ટૉપ ન્યૂઝ

આજે દેશભરમાં ટ્રેડ યુનિયનોની હડતાળ, જાણો આજે શું ખુલ્લુ અને શું બંધ રહેશે?

12 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
આજે દેશભરમાં ટ્રેડ યુનિયનોની હડતાળ, જાણો આજે શું ખુલ્લુ અને શું બંધ રહેશે?

Bharat Bandh 2026: આજે ભારતના ઘણા વિસ્તારોમાં કામકાજ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે અનેક કેન્દ્રિય ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ વિરોધને 'ભારત બંધ' તરીકે ઓળખાવવામાં આવે છે. આ હડતાળનો પ્રભાવ અનેક રાજ્યોમાં બેન્કો, પરિવહન અને સરકારી ઓફિસ જેવી જરૂરી સેવાઓ પર પડી શકે છે.

30 કરોડથી વધારે કર્મચારીઓ ભાગ લઈ શકે છે
યૂનિયન નેતાઓનો કહેવું છે કે, આ હડતાળમાં 30 કરોડથી વધારે કર્મચારીઓ ભાગ લઈ શકે છે. 10 કેન્દ્રિય ટ્રેડ યુનિયનોના એક સંયુક્ત મંચે પુષ્ટિ કરી છે કે, વિરોધપ્રદર્શન નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ થશે. અનેક વિસ્તારોમાં હડતાળની નોટિસ જાહેર થઈ ચૂકી છે અને આયોજકોનો દાવો છે કે, તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. યૂનિયનો એ ભારત બંધ કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદા અને આર્થિક નીતિઓના વિરોધમાં બોલાવ્યું છે. તેમનું કહેવું છે કે, નવા ચાર શ્રમ કાયદાઓથી નોકરીની સુરક્ષા ઘટી જશે અને પહેલા જે સુરક્ષા મજૂરોને મળતી હતી, તે હવે નબળી બની જશે. તેમનો આક્ષેપ છે કે આ બદલાવથી કંપનીઓ માટે કર્મચારીઓને રાખવું અને દૂર કરવું સરળ બની જશે, જ્યારે કર્મચારીઓના હક્ક પહેલા જેટલા સુરક્ષિત નહીં રહે.

જરૂરી સેવાઓમાં અવરોધ આવી શકે છે
ખેડૂત સંગઠનોના ટેકા સાથે વિરોધ પ્રદર્શન વધુ મજબૂત બનવાની શક્યતા છે. જરૂરી સેવાઓમાં અવરોધ આવી શકે છે, તેનાથી અધિકારીઓ ઘણા વિસ્તારોમાં જાહેર સેવાઓ અને રુટીન પ્રવૃત્તિઓમાં શક્ય તેટલી તૈયારી કરી રહ્યા છે. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા મોટી ટ્રેડ યુનિયનોમાં CITU, AITUC, INTUC, HMS, AICCTU, LPF અને UTUC સામેલ છે.

આ સેવાઓ બંધ રહી શકે:

  • મોટા શહેરોમાં માર્કેટ અને દુકાનો.

  • ઘણા વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેન્કો.

  • સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી ઓફિસો.

  • શક્ય રોડ બ્લોકેજને કારણે જાહેર પરિવહન.

  • સ્કૂલ અને કોલેજો.

આ સેવાઓ ખૂલી રહેવાની શક્યતા છે:

  • હોસ્પિટલ અને બીજી મેડિકલ સુવિધાઓ.

  • પ્રાઇવેટ ઓફિસો.

  • એરપોર્ટ.

  • ATM.

  • બીજી જરૂરી સેવાઓ.

લોકોએ કઈ રીતે સાવચેત રહેવું?
સંપૂર્ણ દેશમાં ભારતબંધને કારણે અનેક જગ્યાઓ પર મુશ્કેલી હોઈ શકે છે. આવા સમયમાં લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પોતાના આસપાસની પરિસ્થતિ વિશે જાણકારી મેળવી, તે પ્રમાણે પોતાની મુસાફરીની યોજના બનાવે. અધિકારીઓ અને બેન્કોએ પણ નાગરિકોને વિનંતી કરી છે કે, કોઈ પણ જરૂરી નાણાકીય કે સરકારી કામ પહેલા પૂરું કરી લેવું, જેથી પછી કોઈ અડચણ ન આવે.

Tags:
Protest IndiaEconomic Impactઆર્થિક અસરGovernment Servicesસરકારી સેવાઓ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026