ટૉપ ન્યૂઝ

'શંકા એ પુરાવો નથી': ચૂંટણી પંચના સમર્થનમાં 124 ભૂતપૂર્વ IAS-IFS અધિકારીઓએ લખ્યો પત્ર

10 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
'શંકા એ પુરાવો નથી': ચૂંટણી પંચના સમર્થનમાં 124 ભૂતપૂર્વ IAS-IFS અધિકારીઓએ લખ્યો પત્ર

Open letter in support of EC: ભારતીય ચૂંટણી પંચ અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના સમર્થનમાં દેશભરના 124 ભૂતપૂર્વ IAS અને IFS અધિકારીઓના જૂથે ઓપન લેટર જાહેર કર્યો છે. આ પત્રમાં તેમણે ચૂંટણીમાં ગેરરીતિ અને મતદાનમાં છેતરપિંડીના આરોપો અંગે સવાલ ઉઠાવતાં જણાવ્યું છે કે આવા ગંભીર દાવાઓને નક્કર પુરાવાઓના આધારે સાબિત કરવા જોઈએ. જૂથના મતે, પુરાવા વિના વારંવાર ચૂંટણીમાં હેરાફેરીના આક્ષેપો કરવાથી લોકશાહી સંસ્થાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે.

રાજકીય વિરોધ અને પ્રદર્શનો પણ થઈ રહ્યાં છે
આ ઓપન લેટર એવા સમયે સામે આવ્યો છે, જ્યારે વિપક્ષી નેતાઓ મતદાર યાદીઓમાં કથિત અનિયમિતતાઓ અને મતચોરીના આરોપો લગાવી રહ્યા છે. આ મુદ્દે રાજકીય વિરોધ અને પ્રદર્શનો પણ થઈ રહ્યાં છે. શનિવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાવાનો પ્રયાસ કરી રહેલા અનેક વિપક્ષી નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

સ્ટ્રોંગ રૂમની સુરક્ષા સુધીની કામગીરીનો સમાવેશ
124 ભૂતપૂર્વ અમલદારોએ પત્રમાં જણાવ્યું છે કે તેમણે પોતાની સરકારી કારકિર્દી દરમિયાન ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલી વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેમાં મતદાર યાદીઓ તૈયાર કરવાથી લઈને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) રાખવામાં આવતા સ્ટ્રોંગ રૂમની સુરક્ષા સુધીની કામગીરીનો સમાવેશ થાય છે. પોતાના અનુભવનો ઉલ્લેખ કરીને તેમણે ચૂંટણી પ્રક્રિયા અંગેના દાવાઓમાં તથ્યો અને પુરાવાઓનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

‘હેરાફેરી’ જેવા શબ્દોનો ઉપયોગ પુરાવા વિના થઈ રહ્યો છે
પત્રમાં ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. તેમના મતે, હાલ ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરવા માટે ‘હેરાફેરી’ જેવા શબ્દોનો ઉપયોગ પુરાવા વિના થઈ રહ્યો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે આવા આરોપોનું વારંવાર પુનરાવર્તન થવાથી ચૂંટણી વ્યવસ્થા અને લોકશાહી સંસ્થાઓ અંગે લોકોના વિશ્વાસને નુકસાન થઈ શકે છે.

મતપેટીઓની ચોરી અને બૂથ કબજે કરવા જેવી ઘટનાઓ યાદ અપાવી
ભૂતપૂર્વ અમલદારોએ પત્રમાં ભૂતકાળની ચૂંટણી પ્રક્રિયાઓમાં જોવા મળતી ગંભીર ગેરરીતિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બૂથ પર હથિયારધારી લોકોની હાજરી, બાહુબળનો ઉપયોગ, મતપેટીઓની ચોરી અને બૂથ કબજે કરવા જેવી ઘટનાઓ યાદ અપાવી હતી. પત્રમાં જણાવાયું છે કે બૂથ કેપ્ચરિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને 1989માં સંસદે તેને ગુનાહિત કૃત્ય જાહેર કર્યું હતું. અધિકારીઓનો મુખ્ય દાવો છે કે ચૂંટણીમાં ગેરરીતિના આરોપો માત્ર શંકા કે રાજકીય નિવેદનોના આધારે નહીં, પરંતુ વિશ્વસનીય પુરાવાઓના આધારે ચકાસવા જોઈએ.

Tags:
Gujarat Vandanગુજરાત વંદન #IndiaNews#IASIFS#ElectionCommission
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026