાબિત કરતાં પરિણામ દેખાય રહ્યા છે. મહાગઠબંધનના આરજેડી અને કોંગ્રસની સાથે મળીને પણ 50 બેઠક જીતવાના ફાંફા છે. આરજેડી હાલ 32, કોંગ્રેસ 4 બેઠક પર, ભાજપ 89 અને જેડીયુ 79 બેઠક પર લીડમાં છે.

તેજસ્વી યાદવ માટે રાહતના સમાચાર
છઠ્ઠા રાઉન્ડની ગણતરી બાદ આરજેડીના લીડર અને મહાગઠબંધનના સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. તેજસ્વી યાદવ માત્ર 200 વોટથી આગળ છે. જોકે આ ચૂંટણીમાં અત્યાર સુધીની સ્થિતિ જોતા તેમની પાર્ટી પણ હાર તરફ આગળ વધી રીહ છે. અત્યાર સુધી એનડીએના ખાતામાં 191 બેઠકો આવી, જેમાં ભાજપ 85, જેડીયુ 77, એલજેપી 21 અને એનડીએના અન્ય પક્ષોના ખાતામાં 7 બેઠક દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીના ખાતામાં 33, કોંગ્રેસની 5 અને વીઆઈપી શૂન્ય તથા અન્યોના ખાતામાં 9 બેઠક દેખાય છે. અપક્ષ તરફથી 5 બેઠકો પર લીડ દેખાય રહી છે.

14 નવે 08:28 AM

ઠેર ઠેર લાગ્યા, નીતિશ કુમારના પોસ્ટર
એનડીએની ભવ્ય જીતના સંકેત વચ્ચે શહેરોમાં, "બિહાર કા મતલબ નીતિશ કુમાર" નામના પોસ્ટર જોવા મળ્યા છે. 243 બેઠકોમાંથી ભાજપની 84 અને જેડીયુની 76 બેઠક પર જીત દેખાય રહી છે. એલજેપીના ખાતામાં 22, અનેડીએના અન્ય સહયોગી પક્ષોના ખાતામાં 7 બેઠક, મહાગઠબંધનમાં આરજેડીના ખાતામાં 35, કોંગ્રેસના ખાતામાં 5 અને વીઆઈપીના ખાતામાં માત્ર 1 જ બેઠક દેખાય રહી છે. જ્યારે મહાગઠબંધનના અન્ય પક્ષોના ખાતામાં 9 બેઠક છે.

તેજસ્વી યાદવ પાછળ
મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, તેજસ્વી યાદવ, આરજેડીના ગઢ રાઘોપુરમાં ભાજપના હરીફથી પાછળ છે. સવારે 11:15 વાગ્યા સુધીમાં તેજસ્વી યાદવે 10957 મત મેળવ્યા, જ્યારે ભાજપના સતીશ કુમારે 12230 મત મેળવ્યા. 30 માંથી 4 રાઉન્ડના અંતે હાલ રાઘોપુરના ભાજપના ઉમેદવાર 3016 વોટથી લીડ મેળવી રહ્યા છે.

14 નવે 07:44 AM

જ્ઞાનેશ કુમારની ટિપ્પણી
કોંગ્રેસ નેતા પવન ખેરાએ બિહાર ચૂંટણી પર ટિપ્પણી કરતા કહ્યું કે, 'પ્રારંભિક વલણો દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો સામે સફળ થઈ રહ્યા છે. આ લડાઈ ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ વચ્ચે નથી. આ જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચે સીધી લડાઈ છે.'

એનડીએ ગઠબંધન 190 બેઠકને પાર
એનડીએ ગઠબંધન 190 બેઠકને પાર થઇ ગયું છે. જેમાં ભાજપને 80, જેડીયુને 82, એલજેપીને 23 અને અન્યને 5 બેઠક મળી છે. મહાગઠબંધનમાં આરજેડીને 36, કોંગ્રેસને 7, વીઆઈપીને 0 અને અન્યને 6 સીટ મળી છે. નુકસાન અંગે પ્રતિક્રિયા આપતાં આરજેડીએ કહ્યું કે, નુકસાન કેમ થયું એની સમીક્ષા કરવી પડશે.

NDA પ્રચંડ બહુમત તરફ
માહિતી અનુસાર અત્યાર સુધી એનડીએમાં ભાજપ 77, જેડીયુ 81, એલજેપી 22 અને અન્ય 5 બેઠક પર આગળ છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડી 41, કોંગ્રેસ 7 અને વીઆઈપી 0 તથા અન્ય 6 બેઠક પર આગળ છે.

મહુઆમાં મોટો અપસેટ
મહુઆમાં મતગણતરીનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયો છે. મહુઆમાં LJPના સંજય સિંહ 10,301 મતો સાથે આગળ છે. JJDના તેજ પ્રતાપ યાદવને 1,500 મતો અને RJDના મુકેશ રોશનને 6,781 મતો મળ્યા. ત્રીજા રાઉન્ડમાં રાજપાકડ વિધાનસભા બેઠક પર JDUના મહેન્દ્ર રામ 11,321 મતો સાથે આગળ છે અને CPIના મોહિત પાસવાનને 2,697 મતો મળ્યા તથા કોંગ્રેસના પ્રતિમા દાસને 3,266 મતો મળ્યા.

