12 gujaratis stranded in nepal: નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા તેમજ પ્રવાસ માટે ગયેલા કુલ 18 ગુજરાતીઓ સંપર્કવિહોણા બન્યા હોવાની પ્રાથમિક સત્તાવાર માહિતી સામે આવી છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધો છે. રાજ્ય સરકાર કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ અને નેપાળના સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને બચાવ કામગીરી માટે સંકલન કરી રહી છે.
અમદાવાદના 3 લોકોનો સંપર્ક નથી
અમદાવાદમાંથી:
- અશોકભાઈ ધીરજલાલ કાપડી - મેમનગર
- દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ - નવા વાડજ, મૂળ અમરેલી; યુએસ સિટિઝન
- ભાવિનકુમાર રજનીકાંત રાવલ - મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા; ઓસ્ટ્રેલિયન સિટિઝન
અશોકભાઈ સાથેનો છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે આશરે 8:30 વાગ્યે થયો હોવાનું જણાવાયું છે. જ્યારે ભાવિનકુમાર અન્ય 26 લોકોના ગ્રૂપ સાથે નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે.
આણંદના બે અને વડોદરાના બે ગુજરાતીઓ પણ સંપર્કવિહોણા
આણંદના બિમલકુમાર પટેલ અને જયમિનાબેન પટેલ પણ સંપર્કવિહોણા બન્યા છે. બંને અમેરિકન નાગરિક છે અને 'નમસ્તે નેપાળ ટ્રેકિંગ એન્ડ રિસર્ચ હબ' મારફતે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયા હતા. વડોદરાના નામે નોંધાયેલા કિન્નરી પટેલ અને મિહિર પટેલ, બંને અમદાવાદના મણિનગરના રહેવાસી છે. તેઓ 'રીચા ટુર્સ પ્રા. લિ.' મારફતે નેપાળ ગયા હતા. બંને સાથેનો છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે 4:51 વાગ્યે થયો હતો.
સુરત અને રાજકોટના નાગરિકો પણ સંપર્કવિહોણા
સુરતના પરેશભાઈ નટવરલાલ પટેલ અને જ્યોતિબેન પરેશભાઈ પટેલ હાલ અમેરિકામાં રહે છે, જ્યારે મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી મુંબઈમાં રહે છે. રાજકોટના જય દિનેશ કોટેચા, જે હાલ મુંબઈમાં રહે છે અને મૂળ રાજકોટના છે, તેમનો છેલ્લો સંપર્ક 'ફ્રેન્ડશિપ બ્રિજ/ભોટેકોશી રિવર, રસુવાગઢી-કેરુંગ બોર્ડર' નજીક થયો હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડની રોમા ઈંટવાલા સુરક્ષિત
વલસાડના રોમા દિલીપભાઈ ઈંટવાલાનું નામ પણ સંપર્કવિહોણા લોકોની યાદીમાં હતું. જોકે, સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પાસેથી મળેલી માહિતી મુજબ રોમા ઈંટવાલા નેપાળમાં હાલ સુરક્ષિત છે.
નડિયાદના પરિવારના ત્રણ સભ્યો સંપર્કવિહોણા
ખેડા/નડિયાદના ઉમેશ ભોગીલાલ પટેલ, આકાંક્ષાબેન ઉમેશ પટેલ અને ઈશાન પટેલ છેલ્લા 24 કલાકથી સંપર્કવિહોણા છે. ત્રણેય અનુક્રમે કેનેડિયન અને અમેરિકન નાગરિક હોવાનું જણાવાયું છે. ગાંધીનગરના અમિતા અમીન, તેજલ પટેલ અને જિતેન્દ્ર પટેલ પણ સંપર્કમાં નથી. ત્રણેય યુએસ સિટિઝન છે અને તેમનું છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનો માટે ગુજરાત સરકારની 24x7 હેલ્પલાઇન
નેપાળમાં ફસાયેલા અથવા સંપર્કવિહોણા ગુજરાતીઓ અંગે માહિતી મેળવવા પરિવારજનો નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે:ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ:
- 079-23251900
- 9978405304
- 1070
આ ઉપરાંત સંબંધિત જિલ્લાના District Emergency Operation Centre (DEOC)ના 1077 નંબર પર પણ સંપર્ક કરી શકાય છે.
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે:
- +977 985 131 6807
- +977 970 910 7500
હાલ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને શોધખોળની કામગીરી ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા સંપર્કવિહોણા નાગરિકોની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવામાં આવી રહી છે.








