ટૉપ ન્યૂઝ

સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા સવાર

25 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા સવાર

Stones pelted on Vande Bharat: મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22961) પર સુરત નજીક પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ સાંજે આશરે 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે ટ્રેન ઉત્રાણ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા. અચાનક બનેલી ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં સવાર
આ ઘટનાની સૌથી મહત્વની બાબત એ છે કે વંદે ભારત એક્સપ્રેસમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં સવાર હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. સદનસીબે પથ્થરમારાની ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. જોકે, ટ્રેનના કેટલાક કોચને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

C-6 અને C-10 કોચના કાચને નુકસાન
પ્રાથમિક માહિતી મુજબ પથ્થરમારાને કારણે ટ્રેનના C-6 અને C-10 કોચના કાચ ક્રેક થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર RPFની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ટ્રેકની આસપાસના વિસ્તારમાં ચેકિંગ દરમિયાન પોલીસે નશાની હાલતમાં ભટકતા આશરે 30 વર્ષના એક શંકાસ્પદ યુવકને અટકાયતમાં લીધો હોવાની માહિતી મળી છે.

નશાની ધૂન કે કોઈ મોટું ષડયંત્ર? તપાસ શરૂ
હાલ પોલીસે આ પથ્થરમારો નશાની હાલતમાં કરવામાં આવ્યો હતો કે તેની પાછળ કોઈ સુનિયોજિત ષડયંત્ર હતું તે અંગે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, ઘટનાને પગલે સુરત-અમદાવાદ રેલવે રૂટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ પથ્થરમારાની ઘટનાનું ચોક્કસ કારણ અને તેમાં સંડોવાયેલા લોકો અંગે વધુ માહિતી સામે આવશે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનPublic Safety#GujaratNews#AnandibenPatel
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026