ચૂંટણી પંચના સત્તાવાર આંકડા
ચૂંટણી પંચના સત્તાવાર આંકડામાં પણ NDAને ભારે બહુમતી મળી રહી છે, જેમાં ભાજપને 61, JDUને 63, RJDને 34, INCને 10 બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે

જેડીયુનું શાનદાર પ્રદર્શન
એનડીએ ગઠબંધનમાં પણ રસ્સાકસી દેખાઈ રહી છે. ભાજપ કરતા જેડીયુ આગળ. ભાજપના ખાતામાં 69 બેઠક, આરજેડીને 59 બેઠક અને કોંગ્રેસને 16 બેઠક પર લીડ મળતી દેખાય રહી છે. જ્યારે વીઆઈપી ફક્ત 3 બેઠક પર લીડ મેળવતી દેખાય છે. હાલના આંકડા અનુસાર એનડીએ 160 તથા મહાગઠબંધન 79 બેઠક પર લીડમાં છે.

કોને કેટલી લીડ?
ભાજપ 73, જેડીયુ 69, આરજેડી 64, કોંગ્રેસ 15 અને અન્ય 4 બેઠકો પર લીડના આંકડામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.

14 નવે 06:59 AM

જેડીયુનું મજબૂત પ્રદર્શન
શરૂઆતના વલણો જાહેર થઇ ગયા છે. કુલ 243 બેઠકોમાંથી 215 બેઠકોમાં 71 બેઠક પર ભાજપને લીડ મળી રહી છે. જ્યારે આરજેડીને 60 બેઠક, કોંગ્રેસના ખાતામાં 10 અને જેડીયુના ખાતામાં 59 બેઠક દેખાય રહી છે.

આરજેડીનો દબદબો
હાલ આરજેડી અને ભાજપ વચ્ચે મજબૂત ટક્કર દેખાય રહી છે. હાલ ભાજપ 56 તો આરજેડી 58 બેઠક પર લીડ સાથે આગળ વધી રહી છે. જ્યારે 97 બેઠક પર એનડીએ અને મહાગઠબંધન 70 બેઠક પર આગળ છે.

ભાજપ 50 બેઠકને પાર
150 બેઠકોના શરૂઆતના વલણોમાં 50 બેઠક ભાજપના ખાતામાં અને 48 બેઠક RJDના ખાતામાં દેખાય રહી છે. બીજી તરફ જેડીયુ 34 અને કોંગ્રેસ 7 બેઠક પર દેખાઈ રહી છે. અપક્ષની વાત કરીએ તો 5 જ બેઠક તેમના ખાતામાં દેખાય રહી છે.

મોટી બેઠકો
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. JDUના કોમલ સિંહ ગયાઘાટમાં આગળ ચાલી રહ્યા છે. JDUના મનીષ કુમાર ધોરૈયામાં, દાનાપુરમાં ભાજપના રામકૃપાલ, JDUના અભિષેક આનંદ ચેરિયા બરિયારપુરમાં, RJD ઉમેદવાર ખેસારી લાલ છાપરામાં અને JDUના નચિકેતા જમાલપુરમાં આગળ ચાલી રહ્યા છે.

150થી વધુ બેઠકના વલણ જાહેર
150થી વધુ બેઠકોના વલણ જાહેર થઈ ગયા છે. એનડીએના ખાતામાં 86 અને મહાગઠબંધનના ખાતામાં 58 બેઠક આવી રહી છે. એનડીએમાં સૌથી વધુ 49 બેઠક પર ભાજપને લીડ મળી, જ્યારે જેડીયુના ખાતામાં 34 સીટ દેખાય રહી છે. બીજી તરફ આરજેડીના ખાતામાં 46 અને કોંગ્રેસના ખાતામાં 7 બેઠક દેખાય છે.

શરૂઆતના વલણો આધારિત આંકડા
એનડીએ ગઠબંધનના ખાતામાં 62, મહાગઠબંધનના ખાતામાં 42, અપક્ષના ખાતામાં 5 જેટલી બેઠકો આવી રહી છે. આ શરૂઆતના વલણો આધારિતી માહિતી છે.

પ્રશાંત કિશોરની પાર્ટીનું ખાતું ખુલ્યું
અત્યાર સુધીના આંકડાઓ અનુસાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનું પણ ખાતું ખુલી ગયું છે. જ્યારે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ મજબૂત પ્રદર્શન કરી રહી છે. એનડીએ ગઠબંધન 50 બેઠકો પર આગળ, જ્યારે મહાગઠબંધનને 30થી વધુ બેઠક પર લીડ, અપક્ષના ખાતામાં માત્ર 5.

NDAનું ખાતું ખુલ્યું
પોસ્ટલ બેલેટની ગણતરીના પરિણામ આવવાના શરૂ થઈ ગયું છે. જેમાં એનડીએ આગળ દેખાઈ રહી છે. અત્યાર સુધી તેના ખાતામાં 8 સીટ આવી છે, આરજેડીના ખાતામાં બે અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી છે. ત્યારે પ્રશાંત કિશોરની પાર્ટીના ખાતામાં બે બેઠક છે.

14 નવે 05:25 AM
Tags:
PoliticsNitish KumarElection ResultsBihar ElectionsBihar Election Result
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026