ટૉપ ન્યૂઝ

હાદી પછી બાંગ્લાદેશમાં વધુ એક યુવા નેતાને ગોળી મારવામાં આવી, હાલત ગંભીર

22 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
હાદી પછી બાંગ્લાદેશમાં વધુ એક યુવા નેતાને ગોળી મારવામાં આવી, હાલત ગંભીર

Bangladesh political violence 2025: બાંગ્લાદેશના ખુલના શહેરમાં નેશનલ સિટિઝન્સ પાર્ટીના કેન્દ્રીય શ્રમિક સંગઠનના નેતા મોહમ્મદ મોતલેબ સિકદરને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી છે. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલો ગાજી મેડિકલ કોલેજ હોસ્પિટલ નજીક થયો હતો, ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

બાંગ્લાદેશમાં રાજકીય હિંસા
બાંગ્લાદેશમાં રાજકીય હિંસાની ઘટનાઓ શાંત થવાનું નામ નથી લેતી. શરીફ ઉસ્માન હાદી પછી હવે ખુલનામાં એક વધુ વિદ્યાર્થી નેતાને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી છે. ઘાયલ હાલતમાં આ વિદ્યાર્થી નેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમનો ઈલાજ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, સોમવારે ખુલનામાં નેશનલ સિટિઝન્સ પાર્ટીના કેન્દ્રીય શ્રમિક સંગઠનના નેતા મોહમ્મદ મોતલેબ સિકદરને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી. ગોળી તેમના કાનની નજીકથી પસાર થઈ, જેના કારણે તેઓ ઘાયલ થયા છે.

કાનની નજીકથી નીકળી ગોળી
એક અહેવાલ અનુસાર, સોનડાંગા મોડલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અનિમેષ મંડલે જણાવ્યું કે, સવારે આશરે 11:45 વાગ્યે શહેરના ગાજી મેડિકલ કોલેજ હોસ્પિટલ પાસે બદમાશોએ મોહમ્મદ મોહમ્મદ મોતલેબના માથાને નિશાન બનાવી ગોળી ચલાવી. તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોના હવાલાથી પોલીસે જણાવ્યું કે, મોતલેબ હવે જોખમથી બહાર છે. ગોળી તેમના કાનની એક બાજુથી અંદર ગઈ હતી અને ચામડીને ભેદતી બીજી બાજુથી બહાર નીકળી ગઈ હતી.

રેલીની તૈયારી કરી રહ્યા હતા મોતલેબ
NCPના ખુલના મહાનગર પાલિકા આયોજક સાઈફ નવાઝે 'પ્રોથોમ આલો' ને જણાવ્યું કે મોતલેબ સિકદર NCPના શ્રમિક સંગઠન 'જાતીય શ્રમિક શક્તિ' ના કેન્દ્રીય સંયોજક અને ખુલના મંડળના સંયોજક હતા. પાર્ટી થોડા દિવસોમાં ખુલનામાં એક વિભાગીય શ્રમિક રેલી યોજવાની હતી અને મોતલેબ સિકદર તેની તૈયારીઓમાં લાગેલા હતા.

ઢાકા-8થી સાંસદ પદના ઉમેદવારને પણ આજ રીતે ગોળી મારવામાં આવી
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઢાકા-8થી સાંસદ પદના ઉમેદવાર શરીફ ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરે ઢાકાના પલ્ટન વિસ્તારમાં હુમલાખોરોએ ગોળી મારી હતી, જેના કારણે તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને એવરકેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ, 15 ડિસેમ્બરે તેમને વધુ સારી સારવાર માટે સિંગાપુર રેફર કરવામાં આવ્યા હતા. 18 ડિસેમ્બર, ગુરુવાર રાતે સિંગાપુર જનરલ હોસ્પિટલમાં હાદીનું અવસાન થયું. ત્યારબાદ સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી.

Tags:
Crime Newsક્રાઈમ ન્યૂઝTop Newsટોપ ન્યૂઝUnrest
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026